Lila nariyer no halvo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

લીલા નાળિયેરનો હલવો અથવા તો લીલા નાળિયેરની બરફી કેવી રીતે બનાવી શકાય. આ બરફી બનાવી એકદમ ઈઝી છે. જેમાં આપણે અત્યારે દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરવાના અને જો તમે પણ આવી રીતના ઠાકોરજી માટે સામગ્રી બનાવવા માગતા હોય તો આ ઈન્સ્ટન્ટ દૂધ વગરની બની જશે અને ઈવન તમે પાંચથી-છ દિવસ સુધી બહાર પણ રાખી શકો છો અને દસ દિવસ સુધી ફ્રિજમાં પણ સરસ સ્ટોર થઈ શકે છે.

રેસીપી બનાવવા માટે સૌથી પહેલા બે લીલા નાળિયેર લીધેલા છે જેમાથી આપણે એક નાળિયેર ની આવી રીતે બરફી બનાવીશું. હવે એમાંથી બધા ટુકડા કાઢી લો. જેને જીણા જીણા પીસીસ કરી અને મિક્સર જાળમાં એડ કરી દો. (જો તમે સૂકા કોપરા માંથી કરતા હોય તો એમાં ઝિણુ ખમણ હોય છે પણ આમાં તો એકદમ બારીક ભૂકો બની જશે. જેને પાવડર નહીં પરંતુ થોડું લચકા પડતું હશે કારણ કે નાળિયેર માં એક દૂધ હોય છે એટલે આપણે આ રેસિપીમાં દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરવાના).

શિવરાત્રિ સ્પેશિયલ લીલા નાળિયેર નો હલવો.. Lila nariyer no halvo

હવે એક જાડા તળિયાવાળુ પેન લો. એમાં મોટી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દો. (કોપરૂ ઉમેર્યા પછી એવું લાગે કે થોડું ઓછું છે તમે વચ્ચેથી પણ ઉમેરી શકો છો). હવે જે મોટુ નારીયેળ છીણી ને રાખ્યુુ હતુ એને એડ કરો. (તમારે જો આવુ સ્ટીલના તળિયાવાળુુ પેન હોય તો તમારે સતત હલાવતા રહેવું પડશે નહીં તો નીચે ચોટી જશે).

શિવરાત્રિ સ્પેશિયલ લીલા નાળિયેર નો હલવો । Lila nariyer no halvo

 

 

 

 

 

 

 

બધા લોકોએ સાંભળ્યું હશે કે લીલા નાળિયેરનો ખાદીમ પાક માંગરોળ નો ખૂબ જ ફેમસ છે. તેમાં કલર હોય છે તો તમે જો આ રીતના બનાવશો તો કલર વગર જ એકદમ સરસ જેવો કલર બ્રાઉન થઈ જશે અને ટેસ્ટમાં પણ એના જેવો લાગશે તો તમે એકવાર આ રેસિપી જોઈને ઘરે જરૂરથી ટ્રાય કરજો.

રક્ષાબંધન પર મીઠાઇ તરીકે ખૂબ જ ઉપયોગી રહેશે. હવે વચ્ચે એક ચમચી જેટલું ઘી ઉમેરી લો અને સતત હલાવતા રહો. બધું ત્યાં સુધી હલાવવાનું, જ્યાં સુધી ઘીમાં કોપરુ શૌતે થઈ જાય. તેની સ્મેલ આવતા મીનીમમ ચારથી પાંચ મિનિટ થશે. હવે આમાં કોપરાના ૪૦ ટકા એટલે કે જેટલું કોપરું હતું એની ૪૦ ટકા જેટલી ખાંડ ઉમેરો. (જ્યારે આમાં મિલ્ક પાવડર આગળ જતાં એડ કરીશુ. તો તે પણ થોડો સ્વીટ જ હોય છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખાંડ વધારે ન થઈ જાય).

ખાંડ ઉમેરી દીધા બાદ, એકદમ સરસ રીતે ઓગળી જાય અને ધીમે ધીમે તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમારે તેને સતત હલાવતા રહેવાનું છે. આ પ્રોસેસને પણ કરતા તમારે બે થી ત્રણ મિનિટ થશે.

હવે તેનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયા પછી તેમાં એકથી દોઢ ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરો. (જે બિલકુલ optional છે).

હવે 3 મિનિટ પછી ગેસ બંધ કરી અને બાજુમાં ઠરવા રાખી દેવુ. ઠરવા નો મતલબ ફક્ત એક થી બે મિનિટ જ છે.

હવે કોઈ સ્ટીલની થાળીને ગ્રીસ કરી લો. જે કોપરાપાક ની બરફી બનાવી છે એને આ માં એડ કરી દો. હવે ફ્લેટ ચમચાથી, તમારે તેને તેની લિસુ કરી લેવાનુ છે. (જો તમારી પાસે આવો કોઈ રસ્તો ન હોય તો તમે કોઈપણ ફ્લેટ વાટકી હોય સીધા તળિયાવાળી, તેમાં ઘી લગાડી ઉપરથી ધીમે-ધીમે પ્રેસ કરી શકો છો આ આપડી વર્ષો જૂની રીત છે).

હવે તેમાં ચાંદીનો વરખ લગાડી અને સેટ થવા મૂકી દેશો અને સેટ થતાં એક થી બે કલાક જેવું થશે અને પછી આપણે તેના ઢેફલા (પિસ) લેવા. 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા