jalebi recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જલેબી બનાવવાની રીત: શું તમને જલેબી ખુબ જ પ્રિય છે? પણ જલેબી બનાવતા નથી આવડતી? જો તમારો જવાબ ના હોય તો તમે કોઈ ચિંતા ના કરશો, આજે તમે એકદમ સરળ રીતે, ઘરે ૧૦ જ મિનીટ માં જલેબીની રેસિપી શીખી જશો. આજે અમે તમારી માટે જલેબીની રેસીપી લઈને આવ્યા છીએ, તો રેસિપી જોવાનું ભૂલશો નહી સાથે રેસિપી પસંદ આવે તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહી. તો ચલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રીઃ

  • ૧ કપ / ૧૫૦ ગ્રામ મેદા નો લોટ
  • ૪ ચમચી મકાઈનો લોટ
  • ૪ ચમચી ખાટું દહીં
  • ૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા/ ખાવાનો સોડા
  • ૧/૪ ચમચી પીળો રંગ( કલર માટે)
  • ૧૫૦ મિલી અથવા 1 કપ પાણી
  • જલેબી ફ્રાય કરવાં તેલ અથવા ઘી

ખાંડની ચાસણી બનાવવા માટે

  • ૧ કપ ખાંડ( મેદા માટે જે કપ લીધો હોય તે પ્રમાણે)
  • અડધો કપ પાણી
  • ૩ એલ.ચી
  • થોડાક કેસરી સેર
  • લીંબુનો રસ

jalebi recipe

જલેબી બનાવવાની રીત:

  1. મિક્સિંગ બાઉલમાં મેદા નો લોટ, મકાઈ નો લોટ(કોર્નફ્લોર),  દહીં, બેકિંગ સોડા, પીળો ખાવાનો કલર અને પાણી ઉમેરો. સારી રીતે ભેળવી દો.
  2. જલેબી નુ બટર હાથમાંથી જલેબી સહેલાઈથી પાડી શકાય તેટલું પાતળુ બટર બનાવી લો.
  3. બટર ૫-૧૦ મિનિટ માટે ઢાંકીને મુકી દો.
  4. હવે એક પેનમાં ખાંડ નાખો. પાણી ઉમેરો અને ખાંડ સાથે મિક્સ કરો અને બરોબર હલાવી દો.
  5. ખાંડ બરાબર ઉકળવા આવે એટલે તેમાં એલચીનો પાઉડર, કેસરનો ભૂકો અને લીંબુનો રસ નાખો.
  6. ચાસણી અડધા તાર ની બનાવવી,ચાસણી વધુ ઘટ્ટ ન બનાવવી. ચાસણી તૈયાર થયા પછી ગેસ ને બંધ કરી, ચાસણી ને ઢાંકી ને મુકો. ચાસણી ગરમ રાખો જ્યારે તમે જલેબી બનાવો.
  7. જલેબી ના બટરને બોટલ અથવા પ્લાસ્ટિકની થેલીમાં લઈ લો.
  8. એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં મધ્યમ ગેસ પર ગોળાકાર જલેબી બનાવો.
  9. બંને બાજુથી એકદમ ક્રિસ્પી જલેબી તળી લો. ગરમા ગરમ જલેબી ને તરત જ ગરમ ખાંડની ચાસણીમાં નાંખો. જલેબીને ખાંડની ચાસણીમાં ૩૦ સેકંડ થી એક મિનિટ સુધી રાખો.
  10. ખાંડની ચાસણીમાંથી જલેબી ને બહાર કાઢી દૂધ અને રબડી સાથે પીરસી શકો છો.

નોંધ લેવી

  • દહીં જલેબી માં ખટાશ લાવે છે.
  • જલેબી નું બટર એકવાર ચેક કરી લેવુ, તે વધુ કઠણ ન હોવું જોઈએ, એકદમ સરળ સહેલાઈથી જલેબી પાળી શકીએ એવુ છે કે નહી તે ચેક કરો.
  • જલેબી તળતી વખતે તેલ મધ્યમ ગરમ હોવુ જોઈએ.
  • તળેલી જલેબી સીધી ગરમ ખાંડની ચાસણીમાં નાંખો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા