jaggery benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે ક્યારેય ગોળ બનતો જોયો હોય અથવા તે જ્યાં બનતો હોય તે સ્થળની મુલાકાત પણ લીધી હોય તો તેની સુગંધથી જ તમારું મન ખુશ થઇ જતું હશે. શિયાળાની શરૂઆત થતા જ ગોળની સુગંધ ખૂબ જ આકર્ષક લાગે છે અને આ જ કારણ છે કે તેને શિયાળાની સુગંધ પણ કહેવામાં આવે છે.

ગોળનો ઉપયોગ ભારતીય ભોજનમાં લાંબા સમયથી કરવામાં આવે છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. એક રીતે જોઈએ તો ગોળ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને ખાંડની સરખામણીમાં તેને ખાવાથી ઘણી સમસ્યાથી બચી શકાય છે. તે એકદમ પૌષ્ટિક હોય છે અને જો તમે શુદ્ધ ગોળ લીધો છે તો તેનો સ્વાદ પણ અલગ હશે.

તેની કુદરતી મીઠાશને કારણે આપણે ગોળને ખૂબ જ સારો ગણીએ છીએ અને જો તમે એવા લોકોમાંથી એક છો જેમણે હજુ સુધી ગોળનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી તો ચાલો અમે તમને કેટલાક સરળ હેક્સ જણાવીએ જેનો તમે તમારા રસોડામાં ગોળનો ઉપયોગ કરી શકો છો.

1. ટામેટાની ગ્રેવીમાં ગોળ : આપણે જાણીયે છીએ કે ટામેટાં એસિડિક હોય છે અને આવી સ્થિતિમાં તે ઘણા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જો તમે ગોળનો ઉપયોગ કરી રહયા છો તો તે ટામેટાંના એસિડને થોડો ઘટાડી શકે છે.

વધારે મસાલાવાળા શાકમાં અડધી ચમચી ગોળ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે અને તે એવી વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે જેમાં થોડું વિનેગર ઉમેરવામાં આવ્યું હોય.

2. મસાલેદાર (તીખી) શાકમાં ગોળનો ઉપયોગ કરો : જો શાક ખૂબ જ બની ગયું છે અને તમારી પાસે સમય ઓછો હોય તો તમે ગરમ શાકમાં ગોળને છીણીને ઉમેરી શકો છો. આનાથી ખાવાના સમયે ગોળ બરાબર ઓગળી જશે અને શાકની તીખાશ દૂર થશે અને તેમાં એક અલગ જ સ્વાદ આવશે.

પરંતુ ધ્યાન રાખો કે ગોળ વધારે પડતો ન હોવો જોઈએ. જો તે વધારે પડતું હોય તો શાકની તીખાશ ઓછી કરવાને બદલે તે તેનો સ્વાદ બદલી નાખશે અને ગળ્યું થઇ જશે.

3. સાંભર અને રસમમાં આમલી અને ગોળ : કદાચ તમને આ ખબર નહીં હોય પરંતુ જો તમે રસમ અથવા સાંભાર અથવા કોઈપણ દક્ષિણ ભારતીય વાનગીમાં આમલી ઉમેરી રહ્યા છો તો થોડો ગોળ પણ ઉમેરી શકાય છે. આ તેના સ્વાદમાં વધારો કરે છે.

આ પણ ધ્યાન રાખો કે, જો તમે 1/2 કપ આમલીનું પાણી ઉમેરતા હોય તો અડધી ચમચી ગોળ જ ઉમેરો. આ સ્વાદ માટે હશે અને બધા મસાલા સાથે તે ખૂબ જ અનોખો સ્વાદ આપશે. ઘણા લોકો તેની સાથે લાલ મરચુંનો તડકો લગાવે છે જેથી તેમને એક વાનગીમાં ઘણી બધી ફ્લેવર મળે.

4. પ્રવાહી ગોળનો ઉપયોગ કરો : તમારે ટાઈટલ જોઈને ગભરાવાની જરૂર નથી. અહીં આપણે ગોળ અને ગરમ પાણી વિશે વાત કરી કરવાના છીએ. જ્યાં લિક્વિડ સ્વીટનરની જરૂર હોય ત્યાં તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. તમે જે ગોળ લો છો તેના કરતાં બમણું ગરમ ​​પાણી લો અને ગોળ ઓગળ્યા પછી તેનો ઉપયોગ કરો.

જેમ કે તમે મેપલ સિરપ અથવા પેનકેક વગેરેમાં મધની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો. કોર્ન સિરપ, મધ, મેપલ સીરપ, ખાંડની ચાસણીને બદલે ગોળ અને ગરમ પાણીનો ઉપયોગ કરો. આ એક ખૂબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ સાબિત થશે.

5. ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો : તમે તમારી ચામાં સફેદ કે બ્રાઉન ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. આ તમારી ચાને તરત જ સ્વસ્થ બનાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે.

ચામાં સૌથી પહેલા પાણી અને પછી ગોળ ઉમેરો જેથી તે સારી રીતે ઓગળી જાય. આ પછી તેમાં દૂધ અને બીજી બધી સામગ્રી ઉમેરો. આ રીતે ચા બનાવવાથી એક અલગ જ સ્વાદ લાવશે, જે ચાને વધારે સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ બનાવશે.

તો તમે પણ આ રીતે તમારા રસોડામાં ઘણી જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો, આવી જ વધુ માહિતી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા