રોજીંદા જીવનમા ઉપયોગમા આવતા 10 મસાલા, જાણો કેવી રીતે બનાવા
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગમા લેવાતા મસાલા જે આપણે બજારમાથી ખરીદી કરતા હોઇ છે. પણ આજે તમને જણાવિશુ કે તમે પણ ઘરે બનાવી શકો છો.

શાક નો મસાલો

સામગ્રી

 • 250 ગ્રામ સૂકું કોપરું
 • 100 ગ્રામ સિંગદાણા
 • 100 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ
 • 10 ગ્રામ તજ, 10 ગ્રામ લવિંગ
 • 10 ગ્રામ મરી
 • 10 ગ્રામ વરિયાળી
 • 5 ગ્રામ વરિયાળી
 • 10 ગ્રામ સૂકાં અાખાં મરચાં
 • 5 ગ્રામ અનારદાણા

બનાવવા માટે ની રીત

કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. સિંગદાણાને શેકી, થોડાં કાઢી ભૂકો કરવો. તલ અને ખસખસને શેકવાં, તજ, લવિંગ, મરી, ધાણા, જીરું, વરિયાળી, મસાલાની એલચી અને સૂકાં અાખાં મરચાંને થોડા તેલમાં જુદાં જુદાં શેકવાં. બધું ભેગું કરી, ખાંડી, ચાળી, તેમાં કોપરાનું ખમણ ખાંડીને નાંખવું. તલ, ખસખસ, સિંગદાણાનો ભૂકો અને ખાંડેલા અનારદાણા નાખી, હલાવી મસાલો ૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો. કોઈપણ કોરા શાક અથવા રવૈયાના લોટમાં અા મસાલો નાંખવાથી સ્વાદિષ્ટ બને છે.

ચાનો મસાલો

સામગ્રી

 • 10 ગ્રામ તજ
 • 10 ગ્રામ એલચી
 • 10 ગ્રામ સફેદ મરી
 • 5 ગ્રામ સૂંઠ

બનાવવા માટે ની રીત

 • બધું ખાંડી, ચાળી, પેક શીશીમાં ભરી લેવું.

સંભાર નો મસાલો

સામગ્રી

 • 100 ગ્રામ તુવેરની સદાળ
 • 100 ગ્રામ અડદની દાળ
 • 50 ગ્રામ ચણાની દાળ
 • 25 ગ્રામ સૂકાં આખાં મરચાં
 • 1 ટેબલસ્પૂન મેથી
 • 25 ગ્રામ સૂકા ધાણા
 • 25 ગ્રામ મરી, 7 લવિંગ
 • 5 કટકા તમાલપત્ર
 • 1 ગાંગડો હિંગ, 1 ટીસ્પૂન મીઠું
 • 1 ટીસ્પૂન હળદર

 રીત

 • તુવેરની દાળ, અડદની દાળ અને ચણાની દાળને ધીમે તાપે બદામી રંગની શેકી લેવી. સૂકાં આખાં મરચાંને થોડા તેલમાં અલગ સાંતળવાં. મેથીને રતાશ પડતી શેકવી. ધાણા, મરી, લવિંગ, તમાલપત્ર અને હિંગને થોડા તેલમાં શેકવાં. પછી બધું ભેગું કરી, ગ્રાઈન્ડરમાં વાટી, મીઠું, હળદર નાંખી બરણીમાં મસાલો ભરી રાખવો. ઈડલી – ઢોંસા સાથે સંભાર બનાવતી વખતે અા મસાલો નાંખવો.

રસમ નો મસાલો

સામગ્રી

 • 200 ગ્રામ સૂકું કોપરું
 • 2 ટેબલસ્પૂન મેથી
 • 100 ગ્રામ સૂકાં અાખાં મરચાં
 • 200 ગ્રામ સૂકાં ધાણા
 • 25 ગ્રામ જીરું
 • 1 હળદરનો કટકો
 • 1 ટીસ્પૂન હિંગ
 • 10-15 મીઠા લીમડાનાં પાન

બનાવવા માટે ની રીત

કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. મેથીની શેકવી. બધી વસ્તુ તેલમાં જુદી જુદી શેકવી. પછી બધું ખાંડી, ચાળી, કાચની બરણીમાં ભરી લેવું.

પંજાબી મસાલો

સામગ્રી

 • 500 ગ્રામ સૂકાં ધાણા
 • 200 ગ્રામ જીરું
 • 25 ગ્રામ તજ, 25 ગ્રામ લવિંગ
 • 25 ગ્રામ મરી
 • 25 ગ્રામ એલચી
 • 10 ગ્રામ અનારદાણા
 • 10 ગ્રામ શાહજીરું
 • 10 ગ્રામ તમાલપત્ર, 10 ગ્રામ બાદિયા

બનાવવા માટે ની રીત

દરેક વસ્તુને સાફ કરી ધીમા તાપે ઘીમાં શેકી, ખાંડી, ચાળીને મસાલો બનાવવો. પછી એક બરણીમાં ભરી લેવો.

