kachi keri baflo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમારી સાથે શેર કરીશું કાચી કેરી નો બાફલો (Kachi keri baflo). આ કાચી કરી ના બાફ લાને એક વાર બનાવીને આખા ઉનાળા માટે સ્ટોર પણ કરી શકાય છે. આ ને આપણે કાચી કરી નું શરબત પણ કહીએ છીએ.

સામગ્રી:

  • ૫ નંગ કાચી કરી (૫૦૦ ગ્રામ )
  • મીઠું, સંચળ, શેકેલું જીરું,
  • એક આખો કપ ગળી સાકર (ખાંડ પણ લઈ શકાય)

બનાવાની રીત:

  • સૌ પ્રથમ એક કુકળ લો.એમાં થોડું પાણી એડ કરો અને કાચી કરી એડ કરો. આ કરીને બાફવા મૂકવાની છે ( કેરી ને વચ્ચે થી ઉભો કાપો પાડી લેવો જેથી બાફવા માં સરળતા રહે). હવે ૨ વિસલ વાગે ત્યાં સુધી બાફવા મૂકી દેવી. હવે ચીપિયા ની મદદ થી કેરી ને એક અલગ પ્લેટ માં કાઢી લઈશું.

kachi keri baflo

  • હવે આ કૂકળ માં વધેલા પાણી ને પણ છેલ્લે વાપરવાનું હોવાથી ફેંકી ન દેવું.કાચી કેરી ને છાલ કાઢી લેવી અને બધી કેરી નો હાથ ની મદદ થી પલ્પ કાઢી લેવો.
  • હવે સાકર ને મિક્સર ની જાર માં પાઉડર બનાવી લો. પછી એજ જાર માં પલ્પ ને પણ મિક્સર મા એડ કરી લો. હવે  એક ચમચી શેકેલા જીરું નો પાઉડર, એક ચમચી મીઠું, અડધી ચમચી સંચળ એડ કરી લો અને છેલ્લે જે કેરી બાફતી વખતે જે પાણી વધેલું હતું એને એડ કરી લઈશું. આ બધી સામગ્રી ને મિક્ષર માં જાર માં ક્રશ કરી લો.

kachi keri baflo

  • તૈયાર છે કાચી કેરી નો બાફલો (Kachi keri baflo). હવે એને તમે કાચ ની બરણી માં ભરીને રાખી શકો છો અને ફ્રિજર માણસ માં સ્ટોર કરી શકો છો. આ કાચી કેરી ના બફલા ને તમે આખા ઉનાળા સુધી સ્ટોર કરી શકો છો.

આ પણ વાંચો:

કાજુ દ્રાક્ષ મઠો બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી

માત્ર દુધ અને ખાંડનો ઉપયોગ કરીને ઘરે બનાવો આઇસ્ક્રીમ

  • જ્યારે પણ તમે શરબત બનાવો છો ત્યારે સૌ પ્રથમ એક ગ્લાસ માં  બરફ ના ટુકડા એડ કરો, ઉપર થી સંચર પાઉડર એડ કરો, શેકેલા જીરાનો પાઉડર ( આ મસાલા ઓપ્શનપાયેl છે). હવે ૨ મોટી ચમચી કાચી કેરી નો મિક્સર તૈયાર કરેલું છે એને એડ કરો. ઉપર થી ઠંડુ પાણી એડ કરીને સર્વ કરો.
  • મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા