kuvadiya seeds
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઈશું કોફી પીવાથી શરીરને થતુ નુકશાન અને કોફીને બદલે કોફી જેવો જ સ્વાદ અને સુગંધ ધરાવતા આયુર્વેદિક બીજ ની કોફી પીવાથી શરીરને થતા ફાયદાઓ વિશે જોઈશું. જો તમને અમારી આ માહિતી સારી લાગે તો કોમેન્ટ માં જરૂર થી જણાવજો અને સાથે શેર કરવાનું તો ભુલતા જ નહીં.

કોફી સ્વાદ અને સુગંધ એવી છે કે જેના કારણે લોકો વારંવાર પીવા માટે લલચાય છે. કોફી માં રહેલું કેફીન મગજમાં જ્ઞાનતંતુઓને ઉત્તેજે છે જેથી તેની આદત પડી જાય છે. કોફી સ્ફૂર્તિ આપવાની સાથે તેમાં રહેલું કેફીન મગજના જ્ઞાનતંતુને નબળા બનાવે છે. જેથી યાદશક્તિ ઘટી જવાની, ઊંઘ ન આવવાની અને થાક લાગવાની ફરિયાદ રહે છે.

કોફીમા રહેલુ કેફીન પાચન ક્રિયાને ધીમી બનાવે છે જેથી કોફી પીવાથી કબજિયાત રહે છે. કોફી બ્લડપ્રેશરને વધારી હાર્ટ એટેકનું જોખમ વધારે છે. પણ જો કોફીના બદલે તેના જેવા જ સ્વાદ અને સુગંધ ધરાવતી આયુર્વેદિક બીજ માંથી બનતી કોફી પીશો, તો બજારની કોફી ભૂલી જશો.

કુવાડિયો નામની વનસ્પતિના બીજ ને સુકવી અને શેકવીને પાઉડર બનાવી કોફી તરીકે વાપરવાથી બજારમાં મળતી કોફી જેવો સ્વાદ આવે છે. સાથે તે કોફીની જેમ નુકસાન કરવાના બદલે શરીર ને ફાયદો અપાવે છે. કુવાડીયાના બીજ મેથીના દાણાને જેવા જ લાગે છે જે સીંગ રૂપે આવે છે અને તેને ખોલતા બીજ રૂપે નીકળે છે.

કુવાડીયાના બીજ પ્રોટીનથી ભરપૂર છે. કુવાડીયાના બીજ રંગમાં લીલાશ પડતાં કે પીળાશ પડતા બ્રાઉન અને ઘણીવાર ઘેરા કોફી રંગના પણ જોવા મળે છે. જેને સુકવીને શેકિલઈ પાવડર બનાવી કોફી ની જગ્યાએ દૂધમાં નાખીને ઉકાળીને પીવાથી, એકદમ કોફી જેવો સ્વાદ અને સુગંધ આવે છે.

બજારમાં મળતા કોફીના પાવડરથી કબજિયાત થાય છે. જ્યારે કુવાડીયા ના બીજ ની કોફી પીવાથી કબજિયાત દૂર થાય છે. કુવાડીયા ના બીજ કોફી કરતાં બિલકુલ રસ્તા અને ગાંધીની દુકાને કે ઔષધિ વેચતા હોય તેમને ત્યાં આસાનીથી મળી રહે છે.

કુવાડિયા ના બીજ ની કોફી પીવાથી કે પાઉડરને ચૂર્ણ તરીકે લેવાથી પાચન શક્તિ વધે છે. જેથી તે ગેસ અને અપચાની ફરિયાદને મટાડે છે. આ બીજનું ચૂર્ણ કે કોફી પીવાથી હાઈ બ્લડ પ્રેશરની તકલીફ દૂર થાય છે. તે કોલેસ્ટ્રોલ તેમજ ટ્રાયગ્લીસરાઇડ ને ગટાડી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

કુવાડીયાના બીજનું ચૂર્ણ કે કોફી મેટાબોલિઝમ વધારે છે. જેથી નિયમિત થોડા સમય સુધી પીવાથી વજનમાં ઘટાડો થાય છે. તે આંતરડાની કાર્યક્ષમતા વધારે છે જેથી કબજિયાત મટાડે છે, સાથે જ શરીરમાં ચરબી ને જમા થતી અટકાવે છે. કુવાડિયાના બીજનું ચૂર્ણ લેવાથી પેટમાં કૃમિ હોય તો તે દૂર થાય છે.

ત્વચાની સમસ્યા જેવી કે ખંજવાળ વગેરેમાં ઉપયોગી છે. કુવાડિયાના બીજનું ચુર્ણ છાસમાં મિક્ષ કરીને સવાર-સાંજ લગાવવાથી દાદર દસ થી બાર દિવસમાં મટી જાય છે. કુવાડીયાના બીજનું ચૂર્ણ કે કોફી પીવાથી આંખોની સમસ્યા જેવી કે સુખી આંખો, ખંજવાળ, ઝાંખપ વગેરે દૂર થાય છે.

કુવાડીયાના બીજનું ચૂર્ણ કે કોફી નિયમિત પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે જેથી શરીરના સાંધામાં થતો દુખાવો કે સોજો મટે છે. હાથ-પગ ઠંડા રહેતા હોય કે વારે ખાલી ચડી જતી હોય તો તે પણ દૂર થાય છે. આ ઉપરાંત વાને કારણે થતો ગોઠણનો દુખાવો પણ મટે છે.

કુવાડીયાના બીજના પાઉડરમાં દહીંને મીક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ની સમસ્યા જેવી કે ખુજલી, ખોડો વેગેરે મટે છે. કુવાડીયાના બીજમાં પ્રોટીન વધારે પ્રમાણમાં હોવાથી તે વાળની લંબાઈ પણ વધારે છે. કુવાડીયાના પાનની ભાજી બનાવીને ખાવાથી તે સ્વાસ્થ્ય કે કફની ફરિયાદોને મટાડે છે

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા