આજે તમને હાડકાના દુખાવા, સંધિવા ખાસ કરીને શિયાળામાં શા માટે હાડકા નો દુખાવો વધી જાય છે તેના કારણો, તેના ઉપચારો વિશે માહિતી જોઇશુ. સાંધામાં દુખાવો ઠંડીની ઋતુમાં સૌથી વધારે પરેશાન કરનાર સમસ્યાઓમાં નો એક સમસ્યા છે . આ સમસ્યા માત્ર દૂર નથી થતી પણ ગમે તે ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, એટલે કે નાનાથી લઈને મોટા સુધી ગમે તે વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. ઠંડીથી સાંધાઓ દુખે છે અને સાંધામાં દુખાવો વધે છે જેથી હરવા-ફરવામાં મુશ્કેલી પડે છે. તો આખરે કેમ ઠંડીની ઋતુમાં સાંધામાં દુખાવો વધે છે અને કેવી રીતે આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે તો તેના વિશે આજે આપણે જાણીશું.
સાંધામાં કેમ દુખાવો થાય છે તો ઉંમરની સાથે-સાથે હાડકા કેલ્શિયમ અને અન્ય ખનિજ પદાર્થો ઘટવા લાગે છે. સાંધા ની વચ્ચે એક કાર્ટિલેજ નુ એક લેયર હોય છે. જેવા આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ ત્યારે લેયર ને નરમ અને ચીકણો બનાવી નાખનાર ડુબલીકેટ ઘટવા લાગે છે. લિગામેન્ટ ની લંબાઈ અને સ્થિતિસ્થાપકતા પણ ઓછી થાય છે જેથી સાંધા જકડાઇ જાય છે. ઠંડીની ઋતુમાં સાંધાનો દુખાવો એટલે વધી જાય છે કારણકે ઠંડીના લીધે શરીરનું ઉષ્ણતાપમાન ઘટવાનું શરૂ થાય છે. શરીરમાં ઉષ્ણતાપમાન ની ઉણપ ના લીધે સાંધાની રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે એટલે કે સંકોચાવા લાગે છે જેથી સાંધા જકડાઇ જવાની સાથે દુખાવો શરૂ થાય છે.
દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવવો :- ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે હળદર અને અસ્તિ શ્રુંખલા એટલે કે હાડસાકળ નો છો બંનેનો ઉપયોગ ખૂબ જ લાભકારક રહે છે. આ વસ્તુ સાંધાના દુખાવામાં ખૂબ જ જલ્દી અસર કરે છે. ઘરેલુ નુસખા અજમાવીને સાધાની પીડાથી રાહત મેળવી શકાય છે.
હળદર નો કઈ રીતે ઉપયોગ કરવો : હળદરનો ઉપયોગ સામાન્ય રીતે હળદરનો ઉપયોગ પાચનતંત્ર સુધારવા સોજાને ઓછા કરવા અને દુખાવામાં રાહત મેળવવા માટે અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. હળદરમાં કરક્યુમિન નામનું તત્વ જોવા મળે છે જે લાંબા સમયના દુખાવાથી મુક્તિ અપાવે છે , સાથે સાંધા અને માંસપેશીઓમાં નરમાશ પણ લાવે છે. જેનાથી સાંધાની પીડા ઓછી થાય છે અને દુખાવામાં થતાં સોજાને પણ ઘટાડવામાં મદદ કરે છે. હળદર કુદરતી સંસાધનોનો નાશ કરનાર ફ્રી રેડિકલ્સને નાબૂદ કરે છે અને સાંધાના દુખાવામાં રાહત પહોંચાડે છે. રાત્રે ઊંઘતા પહેલા કાચી હળદર અને દૂધ મિક્સ કરીને ઉકાળી લો પછી દૂધ ઠંડું થતાં તેનું સેવન કરો એટલે દૂધનું સેવન કરવો. આ દૂધનું સેવન કરવાથી હાડકાના દુખાવા માંથી સંધિવાના દુખાવામાંથી આર્થ્રાઇટિસ માંથી પણ આપણે બચી શકીએ છીએ અને જો તે આપણે રોગો થયા હશે તો ધીરે-ધીરે મટવા લાગસેેે. બીજું છે અસ્તિ શ્રુંખલા આ એક આયુર્વેદિક ઔષધી છે.
હસ્તકલા ને જોડવા માટે અસરકારક દવા મનાઈ છે એના છોડમાં લાલ રંગના વટાણાના દાણા જેવા ફળ લાગે છે આ છોડની વેલ 6 મીટર લાંબી હોય છે આ છોડની ખાસિયત એ છે કે હાડકાને જોડવાની સાથે સાથે સોજો પણ ઘટે છે. આ છોડ સાંધાના દુખાવાને દૂર કરે છે અને હાડકાંને મજબૂત કરે છે. અસ્તી શૃંખલામાં સોડિયમ પોટેશિયમ કાર્બોનેટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને અનેક ગુણોથી ભરપૂર આ છોડની સરળતાથી ઘરમાં ઉગાડી શકાય છે.
આ છોડનું સેવન કઈ રીતે કરવું જોઈએ :- તો અસ્તી શૃંખલા નો રસ કાઢીને તેને સવાર-સાંજ બબ્બે ચમચી પીવાથી આપણને હાડકાના દુખાવા માંથી સંપૂર્ણ મુક્તિ મળશે પરંતુ કોઈપણ પ્રયોગ વૈદની નીશ્રા પ્રમાણે કરવો જોઇએ. તમને જે દુખાવો થાય છે તે કઈ ટાઈપ નો દુખાવો છે તે નવું ખાસ જરૂરી છે. પરંતુ આ મેં જે વાત કરી કે હાલચાલ નો છોડ ને એવું મનાય છે કે હાડકા જોડવા માટેનું મહત્વનું કામ કરે છે માટે હાડ સાંકળ નો છોડ ખૂબ જ ઉપયોગી છે.
સરગવો :- સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે તે અનેક પ્રકારના જરૂરી પોષક તત્વો વિટામિન પોટેશિયમ તથા કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે કહેવાનું છે. સરગવામાં કેળા થી ત્રણ ગણું વધારે પોટેશિયમ અને દૂધથી ચાર ગણું વધારે કેલ્શિયમ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. સરગવાને ચમત્કારી છોડ ના નામે પણ ઓળખવામાં આવે છે એના સેવનથી અનેક પ્રકારની બીમારીઓને વધતી અટકાવી શકાય છે. સરગવો આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે એમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે સાથે સાંધાના દુખાવા પણ દૂર કરે છે. સરગવાની સિંગ નું શાક ખાવાથી સાંધાના દુખાવા તથા સોજામાં લાભ થાય છે. સરગવાના પાનનો ચૂર્ણ પણ ખાઈ શકો છો તેના પાનનો ઉકાળો બનાવીને પીવાથી દુખાવામાં આરામ મળે છે સાથે નિરુપમા થતી શરદીને પણ દૂર કરે છે.
સવારના તડકાની વીટામીન-ડી નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે તડકામાં બેસવાથી સાંધાના દુખાવા અને સોજામાં રાહત મળે છે. નિયમિત એક્સરસાઈઝ અને પૌષ્ટિક આહારનું સેવન કરવાથી સાંધાની ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે છે. ખુરશી પર સતત છ-સાત કલાક બેસવાથી સાંધા જકડાઇ જવાની સમસ્યા શરૂ થાય છે તેથી ઓફિસમાં દરેક બે કલાકના અંતરે થોડું આમતેમ કરવું જોઈએ અને થોડું ચાલવું જોઈએ . ઠંડીની ઋતુમાં થતા સાંધાના દુખાવાથી મુક્તિ મેળવવા માટે શરીરને ગરમાવો જરૂરી બની જાય છે કારણ કે જ્યારે સ્કીન ઠંડી રહે છે અને પીડા વધારે અનુભવ થાય છે તેથી ઠંડીમાં ગરમ કપડાં પહેરવાં જોઈએ તો આજે અમે તમને જે વાત કરી જો આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો .