kitchen tips for cooking in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં ખાવાનું બનાવતી વખતે, જો આપણે એવી કેટલીક ટિપ્સ જાણતા હોય જેનાથી આપણું કામ સરળ થઈ જાય, તો તે આપણા માટે વરદાન જેવું લાગશે. આવી સ્થિતિમાં, આપણે હંમેશા વિચારીએ છીએ કે જો આપણે રસોડાની આવી કેટલીક ટિપ્સ વિશે જાણતા હોત, તો આપણે આપણી રસોઈ અને જીવન સરળ બનાવી દીધું હોત.

આખો દિવસ રસોડામાં વ્યસ્ત રહેવાને બદલે, આપણે તે સમય બચાવી શકીએ છીએ અને તેને કોઈ બીજા કાર્યમાં વિતાવી શકીએ છીએ. તો હવે તમારી સમસ્યા હલ કરવા માટે, અમે તમને રસોડા સાથે જોડાયેલી કેટલીક મહત્વની ટીપ્સો જણાવી રહ્યા છીએ.

લીલા શાકભાજી રાંધતી વખતે તેમાં એક ચપટી ખાંડ ઉમેરો, રાંધ્યા પછી પણ શાકભાજીનો રંગ લીલો જ રહેશે. ભીંડી નું શાક બનાવતી વખતે, થોડો લીંબુનો રસ અથવા 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરો, તેનાથી ભીંડા નું શાક ચીકણું બનશે નહીં.

જો ઈંડું તૂટી ગયું હોય અને તેને બાફવું હોય તો જે પાણીમાં તમે આ ઈંડાને બાફવાના છો તેમાં થોડું વિનેગર ઉમેરો. આમ કરવાથી ઇંડાનું જે અંદરનું પ્રવાહી છે તે બહાર નહીં આવે. અને પછી બાફેલા ઇંડાની છાલ દૂર કરવા માટે, તેને થોડા સમય માટે ઠંડા પાણીમાં રાખો, તેની છાલ સરળતાથી ઉતરવા લાગશે.

જો તમે પનીરનું શાક બનાવી રહ્યા છો, તો તેને તેલમાં ફ્રાય કરવાને બદલે, તેને ઉકાળેલા પાણીમાં થોડીવાર માટે મૂકો, તે પનીરને વધુ સોફ્ટ અને સ્પંજી બનાવશે. સોફ્ટ ઈડલી બનાવવા માટે બેટરની સાથે થોડા ભાત પીસીને ઉમેરી લો, આમ કરવાથી ઈડલી બિલકુલ નરમ બનશે.

આ પણ વાંચો: દરરોજ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ

બ્રેડના વાસણમાં આદુના થોડા ટુકડા મુકવાથી બ્રેડ લાંબા સમય સુધી નરમ અને તાજી રહે છે. પુરી અથવા ભજિયાને તળતી વખતે તેલમાં એક ચપટી મીઠું ઉમેરો, આ પુરી અથવા ભજિયાને ઓછું તેલ શોષવામાં મદદ કરશે અને આ માત્ર તેલ બચાવશે નહીં, પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે.

બટાકાની ચિપ્સ બનાવવા માટે, બટાકાને કાપીને તેને લગભગ અડધો કલાક ઠંડા પાણીમાં રહેવા દો, પછી તેને ડીપ ફ્રાય કરો, આમ કરવાથી બટાકાની ચિપ્સને ખૂબ ક્રિસ્પી બનાવશે.

કારેલાની કડવાશ દૂર કરવા માટે, તેને કાપ્યા બાદ તેમાં થોડું મીઠું નાખીને લગભગ અડધો કલાક રહેવા દો. પછી તેનું શાક બનાવો, તે શાક કડવું નહીં બને.

જો તમે ભજીયા બનાવવા માટે ચણાનો લોટ તૈયાર કરી રહ્યા છો, તો તેને ચકાસવા માટે, આ બેટરના થોડા ટીપા એક કપ પાણીમાં નાખો. જો બેટર તરવાનું શરૂ કરે છે, તો સમજવું કે બેટરની ઘટ્ટતા યોગ્ય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા