how to prevent tears while cutting onions
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ડુંગળી એક એવી રસોડાની વસ્તુ છે જેનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. આપણે તેનો ઉપયોગ રસોઈ બનાવવામાં પણ ઘણી રીતે થાય છે. ઘણા લોકોને ડુંગળી એટલી પસંદ હોય છે કે તેઓ કંઈપણ વસ્તુ ખાવાની સાથે ડુંગળી ખાતા હોય છે અને તેને સલાડ તરીકે પણ ખાય છે.

ઉનાળામાં ડુંગળી ખાવી ખૂબ જ જરૂરી છે, કારણ એ તે હીટસ્ટ્રોકની સમસ્યાથી બચાવે છે. આ જ કારણ છે કે કાચી ડુંગળી મોટાભાગે ભારતીય ખોરાક સાથે ખાવામાં આવે છે, પરંતુ ડુંગળીને કાપવી અને ધોવી ખૂબ મુશ્કેલ કામ છે કારણ કે ડુંગળી કાપતી વખતે, આંખોમાં બળતરા થાય છે, જે લાંબા સમય સુધી અનુભવાય છે.

જો તમને પણ ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ આવે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને શેફ પંકજની કેટ્લીક ટિપ્સ વિશે જણાવીશું, જેની મદદથી ડુંગળી કાપવી ખૂબ જ સરળ બની જશે. આ સાથે તમારી આંખમાંથી આંસુ નહિ પણ નીકળે.

નુસખો નંબર 1: સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢી લો. આ પછી ડુંગળીને વચ્ચેથી કાપી લો એટલે કે બે ભાગ કરો. હવે એક બાઉલમાં પાણી ભરો, ધ્યાન રાખો કે પાણી ગરમ ન હોવું જોઈએ. પછી ડુંગળીના બંને ભાગને પાણીમાં નાખીને પલાળી દો. લગભગ 10 થી 15 મિનિટ માટે ડુંગળીને આ રીતે જ રહેવા દો. હવે તમારી ડુંગળી કાપવા માટે તૈયાર છે.

નુસખો નંબર 2: શેફ પંકજનો બીજો નુસખો સાંભળીને તમને થોડું વિચિત્ર લાગશે કારણ કે આ નુસખો ખૂબ જ વિચિત્ર છે. આ માટે, તમારે ફક્ત ચ્યુઇંગ ગમની જરૂર પડશે, જે તમારે ડુંગળી કાપતી વખતે ચાવવાની છે. તમે ચ્યુઇંગ ગમનો આનંદ પણ માણશો અને તમારી આંખોમાં પાણી પણ નહીં આવે.

હુંફાળા પાણીથી ધોઈ લો: તમે ડુંગળીને ધોવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો કારણ કે હૂંફાળું પાણી ડુંગળીમાં રહેલી સુગંધને કાઢવાનું કામ કરે છે. આ સાથે ડુંગળીમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી પદાર્થોથી છુટકારો મેળવી શકો છો. આ માટે ડુંગળીની છાલ ઉતાર્યા પછી તેને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં રાખો અને પછી તેનો ઉપયોગ કરો.

છાલ ઉતારવાની સરળ રીત: 

  • સ્ટેપ 1- સૌથી પહેલા બજારમાંથી તાજી ડુંગળી ખરીદો.
  • સ્ટેપ 2- બજારમાંથી ખરીદીને લાવ્યા બાદ તેને ગરમ પાણીમાં પલાળી દો.
  • સ્ટેપ 3- પાંચ મિનિટ પછી છાલને હાથથી રગડો અને ડુંગળી સાફ કરો.
  • સ્ટેપ 4- જ્યારે ડુંગળીમાંથી બધી છાલ નીકળી જાય, ત્યારે તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને સૂકવવા માટે રાખો.

આ ટ્રિક્સ તમને ખુબ જ મદદરૂપ થઇ શકે છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય, તો તેને ફેસબુક પર ચોક્કસ શેર કરો અને આવા વધુ કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા