kitchen tips for working moms
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે તમને જણાવીશું એવી નાની 5 કુકીંગ ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવી શકે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ.

ટિપ્સ 1 : કિચન માં કબાટ, કિચન કાઉન્ટર અથવા ટાઇલ્સ ને ક્લીન કરવા માટે સ્પ્રે બનાવની રીત, એક બોટલ માં ગરમ પાણી લો, તેમાં 2 ચમચી ડીશ વોશર, અડધી ચમચી બેકિંગ પાઉડર અને થોડું વિનેગર એડ કરીને બરાબર મિક્સ કરી લો.

ટિપ્સ 2 : કોઈ પણ ચિનાઈ માટી ના કપ, જાર અથવા બીજા કોઈ પણ વાસણના તળિયે પીળા કલર ના ડાઘ હોય છે તો તેને દૂર કરવા, એજ વાસણમાં થોડો બેકિંગ પાઉડર અને થોડું પાણી નાખીને પેસ્ટ બની જશે પછી તેને બ્રશ ની મદદ થી ઘસી ને સાફ કરીને વોશ કરી લો.

ટિપ્સ 3 : ચા ની ગરણી ને એકદમ બજારમાં થી લાવીએ તેવી કરવા માટે બાઉલમાં ગરમ પાણી લો તેમાં થોડું ડીશ વોશર નાખીને 20 મિનિટ સુધી ડબોળી ને રાખો પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

ટિપ્સ 4 : ઘણી વાર ઈસ્ત્રી નો નીચે નો ભાગ કપડું બળવાથી અથવા બીજા કારણ થી નીચે નો ભાગ કાળો થઇ જતો હોય છે તો તેના માટે, એક ન્યૂઝ પેપર લો અને તેના પાર મીઠું ને પાથરી લો. ( પેપર પર મીઠા ને ફેલાવી લો).

ઈસ્ત્રી ને ગરમ કરીને મીઠા પર 5 મિનિટ ઘસો. પછી ઇસ્ત્રીને ચોખ્ખા કપડાં થી સાફ કરી લો. ઈસ્ત્રી ક્લીન થઇ જશે પહેલા જેવી નવી દેખાવા લાગશે.

ટિપ્સ 5 : ગેસ નું બર્નર હોય છે જે વધારે ગરમ થવાના કારણે કાળું થઇ જાય છે અને આપણે ડિટર્જન્ટ થી ઘસીને થાકી જઇયે છીએ પણ ક્લીન નથી થતું તો તેના માટે. એક બાઉલમાં બર્નર ને મુકો.

તેમાં બર્નર ડૂબે તેટલો વાઈટ વિનેગર એડ કરો અને અડધી ચમચી બેકિંગ પાઉડર એડ કરો. (અહીંયા બેકિંગ સોડા નથી લેવાનો ). 40 થી 45 સુધી રહેવા દો પછી ચોખ્ખા પાણી નથી ધોઈ લો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા