kerani chhal no upyog
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેળાની છાલ નો ઉપયોગ: જો તમને પૂછવામાં આવે કે કેળાને ખાધા પછી તેની છાલનું તમે શું કરો છો? તો તમારો જવાબ હશે કે તમે તેને ફેંકી દો છો, તો હવેથી તમારે કેળાની છાલને ફેંકી દેવાની નથી, કારણ કે કેળાની છાલ ખૂબ ઉપયોગી છે. તમે ત્વચાની સુંદરતા વધારવા અને વાળને મજબૂત કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો.

પરંતુ કેળાની છાલ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે. તમે સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. તમારે કેળાની છાલને ખાવાની જરૂર નથી પણ કેળાની છાલ ખાધા વગર ગળાના દુખાવાથી રાહત મેળવી શકો છો.

જો તમારા ગળામાં પણ શરદી અને ઉધરસને કારણે દુખાવો થઈ રહ્યો છે, તો તમે પણ આ રેસીપી અજમાવી શકો છો. રેસિપી ખૂબ જ સરળ છે અને તમને તેનાથી કેટલો ફાયદો થશે, તે રેસીપી અજમાવ્યા પછી જ ખબર પડશે.

હવે જાણીએ કે કેળાની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો: સૌ પ્રથમ તમારે કેળાની છાલને ચાર ભાગમાં કાપવી. તમે જૂના કેળાની છાલનો પણ ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ જૂના કેળાની છાલમાંથી વાસ આવશે, તેથી કેળાની નવી છાલનો જ ઉપયોગ કરવો વધુ સારું રહેશે.

હવે ગેસ પર પેન મૂકો અને તેના પર કેળાની છાલ ગરમ કરો. ધ્યાનમાં રાખો કે તમારે કેળાની છાલને ઊંચા તાપે પર ગરમ કરવાની જરૂર નથી. જ્યારે કેળાની છાલ ગરમ થઈ જાય, ત્યારે તમારે ટુવાલ અથવા સુતરાઉ કાપડ લેવું. આ કાપડમાં તમારે ગરમ કેળાની છાલ લપેટી અને પછી કાપડને ફોલ્ડ કરવું.

તે પછી તમે આ કપડાને તમારા ગળામાં લગાવી દો. જો કાપડ એટલું મોટું હોય કે તમે તેને તમારા ગળામાં લપેટી શકો, તો તે વધુ સારું છે. આ સાથે, તમારે ધ્યાનમાં રાખવું કે તમારી ત્વચા કેળાની છાલની ગરમીનો સામનો કરી શકે છે કે નહીં.

તમારી ત્વચા જેટલી ગરમીનો સામનો કરી શકે તે પ્રમાણે ગળામાં લગાવવું. હવે, જ્યાં સુધી કપડું ગરમ ​​હોય ત્યાં સુધી ગરદનના ભાગ પર શેક કરતા રહો.

સાવચેતી રાખવી: 1) આ રીતનો ઉપયોગ તમારે ત્યારે જ કરવો જ્યારે તમને શરદી અને ઉધરસને કારણે ગળામાં દુખાવો થતો હોય. જો તમને ગળાને લગતી અન્ય કોઈ સમસ્યા કે તકલીફ હોય, તો તમારે આ રીતનો ઉપયોગ ન કરવો.

2) કેળાની છાલથી ગળાનો શેક કર્યા પછી, તમારે થોડા સમય માટે ગળાને બીજા કપડાથી કવર દેવું. 3) કેળાની છાલથી ગળાનો શેક કર્યા પછી ઠંડુ પાણી ન પીવું. ઠંડુ પાણી પીવાથી તે ગળાની સંપૂર્ણ અસરને ઉલટાવી દેશે.

કેળાની છાલનો ઉપયોગ તમે આ માટે પણ કરી શકો છો. 1) આંખોના થાક દૂર કરવા માટે: કેળાની છાલ રેફ્રિજરેટરની અંદર રાખો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને આંખો પર લગાવો.

2) પગમાં દુખાવો : જો તમને પગમાં દુખાવો થઈ રહ્યો હોય અને તમે શેક કરવા માંગતા હોવ તો કેળાની છાલને ગરમ કરો અને તેને કપડામાં બાંધી લો અને પછી તેનો શેક કરો. 3) જો તમને કોઈ ઘા થયો હોય અને તેમાં સોજો આવી ગયો હોય, તો તમે ઘા પર તાજા કેળાની છાલ લગાવી શકો છો.

જો તમને આ માહિતી ગમી હોય અને આવી અવનવી કિચન ટિપ્સ, રેસિપી, હેલ્થ ટિપ્સ, બ્યુટી વગેરે માહિતી ઘરે બેસી જાણવા અને વાંચવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા