how to store herbs for a long time
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફુદીનો, કોથમીર, તુલસી વગેરેમાંથી જે પણ તમે ખાવાના ઉપયોગમાં લેતા હોય તેને જડીબુટ્ટીઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. તે ખાવામાં પડતાની સાથે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ સૌથી મોટું કામ તેમને ખરીદવું અને પછી તેને યોગ્ય રીતે સંગ્રહિત કરવાનું હોય છે, કારણ કે આ વસ્તુઓ ઝડપથી સુકાઈને બગડી જાય છે.

આપણામાંથી મોટા ભાગના લોકો કોથમીર લાવીને તેને ધોઈને રાખે છે અને પછી બીજા દિવસે તે સુકાઈ જાય છે. એજ રીતે ફુદીનો, તુલસી અને બીજી જડીબુટ્ટીઓ સાથે પણ આવું જ થતું હશે. જો તમે ઇચ્છતા હોય કે આ વસ્તુઓ ખરાબ ના થાય તો અમે તમને આના માટે કેટલીક ખાસ રીતો જણાવવા જઈ રહ્યા છીએ.

આ રીતે તમે લાવેલી કોથમીર બે દિવસ પછી પણ બગડશે નહીં. તમે તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકશો અને ભોજનનો સ્વાદ વધારી શકશો. તો ચાલો જાણીએ કે હર્બ્સ કેવી રીતે ખરીદવી અને સંગ્રહ કરવાની રીત :

તાજી હર્બ્સ કેવી રીતે ખરીદવી? જો શક્ય હોય તો વહેલી સવારે મંડી અથવા સ્થાનિક બજારમાં જાઓ. તમને આ વસ્તુઓ સુપરમાર્કેટ કરતાં બજારોમાં વધારે તાજી ખરીદવા મળશે. દિવસભર સૂર્યના સંપર્કમાં આવવાથી આ જડીબુટ્ટીઓ તેનો સ્વાદ ફીકો પડી શકે છે અને પીળી થઈ શકે છે. જ્યારે પણ તમે તેને ખરીદો ત્યારે ધ્યાન રાખો કે તે સુકાઈ ગયેલી, કાપેલી, કરમાઈ ગયેલી અથવા ફીટ બાંધેલી ના હોય.

તેજ પાણીથી ધોશો નહીં : ભેજ તેમની લાઇફ ટૂંકી કરે છે, તેથી તમારું ભોજન તૈયાર થઈ જાય પછી જ તેને ધોવો. તેજ પાણીની નીચે તેમને ધોવાનું ટાળો, કારણ કે આનાથી તેમના પાંદડા તૂટી જાય છે. તેના બદલે એક તપેલીમાં પાણી ભરીને તેને સારી રીતે ધોઈ લો.

તાજી કોથમીર સાફ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તે ખૂબ જ નાજુક હોય છે અને તેજ પાણીમાં ધોવાથી તેના પાંદડાને નુકસાન થશે. તેને ધોયા પછી તેને કાગળના ટુવાલ પર રાખીને સૂકવો.

કેવી રીતે સંગ્રહિત કરવું : જો તમારે થોડા દિવસો માટે કોથમીર, ફુદીનો, તુલસી જેવી જડીબુટ્ટીઓનો સંગ્રહ કરવો હોય તો તેમને લાંબા સમય સુધી ટકી રહેવા માટે અહીં કેટલીક ટીપ્સ નીચે આપેલી છે.

કોથમીર, તુલસીના પાન, સુંગધી પાનવાળી વિલાયતી વનસ્પતિ, ફુદીના જેવી જડીબુટ્ટીઓમાં સુગંધ હોય છે તેથી તેને યોગ્ય રીતે સંગ્રહિત ના કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ઓછો થઈ જાય છે. આવી જડીબુટ્ટીઓના મૂળને થોડું કાપીને એક ઇંચ પાણીના કન્ટેનરમાં રાખવું જોઈએ.

કેટલીક નાજુક જડીબુટ્ટીઓ ભીના કાગળના ટુવાલમાં પણ લપેટી શકાય છે અને પછી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી શકાય છે. આ સિવાય પહેલા હર્બ્સ સાફ કરો અને એક કડાઈમાં પાણી નાખો અને પછી તેમાં હળદર પાવડર નાખીને 30 મિનિટ સુધી પાણીમાં છોડી દો. 30 મિનિટ પછી હર્બ્સ નીકાળીને સારી રીતે સાફ કરો અને કાગળના ટુવાલથી સુકાવી લો. પછી તેને પેપર ટોવેલમાં લપેટીને એર ટાઈટ કન્ટેનરમાં મૂકી દો.

આ જડીબુટ્ટીઓ કેવી રીતે સાચવવી? તમે તમારી જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીને તેને સાચવી શકો છો. તમારે ફક્ત એટલું કરવાનું છે કે તેને આઈસ ક્યુબ ટ્રેમાં રાખો અને તેના પર પાણી રેડો અને ફ્રીજમાં રાખો. આ પછી જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો આ પદ્ધતિ અપનાવે છે.

જો તમે કોથમીર અને ફુદીનો જેવી વસ્તુઓને વધુ લાંબો સમય સાચવી રાખવા માંગતા હોય તો આ ખરીદવા અને સંગ્રહ કરવાની કેટલીક અનોખી રીતો છે જેને તમે અનુસરી શકો છો. અમને આશા છે કે આ કિચન ટિપ્સ તમારા માટે કામમાં આવશે. જો તમને આ માહિતી ગમી હોય તો, આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા