karachali door karva mate facewash
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક સ્ત્રીની એવી ઈચ્છા હોય છે કે તેની ત્વચા હંમેશા કરચલી મુક્ત રહે. આ માટે મહિલાઓ અનેક ઉપાયો કરતી હોય છે. આ માટે તે બજારમાં મળતા હજારો રૂપિયાની પ્રોડક્ટથી લઈને બધા જ ઘરેલું ઉપચાર અજમાવતી હોય છે, પરંતુ તેમ છતાં તેનું કોઈ પરિણામ મળતું નથી.

આવી સ્થિતિમાં ચહેરાની કરચલીઓ ઓછી કરવામાં ફેસ વોશ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે બધા બજારમાંથી વિવિધ પ્રકારના ફેસ વોશ ખરીદીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે બધામાં કેમિકલ્સ હોવાને કારણે ત્વચા પર બીજી પણ ઘણી આડઅસરો શરૂ થઇ જાય છે.

આવી સ્થિતિમાં, તમે કરચલીઓ ઘટાડવા માટે ઘરે જ હર્બલ ફેસવોશ બનાવી શકો છો, તો ચાલો જાણીયે આ લેખમાં ફેસવોશ કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

ચહેરા પર કરચલીઓ કેમ પડે છે : જો તમારા ચહેરા પર પણ કરચલીઓ દેખાવા લાગી હોય તો તેનું મુખ્ય કારણ તણાવ અને આપણી જીવનશૈલી જવાબદાર છે. આ સાથે જ વધતી ઉંમરના કારણે પણ કરચલીઓ પડે છે. જો કે, આપણી ખાણીપીણીને કારણે પણ કોઈપણ ઉંમરના લોકોની ત્વચામાં કરચલીઓ દેખાવા લાગે છે.

ચણાના લોટ અને કાચું દૂધ : ચણાના લોટ અને દૂધમાંથી ફેસ પેક બનાવીને તમે તમારા ચહેરાને ધોઈ શકો છો. તમે તેનો ઉપયોગ ક્લીંઝર તરીકે કરી શકો છો. તેને લગાવવા માટે 1 નાની ચમચી ચણાનો લોટ અને કાચું દૂધ હાથમાં લઈને હળવા હાથે ચહેરા પર મસાજ કરો. પછી 1 મિનિટ પછી ચહેરાનેપાણીથી ધોઈ લો. જો તમે આનો રોજ ઉપયોગ કરશો તો 1 મહિનામાં તમને અસર દેખાવા લાગશે.

દહીં અને કોફી ફેસ વોશ : દહીં અને કોફીનું મિશ્રણ માત્ર ત્વચાને જ સાફ કરતું નથી, તે તેની સાથે ચહેરાની કરચલીઓ ઘટાડવામાં પણ મદદરૂપ છે. તમે દહીં અને કોફીને પણ મિક્સ કરીને તેને ફેસવોશ તરીકે ચહેરા પર લગાવી શકો છો.

તેને લગાવવા માટે, 1 ચમચી દહીં અને કોફીને સારી રીતે મિક્સ કરો અને તેને ફેસવોશની જેમ ચહેરા પર લગાવો. આ પછી ચહેરો પાણીથી ધોઈ લો. તમારી ત્વચા સારી રીતે સાફ થઇ જશે.

એલોવેરા જેલ અને દૂધ : એલોવેરા જેલ અને દૂધનું મિશ્રણ, આપણા ચહેરા પર ખીલ અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેને લગાવવા માટે 1 ચમચી એલોવેરા જેલ અને દૂધને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. પછી પાણીથી ચહેરો ધોઈ લો.

તો તમે પણ આ રીતે ફેસવોશ તરીકે આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે અને આવવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા