dont eat these 5 things get old before your age
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

શું હવે તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી ગઈ છે? ત્વચાનું ધ્યાન રાખવા છતાં આવું દેખાય છે? તો હવે તમે શું ખાઓ છો તેના પર ધ્યાન આપવાની જરૂર છે. ઘરડા થવું એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ જીવનશૈલીના ઘણા પરિબળો તમને વહેલા ઘરડા બનાવી શકે છે.

આવું જ એક મુખ્ય પરિબળ છે જે તમને ઘરડા થતા અટકાવી શકે છે, એ છે તમારો આહાર. તમે શું ખાઓ છો તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. કોફી સાથે ખાંડની પડીકી શરૂઆતમાં આનંદ અપાવે છે પરંતુ લાંબા ગાળે તે ત્વચાને નુકસાન પહોંચાડે છે.

અમે એવા ખોરાકની યાદી લઈને આવ્યા છીએ. જેને આપણે દરરોજ ખાતા હોઈએ છીએ પરંતુ તેનું વધુ પડતું સેવન આપણી ત્વચા પર ખરાબ અસર કરી શકે છે અને તેને સાવધાની સાથે ખાવાની જરૂર છે.

ખાંડ : આપણે સૌને ડોનટ્સ અને પીણાંને વધુ પસંદ કરીએ છીએ, પરંતુ સત્ય જુણાવાની પણ જરૂર છે. આ તમામ કપકેક અને મીઠાઈઓમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે તમારા શરીરમાં કોલેજન અને ઈલાસ્ટિનને નુકસાન પહોંચાડી શકે છે.

તમારી ત્વચાને સોફ્ટ અને ચમકદાર રાખવા માટે આ 2 મુખ્ય પરિબળો હોય છે. વધુ પડતું ખાંડનું સેવન વજન વધવું, તમારી ત્વચા ઢીલી પડવી, કરચલીઓ પડવાનું અને સામાન્ય રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાનું મુખ્ય કારણ છે.

ફાસ્ટ ફૂડ : ઊંચા તાપમાને તળેલી વસ્તુઓ પણ ફ્રી રેડિકલ છોડે છે, જે આપણા શરીરના કોષોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તળેલા ખોરાકનું સેવન માત્ર તમારી ત્વચાને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ તમારી કમરની સાથે શરીરના બીજા ભાગોને પણ અસર કરે છે.

મોટાભાગના ફાસ્ટ- ફૂડમાં બિનઆરોગ્યપ્રદ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય છે. ડીપ ફ્રાય ફૂડ માટે વપરાતું તેલ તમારા સ્વાસ્થ્યની સાથે ત્વચા પર પણ ખરાબ અસર કરે છે.

વધુ પડતું મીઠું : મીઠામાં રહેલું સોડિયમ શરીરમાં પેટનું ફૂલવાનું મુખ્ય કારણ છે. તમને જણાવી દઈએ કે જે વસ્તુઓને તમે આનંદથી ખાઓ છો જેમ કે પિઝા, પાસ્તા, ચિપ્સ જેવી મોટાભાગની ખાવાની વસ્તુઓમાં વધારાનું મીઠું હોય છે, જેના કારણે કોષો સંકોચાઈ શકે છે અને ડિહાઈડ્રેશન થઈ શકે છે.

વધુ પડતું મીઠું અથવા સોડિયમ પણ તમારા ચહેરાને ફૂલેલા અને ચહેરો થાકેલો દેખાડવાનું કામ કરે છે. જો તમે પણ આ વસ્તુઓને વધુ પડતી ખાઓ છો તો, તો અકાળે ઘરડા ના દેખાવો તે માટે તેને ખાવાનું ટાળો.

સોડા : સોડા પણ ખાંડ અને કેફીનનો ભંડાર હોય છે, જે મોટાભાગે તમારા ઊંઘના ચક્રને બગાડે છે. જ્યારે તમારા શરીરને પૂરતો આરામ કે યોગ્ય ઊંઘ મળતી નથી ત્યારે તમારી ત્વચા પર વૃદ્ધત્વના સંકેતો દેખાવાનું શરુ થાય છે.

ઊંઘ અને આરામના અભાવે પણ ડાર્ક સર્કલ, કરચલીઓ પણ પડે છે. તેથી સોડા પીણાંને છોડો અને તંદુરસ્ત અને જુવાન ત્વચા મેળવવા માટે ગ્રીન ટી પીવાનું શરુ કરવું જોઈએ.

આલ્કોહોલ : રજા હોય કે કોઈ પ્રસંગ, ઘણીવાર લોકો દારૂનું વધુ પડતું સેવન કરે છે. પરંતુ નિયમિતપણે વધુ પડતા આલ્કોહોલનું સેવન આપણા લીવર પર ખરાબ અસર પડે છે. શરીરમાંથી તમામ ઝેરી તત્વોને કુદરતી રીતે બહાર કાઢવામાં લીવરની કામગીરી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જ્યારે લીવર સારી રીતે કામ નથી કરતુ અને ઝેરી તત્વોને શરીરમાંથી બહાર નથી કાઢી શકતું, ત્યારે તે લીવરમાં એકઠું થાય છે પરિણામે ત્વચાની સમસ્યાઓ ખીલ, ડિહાઇડ્રેશન અને શરીરમાં કુદરતી રીતે કોલેજનનું ઉત્પાદન ઘટે છે. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા