kitchen tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

(1) દાળ ને ટેસ્ટી બનાવવા માટે, કોઈ પણ દાળ ને બોઈલ કર્યા પેહલા, દાળને એક વાર પેનમાં 2 મિનિટ માટે રોસ્ટ કરી લો, જેમ સોજી ને કરતા હોઈએ છે તે રીતે અને જો રેસ્ટોરન્ટ જેવી દાળ બનાવવા માંગતા હોય તો, તમે છેલ્લે દાળ માં કસૂરી મેથી, થોડું બટર અથવા ઘી ઉમેરો.

(2) ભાતને છુટ્ટા અને ધોળા બનાવવા માટે, તમે ભાત માં જયારે ઉભરો આવે ત્યારે ચોથા ભાગનું લીંબુ નીચોવી લો. આમ કરવાથી ભાત એક-દમ સફેદ બનશે.

(3) લસણનો એરોમા ( સુગંધ ) બહુ જ સ્ટ્રોંગ હોય છે. લસણ ને તમે બે રીતે ઉપયોગ માં લઇ શકો છો. એક તો લસણને નાના ટુકડા માં કાપી શકો છો અને બીજી રીત, તમે લસણને ખાંડણીમાં ક્રશ કરી શકો છો. જયારે તમને લસણ નો સ્વાદ વધારે જોઈતો હોય તો તમે ક્રશ કરેલું અને લસણ નો સ્વાદ ઓછો જોઈતો હોય તો તમે સમારેલ લસણનો ઉપયોગમાં લઇ શકો છો.

(4) જો તમારી જોડે શાકમાં નાખવાનો મસાલો ન હોય તો, તરત જ મસાલો બનાવવા માટે, એક પેનમાં 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા , અડધી ચમચી કાળા મરી શેકી લો અને ઠંડુ થઇ ગયા પછી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરતી વખતે અડધી ચમચી આમચૂર્ણ પાઉડર ઉમેરીને ક્રશ કરી લો.

(5) જયારે તમે કોઈ ડ્રાય શાક બનાવો છો અને મીઠું વધારે પડી ગયું હોય તો, તમે થોડો ચણાનો લોટ શેકીને (ડ્રાય રોસ્ટ) ઉમેરો. તમારું શાક બરાબર થઇ જશે.

(6) જયારે તમે કોઈ ડ્રાય શાક બનાવો છો અને જો વધારે રંધાઈ ગયું હોય અને થોડી બળવાની સુગંધ આવતી હોય તો, તમે 1 ચમચી દહીં ઉમેરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “દરરોજ ઉપયોગમાં આવે તેવી 6 કિચન ટીપ્સ”