lavang benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા રસોડામાં લવિંગનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. આમ તો આ એક પ્રકારનો મસાલો છે, પરંતુ તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. લવિંગનો ઉપયોગ દાંતના દુખાવાથી લઈને મોની દુર્ગંધની સમસ્યા દૂર કરવા માટે સેવન કરવામાં આવે છે.

આ જ કારણ ના લીધે લોકો હંમેશા પોતાની સાથે લવિંગની રાખે છે. લવિંગમાં વિટામિન ઇ, વિટામિન સી, ફોલેટ, વિટામિન એ, વિટામિન ડી, ઓમેગા 3 ફેટી એસિડ વગેરે ગુણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં યુજેનોલ જોવા મળે છે, જે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા અને તણાવ ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. દિવસ સિવાય, રાત્રે તેનું સેવન કરવાના ઘણા ફાયદા હોય છે. આ લેખમાં, રાત્રે લવિંગ ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.

દાંતમાં દુખાવો : તમે સાંભળ્યું જ હશે કે લવિંગના તેલનો ઉપયોગ દાંતના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે થતો હોય છે. આ એક ઘરગથ્થુ ઉપાય છે, જે ઘણી વખત આપણા ઘરે કરવામાં આવે છે. જો દાંતના દુખાવા, પેઢામાં સોજો જેવી સમસ્યાઓ વારંવાર રહેતી હોય, તો પછી રાત્રે સૂતા પહેલા લવિંગનું સેવન કરો. નિયમિત લવિંગનું સેવનથી સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે.

તણાવ ઓછો કરે છે : જો તમે ડિપ્રેશનની સમસ્યાથી પરેશાન છો તો લવિંગનું સેવન અવશય કરો. તે તણાવ ઘટાડીને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે અને લવિંગના સેવનથી યાદશક્તિ પણ વધે છે. જે લોકોને હાથ -પગ ધ્રુજવાની સમસ્યા હોય છે, તેઓએ રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ખાવી જ જોઇએ. તેઓને ટૂંક સમયમાં સમસ્યામાંથી છુટકારો મેળવશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે : રાત્રે સૂતા પહેલા લવિંગનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે . આ સિવાય લવિંગ શરદી, સાઇનસ અથવા અન્ય વાયરલ ઇન્ફેક્શન સામે લડવામાં પણ મદદ કરે છે. જો બદલાતી ઋતુમાં ગળામાં ખરાશ કે દુખાવો શરૂ થાય તો લવિંગનું સેવન કરો. લવિંગ ગળાના દુખાવામાં રાહત માટે એક ઘરેલું ઉપાય છે.

પેટની સમસ્યાઓથી રાહત : યોગ્ય આહારના અભાવને કારણે, આજકાલના ઘણા લોકો પેટ સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ખૂબ જ નાની ઉંમરે એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ શરૂ થઇ રહી છે. ખાસ કરીને તે લોકોમાં જેમનું પાચનતંત્ર યોગ્ય નથી. તે ખૂબ જ ઝડપથી આવી મુશ્કેલીઓમાં ફસાઈ જતા હોય છે. પાચન તંત્રને સુધારવા માટે રાત્રે લવિંગનું સેવન ફાયદાકારક છે.

ખીલ માટે ઘરેલું ઉપચાર : ખીલ પાછળનું કારણ ઓઈલી સ્કિન અથવા બીજી કોઈ સ્કિન સમસ્યા નથી. હકીકતમાં ક્યારેક પેટ સાફ ન થવાને કારણે ચહેરા પર ખીલ થવા લાગે છે. લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. એટલું જ નહીં, લવિંગમાં એક પ્રકારનું સેલિસીલેટ હોય છે, જે ખીલને થતા અટકાવે છે.

રાત્રે લવિંગનું સેવન કેવી રીતે કરવું : લવિંગને હૂંફાળા પાણી સાથે ચાવવું અને પછી ગળી જવું. દરરોજ રાત્રિભોજન પછી, સૂતા પહેલા તેનું સેવન કરો. ધ્યાનમાં રાખો કે તમારે દરરોજ રાત્રે માત્ર 2 લવિંગનું સેવન કરવાનું છે. વધારે પડતું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા