kamar no dukhavo in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

કમરમાં દુખાવો કેમ થાય છે. તેના કારણો અને તેના ઘરેલુ ઉપાય વિશે જોઇશુ. તમે તમારા ઘરમાં ઘણા લોકોને અથવા તો બહાર લોકોને  ઘણીવાર તમે કમરના દુખાવાથી પીડાતા જોયા હશે. તો તમને જણાવી દઉંએ કે સૌથી ભયાનક અને સામાન્ય દુખાવો છે તે કમરનો દુખાવો છે. અત્યારે જરૂર નથી કે આ સમસ્યા ફક્ત મોટા લોકોને થાય, પરંતુ હવે કોઈપણ ઉંમરના લોકોને પણ થઈ શકે છે.

કમરના દુખાવાથી કોઈ પણ પ્રભાવિત થઈ શકે છે .મોટાભાગે વધતી જતી ઉંમર અને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આપણી રોજની લાઇફ અને જે અત્યારે એડવાન્સ ટેકનોલોજી બધુ વધી ગયું છે, તેના વધુ ઉપયોગ થી યંગ યુવાન લોકોને પણ કમરનો દુખાવો થાય છે. તેમાંથી કોઈ બાકાત નથી. કમરના દુખાવા પર ફક્ત કાબૂ કરવો જરુરી છે. કમરના દુખાવાથી બચવા માટે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું જે તમને તેનાથી છૂટકારો અપાવશે .

વજન વધે : કમરના દુખાવા નું કારણ શરીરનું વજન વધે તો પણ તમને કમરનો દુખાવો થઈ શકે છે. તમને જણાવી દઉંએ કે તમારા શરીરનું વજન વધી ગયું હોય તો તમને આ સમસ્યા થઈ શકે છે. કારણ કે વજન વધવાની અસર કમર પર સીધી થાય છે. તેના લીધે આ પ્રૉબ્લેમ થઈ શકે છે.

માસપેશીઓમાં તણાવ :  તમે ક્યારેક એવુ કામ કરો છો જે કામ તમે કરતા નથી અથવા તો તમે ઉતાવળ માં કરો છો. કામ કરતી વખતે ક્યારેક ક્યારેક તમારા મસલ્સ ખેંચાઇ જાય છે જેના લીધે તેને આ પ્રોબ્લેમ થાય છે અને કમરના દુખાવાનું કારણ બની જાય છે. ભારે વજન ઉપાડવું:  જો તમે ક્યારેક ભારે વજન ઉપાડી લીધું હોય તો પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે એટલા માટે તમારી ક્ષમતા અનુસાર જ વજન ઉપાડો. એનાથી પણ તમે કમરના દુખાવાની સમસ્યાથી બચી શકો છો .

ખોટી રીતે ઊંઘવું : તમારી સૂવાની રીત ખોટી હોઈ શકે છે જેના લીધે પણ અમને પ્રોબ્લેમ થઈ શકે છે. ક્યારેક ક્યારેક તમે ઊંઘી પોઝિશનમાં સૂઈ જતા રહો છો એટલે કે તમારા શરીરને ઊલટી દિશામાં સૂઈ જતા હોય .છે તેનાથી પણ આ કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ખોટી રીતે ઊભા થવું, મળવું અને બેસવું.  તમે તમારા દરરોજ જીવનમાં કેવા કામ કરો છો, તેના પર પણ નિર્ભર કરે છે.

તમે કેવી રીતે ઉઠો છો, અથવા તો વળો છો. તમને જણાવી દઉંએ કે ત્રણેય ક્રિયાઓ કરવાથી તમારા માટે કમરના દુખાવાનું કારણ બની શકે છે. એટલે તમારે ઉઠતી વખતે, બેસતી વખતે, અને વળતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

હવે જાણીએ ઘરેલુ ઉપાય (kamar no dukhavo in gujarati):  સરસવનું તેલ અને લસણ:  સરસવનું તેલ આપણને કોઈ પણ દુકાનમાંથી સરળતાથી મળી જાય છે. જો તમને કમરમાં દુખાવો હોય તો સરસવનું તેલ અને લસણ કમરના દુખાવાને ઓછો કરવા માટે બહુ જ ઉપયોગી છે.  કેવી રીતે ઉપયોગ કરશો?  ૫-૬ ચમચી તેલ લઈ અને ૬-૭ લસણની કળીઓ લઈએ હવે તેને ગરમ કરી. તેને ત્યાં સુધી ગરમ કરતા રહો જ્યાં સુધી કરીઓ કાળી ના થઈ જાય. હવે તેને ઠંડી પડવા દો. ઠંડી થયા બાદ તેને દુખાવા ની જગ્યા પર માલિશ કરો. આ તેલની માલિશ કરવાથી તમારા કમરનો દુખાવો ઓછો થઈ જશે.

ગરમ પાણી નો શેક: તમને કમરમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીનો શેક કરવો જોઈએ. તમે ઈચ્છો તો બોટલમાં પણ ગરમ પાણી ભરો અને તમારી કમર પર ફેરવી શકો છો. આપણી પાસે ગરમ પાણીની થેલી હોય છે તેમાં પણ તમે ગરમ પાણીનો શેક કરી શકો છો અને દુખાવાથી આરામ મેળવી શકો છો.

સોલ્ટ ગરમ તથા ઠંડા:  જો તમને કમરનો દુખાવો મળતો જ નથી, તો તેના માટે ગરમ અને ઠંડા પાણીનું મિશ્રણ કરવું જોઈએ. આ પહેલા દુખાવા ની જગ્યા પર ગરમ પાણીનો શેક કરો અને તે પછી તેને એ જગ્યા પર બરફ લગાવવો જોઈએ.

ગરમ મીઠાનો શેક: તમને જણાવી દઉંએ કે ગરમ મીઠાનો શેક ખૂબ જ ઉપયોગી છે.  તમારે મીઠાને ગરમ કરવું પડશે અને કોઈ કપડાં અથવા ટુવાલ લપેટીને તેના વડે શેક કરવાનો રહેશે. આમ કરવાથી કમરના દુખાવામાં રાહત મળી જશે. આ હતા કમરના દુખાવા ના ઉપાયો. ઘરેલુ ઉપાય કરવાથી તમને જરૂર રાહત મળશે તથા કમરનો દુખાવો મટી જશે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “કમરના મણકાના દુખાવાથી પીડિત લોકો માટે ખાસ ઘરેલુ ઉપાય | kamar no dukhavo in gujarati”