khakhra banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ગુજરાતી ખાવાના શોખીન છો ખાખરા ચોક્કસથી પસંદ હશે. જે રીતે મઠ્ઠી અથવા બીજા નાસ્તા ભારતના દરેક રાજ્યમાં પ્રખ્યાત છે તેવી જ રીતે ગુજરાતી લોકો ખાખરા ખાવાનું પસંદ કરે છે. જો તમને પણ ગુજરાતી ફૂડ, ઢોકળા જેવા નાસ્તા ખાવા ગમતા હોય તો ખાખરા પણ તમને ગમશે.

જો તમને ખાખરા ખાવાનું પસંદ હોય તો ખાખરા ખાવા હોય તો બજારમાં જવાની જરૂર નથી, તમે તમારા ઘરે જ ખાખરા બનાવી શકો છો. તમે કોઈપણ રાજ્યમાં કે કોઈપણ દેશમાં રહેતા હોય પરંતુ ખાખરાની આ રેસીપી જાણીને તમે ઘરે સરળતાથી આ ગુજરાતી નાસ્તો બનાવી શકો છો .

અમે તમને ગુજરાતી મસાલા ખાખરા બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, જે લોકોને ભારતીય મસાલાનો સ્વાદ ગમે છે તે લોકો તેમના ઘરે ગમે ત્યારે મસાલા ખાખરા બનાવીને ખાઈ શકે છે.

ખાખરા દેખાવમાં પાપડ જેવો હોય છે, પાતળો પરાઠા જેવો ક્રિસ્પી ખાખરાને લોકો ચા સાથે વધારે ખાવાનું પસંદ કરે છે. તો ખાખરા બનાવવા માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડશે અને તેને બનાવવાની સાચી રીત કઈ છે, તો ચાલો બનાવવાની રીત જોઈએ.

ખાખરા બનાવવા માટે સામગ્રી : બેસન 2 ચમચી, ઘઉંનો લોટ 1 કપ, તેલ 2-3 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, અજમો 1/4 ટીસ્પૂન, હીંગ 1 ચપટી, હળદર પાવડર 1/4 ચમચી, જીરું 1/4 ચમચી, લાલ મરચું પાવડર 1/4 ચમચી, લીલું મરચું 1 (જીણું સમારેલું ), મીઠું સ્વાદ મુજબ, દૂધ 1/2 કપ

ખાખરા બનાવવાની રીત : એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ કાઢો, તેમાં કસુરી મેથી, ચણાનો લોટ,કસૂરી મેથી , હિંગ, હળદર પાવડર, જીરું, લાલ મરચું પાવડર, બારીક સમારેલા લીલા મરચા, મીઠું અને 2 ચમચી તેલ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

હવે થોડું-થોડું દૂધ ઉમેરીને રોટલી કણક કરતા થોડી સખ્ત કણક તૈયાર કરો, જો જરૂરી હોય તો 1-2 ચમચી પાણી ઉમેરો. હવે કણકને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રાખો. કણક સેટ થઈને તૈયાર થઈ જશે.

આ રીતે ખાખરા વણો : કણક તૈયાર છે તો હવે તમારા હાથ પર થોડું તેલ લગાવો અને લોટને મસળી લો. કણકમાંથી નાના-નાના લોઈયા (ગુલ્લાં) બનાવો અને હવે એક લોઈ લઈને તેને સારી રીતે મેશ કરીને ગોળ બનાવો અને તેને બાઉલમાં પાછું રાખો, આ જ રીતે બધા ગુલ્લાં તૈયાર કરો. હવે એક લોઈ લઈને તેને વણવાનું ચાલુ કરો, જેવો તે ચોંટી જાય, તેને સૂકા લોટમાં લપેટો અને તેને ખૂબ પાતળો થાય ત્યાં વણીને તૈયાર કરો.

આ રીતે શેકો : ખાખરાને શેકવા માટે સૌપ્રથમ તવીને ગેસ પર મૂકીને ગરમ કરો અને જ્યારે તવી ગરમ થઈ જાય ત્યારે પાતળો રોલ કરેલો ખાખરો તવી પર મૂકો. જેવો ખાખરો નીચેથી થોડો શેકાઈ જાય એટલે તરત જ તમે તેને ફેરવી દો. હવે તેને બીજી બાજુથી પણ શેકવા દો.

સ્વચ્છ સુતરાઉ કપડા વડે ખાખરાને ચારે બાજુથી હળવા હાથે દબાવો અને તેને ધીમી આંચ પર જ શેકો. ખાખરાને જ્યાં સુધી બંને બાજુ બ્રાઉન સ્પોટ્સ ના દેખાય ત્યાં સુધી શેકો. શેકેલા ખાખરાને એક પ્લેટમાં રાખો. હવે તમે આ જ રીતે બધા ખાખરા શેકી લો.

ખાખરા તેલ લગાવીને પણ બનાવી શકાય છે. ખાખરાને વણીને તવી પર મૂકો અને બંને બાજુ તેલ લગાવીને બંને બાજુ હળવા દાગ ના દેખાય ત્યાં સુધી તે જ રીતે શેકી લો. તેલનો ઉપયોગ કરો છો તો, ખાખરાને શેકવા માટે કપડાથી અથવા વાટકીથી દબાવીને શેકી લો.

ટિપ્સ: ખાખરાને ખૂબ પાતળો વણવાથી તે ક્રિસ્પી બનશે. ખાખરાને માત્ર ધીમી અને મધ્યમ આંચ પર જ શેકો. જ્યારે ખાખરા સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય ત્યારે જ તેને કન્ટેનરમાં સ્ટોર કરો અને 6 થી 7 દિવસ સુધી ખાઓ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા