vajan ochhu karva mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે પાણી પીવાના ફાયદાઓ વિશે ઘણી વાર સાંભળ્યું હશે અને ક્યાંક વાંચ્યું પણ હશે. પાણી શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો છો તો શરીરમાં રહેલા ટોક્સિન્સ પાણીથી બહાર નીકળી જાય છે.

આ સાથે પાણી પીવાથી તમારા ચહેરા પર ચમક પણ જળવાઈ રહે છે. ઘણા લોકોને સાદું પાણી ઓછું ગમે છે તો તેઓ લીંબુ અને મધ મિક્સ કરીને પાણી પીવે છે, જેના કારણે લોકોનું એવું માનવું છે કે તેનાથી વજન પણ ઓછું થાય છે.

જો કે, આવું ડોકટરોનું પણ માનવું છે કે, જો તમે દિવસમાં 2 થી 3 વખત ગરમ પાણી પીવો છો તો તમારા મેટાબોલિઝમ રેટ ઝડપથી વધે છે અને તેનાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી પણ ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

જાપાનના લોકો પણ આ વોટર થેરાપી પર ઘણો વિશ્વાસ કરે છે અને આજે પણ તે દેશના લોકો દુનિયાના બીજા દેશો કરતા વધારે સ્લિમ દેખાય છે. તો તમે પણ વજન ઘટાડવા માટે 5 સરળ પગલાં અજમાવીને વજન નિયંત્રણમાં રાખી શકો છો.

શું છે આ જાપાનીઝ વોટર વેઈટ લોસ થેરપી ?

આ થેરાપી તંદુરસ્ત પેટ માટેની છે. પાણીની યોગ્ય માત્રા પેટ સુધી પહોંચે છે અને પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે અને પાચનતંત્રને પણ સારું રાખે છે. પાણી તમારા શરીરની ઘણી ખરાબ કન્ડિશન સ્થિતિઓને પણ સુધારે છે. જાપાનના લોકો પાણીને શરીર માટે સૌથી બેસ્ટ દવા માને છે. તો ચાલો જાણીએ જાપાનીઝ થેરાપી વિશે.

1. આ થેરાપીમાં સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા પાણી પીવું જોઈએ, તે દિવસની શરૂઆત માટે સારું છે. તમારે ખાલી પેટે લ્યુક ગરમ પાણી પીવું જોઈએ. તે તમારા શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વોને બહાલ કાઢી નાખે છે. એવું કહેવાય છે કે જો તમે સવારે ઉઠીને 4 થી 5 ગ્લાસ પાણી પી જાઓ છો તો તે તમારા મેટાબોલિક રેટને સુધારે છે અને વજન ઘટાડે છે.

2. સવારે બ્રશ કર્યા પછી પણ તમારે કંઈપણ વસ્તુ ખાતા પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તમે બ્રશ કર્યાના અડધા કલાક પછી અથવા 45 મિનિટ પછી પણ પાણી પી શકો છો. બ્રશ કર્યા પછી તરત જ નાસ્તો કરવાને બદલે પહેલા પાણી પીવું જોઈએ.

ઘણા લોકો બ્રશ કર્યા પછી તરત જ ખાવાનું શરૂ કરી દે છે પરંતુ જાપાનમાં બ્રશ કરતા પહેલા અને પછી પાણી પીવા પર વધારે ભાર મુકવામાં આવેલો છે. આ તમારા શરીરની પાચન શક્તિને સુધારવાનું કામ કરે છે. પાણી પીધાના અડધા કલાક પછી જ જે ખાવું હોય તે ખાઓ.

3. ખાવાની સાથે પાણી ક્યારેય ના પીવું જોઈએ. આ સાથે જાપાનના લોકો મને છે કે, જમ્યાના 1 કલાક પહેલા પાણી પીવું જોઈએ અને જમ્યા પછી 1 કલાક સુધી પાણી ન પીવું જોઈએ. તે તમારા મેટાબોલિક રેટ પર અસર કરે છે.

4. પાણીને હંમેશા સીપ કરીને પીવો. એક જ વારમાં અને એક જ શ્વાસે પાણીને ગટાગટ ના કરી જાઓ. આ સિવાય, એક ગ્લાસ પાણી પીધાના અડધા કલાક પછી જ તમારે બીજો ગ્લાસ પાણી પીવું. જો તમે જલ્દી જલ્દી પાણી પીતા હોય તો તે તમારા પાચનતંત્ર અને ભૂખ પર અસર કરે છે.

5. જાપાનના લોકો ક્યારેય પણ ઉભા રહીને પાણી પીતા નથી. પાણી પીવા માટે, તમારે હંમેશા પહેલા આરામથી બેસવું જોઈએ અને તે પછી જ તમારે શાંતિથી પાણી પીવું જોઈએ. જો તમે થોડા દિવસ સતત આ રીતે પાણી પીવો છો તો તમે તમારી જાતે જ ફરક જોઈ શકશો.

જો તમારે પણ વજન ઓછું કરવું હોય તો એકવાર પાણી પીવાની આ 5 જાપાનીઝ ટેકનિક અપનાવી જુઓ. તેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી, તેથી એકવાત અચૂક ટ્રાય કરો. આવી જ સ્વાસ્થ્ય સબંધિત વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા