limadana datan na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે એક એવી ઔષધિ વિષે વાત કરીશું જે ઐષધી અમેરિકાની અંદર હજાર રૂપિયામાં વેચાય છે અને આપણને તે સાવ મફતના ભાવે મળે છે. આ ઔષધિ અમેરિકાની અંદર 15 થી 20 ડોલરમાં વિચાય છે એટલે કે એક હજાર થી પંદરસો રૂપિયાની ની આજુબાજુ માં મળે છે.

તો આ વસ્તુ છે “લીમડાનુ દાતણ“. લીમડાના દાતણ અમેરિકાની અંદર હજાર રૂપિયામાં વેચાય છે અને ખાસ ઊંચામાં ઊંચા શોરૂમમાં મળે છે જ્યારે આપણે ત્યાં એકદમ ફ્રી માં અને એકદમ તાજાજ મળે છે. લીમડા ની અંદર 130 કરતા પણ વધારે પોષક તત્વો રહેલા છે.

આ દાતણ ની અંદર એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ રહેલા છે જે તમારા શરીરને ગમે તેવા રોગોથી બચાવી શકે છે. દાતણ નિયમિત કરવાથી લીમડાનો રસ તમારા પેટમાં જાય એટલે તમારા આંતરડા સાફ રહે છે. તે સિવાય લોહીની સફાઈ થાય છે.

આ સિવાય પેટની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પેટની અંદર કોઈ પણ પ્રકારની જીવાતો હોય તો મરી જાય છે. જો તમારા મોઢા ની અંદર કોઈ દાંતની તકલીફ છે, મોઢામાં દાંત નો દુખાવો જેવી કોઈપણ તકલીફ છે તો તે મટી જાય છે.

લીમડાનું દાતણ કુદરતી છે જે તમારું મોઢું ફ્રેશ કરી દે છે. જે લોકોને કફની સમસ્યા રહેતી હોય તો વહેલી સવારે લીમડાનું દાતણ નિયમિત કરવાથી કફ કે કફની પ્રકૃતિમાં ઘટાડો થાય છે. જે લોકોને વારંવાર કફ થઇ જવાની સમસ્યા રહેતી હોય એ લોકોને આ લીમડાનું દાતણ અમૃત સમાન છે.

હાલના સમયમાં ટૂથપેસ્ટ નો ક્રેઝ વધારે છે પરંતુ ટૂથપેસ્ટની અંદર ક્યાંક ને ક્યાંક કેમિકલ છે જે તમારા પેટની અંદર જાય છે અને તમને નુકશાન કરી શકે છે પરંતુ આ લીમડાના દાતણ કોઈ નુકસાન નથી. જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી હોય તેની માટે પણ લીમડો ખૂબ જ અસરકારક છે .

તમે લીમડાનું દાતણ રોજ કરશો તો તમારા શરીરમાંથી તજા ગરમી દૂર કરે છે એટલે કે શરીરમાં વધારાની ગરમી હોય તો તે પણ લીમડાનું દાતણ નિયમિત કરવાથી દૂર થાય છે. તો ખાસ આ દાતણ ઉનાળામાં બધા લોકોએ નિયમિત કરવું જોઈએ.

આ સિવાય તમારા દાંતની સમસ્યા હોય, જે જીવાણુઓ કે કીટાણુઓ દાંત માં હોય તે પણ લીમડાના કડવા રસથી મળી જાય છે. જો તમે આ દાતણ કરો તો કડવો રસ શરીરમાં ઉતરસે. આ કડવો રસ ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ મહિનામાં કડવો રસ શરીર માં ઉતારવો જોઈએ.

આમ કરવાથી તમારું શરીર સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહે છે. જેથી લીમડાનું દાતણ તમે કરશો તો એનો રસ તમારા શરીરમાં ઉતારશે અને તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

લીમડાનું દાતણ નિયમિત કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ સે દૂર થાય છે જેથી હૃદયને લગતી કોઈ સમસ્યા થતી નથી. એ સિવાય ચામડીને લગતી કોઈપણ સમસ્યા હોય ખંજવાળ તો દૂર થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા