kitchen tips
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે અમે તમને એવી કિચન ટીપ્સ વિશે જણાવીશું જે તમે કદાચ જાણતા નહિ હોય. આ ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો આ ટીપ્સ વિશે જાણી અને આગળ તમારે મિત્રો સુઘી આ માહિતી શેર કરવાનુ ભૂલતા નહિ.

ટિપ્સ ૧ : લીંબુ ડ્રાય થવાના કારણે અથવા લાંબા સમય સુધી ફ્રિજ માં રાખવાથી તેમાં વધારે જ્યુસ નથી નીકળતો તો, તમે વધુ રસ નીકાળવા માટે એને કોઈ બોઉલ માં લઈને ગરમ પાણી માં 2 થી 3 મિનિટ રાખો. જ્યુસ વધારે નીકળશે.

ટિપ્સ ૨ : આદુ બધાના ઘરે હોય છે. આદુની છાલ આપણે ફેંકી દેતા હોઈએ છીએ પણ, તમે તે છાલ ને ગેસ પર અથવા ઓવનમાં 1 મિનિટ માટે રોસ્ટ કરીને ક્રશ કરી લો અને સાથે 5 થી 6 ઈલાયચી ને ક્રશ કરી, બંને ને મિક્ષ કરીને ચા પત્તીમાં મિક્ષ કરી શકો છો. આમ કરવાથી જયારે ચા બનાવો છો ત્યારે એક આદુની ફ્લેવર પણ આવશે. વેસ્ટ માંથી બેસ્ટ.

ટિપ્સ ૩ : ગ્રેવી બનાવા માટે ફટાફટ ટામેટા ને પીલ કરવા હોય તો, તમે ટામેટા પર હલકા હાથે થી ચપ્પાની મદદ થી X આકાર નો કટ કરી લો. (ટામેટા ને વધારે કાપવાનું નથી). એક બાઉલ માં પાણીમાં આ ટામેટા ને એડ કરો અને 2 મિનિટ માટે માઇક્રોવેવ ઓવન માં મૂકી દો. આ પ્રોસેસ તમે ગેસ પર પણ કરી શકો છો.

ટિપ્સ ૪ : લીલાં મરચાને કાપતી વખતે, મરચા તીખા હોય તો હાથ માં જલન થવા લાગે છે તો, થોડું રાઈનું તેલ લગાવી લો. આમ કરવાથી હાથ માં જલન થતી તરત જ બંદ થઇ જશે.

ટિપ્સ ૫ : વધારે પ્રમાણમાં આદુ ને સુધારીને તમે ફ્રિજમાં મુકો છે અને થોડા દિવસ પછી ડ્રાય થઇ જાય છે તો, તમે એક એર ટાઈટ કન્ટેનરમાં પાણી ઉમેરીને આ કાપેલા આદુના ટુકડાઓને એડ કરીને કન્ટેનર ને બંદ કરીને ફ્રિજ માં મુકો. આદુ ફ્રેશ રહેશે. આ પાણી ને 2 દિવસમાં એક વાર ચેન્જ કરી લેવું.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા