આજે આપણે એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઈલ, ક્રિસ્પી, ચટાકેદાર, સ્પાઈસી દેખતાજ ખાવાનું મન થાય એવો વધારેલો રોટલો બનાવિશું. આ રોટલો એકદમ ઝડપથી બની જાય છે. જો બાળકોને રોટલો નાં ભાવતો હોય તો તમે આ વઘારેલો રોટલો નાસ્તા માં પણ આપી શકો છો. તો રેસિપી જોઇલો અને રેસિપી સારી લાગે તો શેર અને કૉમેન્ટ કરવાનુ ભુલતા નહીં.
સામગ્રી :
- ૨ રોટલા
- ૨ વાટકી ખાટી છાસ
- ૨ ચમચા તેલ
- ૧/૨ ચમચી રાઈ
- ૧/૨ ચમચી જીરું
- ૧ નંગ સુકું લાલ મરચું
- ૧ નંગ લીલું મરચું
- ૧ ચમચી વાટેલ/ઝીણું સુધારેલ લસણ
- ૧ તમાલપત્ર
- લીમડાના પાન
- ૨ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી હળદર
- ૧ ચમચી ધાણાજીરું
- મીઠું
- સમારેલ કોથમીર
બનાવાની રીત :
- સૌ પ્રથમ રોટલો બનાવીને રાખી લેવો અથવા જમતા વધ્યો હોય તો તેનો ઉપયોગ કરવો. રોટલાને મસળી લેવો અથવા નાના નાના ટુકડા કરી લેવા.
- એક કડાઈમાં તેલ મૂકી રાઈ તતડે એટલે જીરું, લીમડો, સુકું લાલ મરચું, તમાલપત્ર, લસણ, હળદર નાખી દહીં કે છાસ મિક્ષ કરવી.
- હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને રોટલો નાખી હલાવી લેવું. તેલ છુટું પડે અને રોટલો-છાસ બરાબર મિક્ષ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- કોઈકને થોડોક રસાવલો ભાવે તો તે પ્રમાણે છાસ વધારે નાખવી.કોઈકને કઠણ ભાવે તો ગેસ પર વધારે વાર રાખવો અને હલાવતા રહેવું. ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરવું.
- તો તૈયાર છે ગરમ ગરમ રજવાડી રોટલો.
તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો: રસોઈ ની દુનિયા.