પુલાવ નો મસાલો

સામગ્રી

 • 250 ગ્રામ ધાણા, 25 ગ્રામ જીરું
 • 10 ગ્રામ મરી
 • 10 ગ્રામ લવિંગ
 • 10 ગ્રામ તજ
 • 10 ગ્રામ એલચી
 • 10 ગ્રામ તમાલપત્ર

રીત

 • બધું ખાંડી, ચાળી, પેક શીશીમા ભરી લેવું.

પાઉં ભાજી નો મસાલો

સામગ્રી

 • 50 ગ્રામ ધાણા, 25 ગ્રામ જીરું
 • 25 ગ્રામ સૂકાં મરચાં
 • 10 ગ્રામ તમાલપત્ર
 • 10 ગ્રામ લવિંગના પાન
 • 10 ગ્રામ વરિયાળી
 • 5 ગ્રામ મરી, 5 ગ્રામ અજમો
 • 5 ગ્રામ લવિંગ, 5 ગ્રામ દગડફૂલ
 • 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • 1 ટીસ્પૂન સૂંઠનો પાઉડર
 • 1 ટીસ્પૂન સંચળનો ભૂકો
 • 1 ટીસ્પૂન મીઠું

રીત

 • બધું થોડા તેલમાં શેકી, ખાંડી, ચાળી, તેમાં અામચૂર પાઉડર, સૂંઠનો પાઉડર, સંચળનો ભૂકો અને મીઠું નાંખી, હલાવી, કાચની બરણીમાં ભરી લેવો.

મોગલાઈ નો મસાલો

સામગ્રી

 • 250 ગ્રામ સૂકા ધાણા
 • 10 ગ્રામ તમાલપત્ર
 • 10 ગ્રામ લવિંગના પાન
 • 10 ગ્રામ લવિંગ, 10 ગ્રામ તજ
 • 10 ગ્રામ કાળાં મરી
 • 10 ગ્રામ એલચી, 10 ગ્રામ જીરું
 • 10 ગ્રામ સૂકાં મરચાં
 • 10 ગ્રામ બાદિયા, 5 ગ્રામ જાવંત્રી
 • નંગ-1 નાનું જાયફળ

રીત

 • સૂકાં અાખાં મરચાને થોડા તેલમાં સાંતળવાં. બધી વસ્તુને થોડા તેલમાં શેકી લેવી. એક દિવસ પહેલાં બધી ચીજો શેકીને રાખવી, જેથી કોરી પડે. બીજે દિવસે ખાંડી, ચાળી, કાચની પેક બરણીમાં ભરી લેવી.

દૂધ નો મસાલો

સામગ્રી

 • 25 ગ્રામ પિસ્તાં
 • 25 ગ્રામ બદામ
 • 25 ગ્રામ ચારોળી
 • 10 ગ્રામ એલચી
 • 1 ટીસ્પૂન જાયફળનો પાઉડર
 • 1 ટીસ્પૂન સૂંઠ
 • થોડું કેસર

રીત

 • બધુ ખાંડી, પેક શીશીમાં ભરી લેવું.

રસાદાર શાક માટે મસાલો

સામગ્રી

 • 200 ગ્રામ ચણાની દાળ
 • 200 ગ્રામ શિંગદાણા
 • 50 ગ્રામ કોપરાનું ખમણ
 • 25 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ
 • 5 ગ્રામ તજ, 5 ગ્રામ લવિંગ
 • 5 ગ્રામ મસાલાની એલચી
 • 5 ગ્રામ તમાલપત્ર
 • 5 ગ્રામ વરિયાળી
 • 4 સૂકાં આખા મરચાં
 • 2 જીડવાં સૂકું લસણ

રીત

ચણાની દાળને ધીમે તાપે શેકી, બદામી રંગની થાય એઠલે ઉતારી, ઠંડી પડે એટલે ઝીણો લોટ દળાવવો. શિંગદાણાને શેકી, છોડાં કાઢી સંચાથી ઝીણો ભૂકો કરવો. કોપરાના છીણને થોડા તેલમાં સાંતળી, ખાંડી લેવું. તલ અને ખસખસને શેકીને ખાંડવાં. તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, વરિયાળી અને અાખાં મરચાંને થોડા તેલમાં સાંતળી, બધું કોરું પડે એટલે ખાંડવું. લસણની કળીને ફોલી, તેલમાં તળી ખાંડવી. પછી બધું ભેગું કરી, કાચની પેક બરણીમાં મસાલો ભરી રાખવો. રસાદાર શાક બનાવતી વખતે 1 ચમચો મસાલો નાંખવાથી શાક ઘટ્ટ અને રસાદાર બને છે. દહીંવાળા શાકમાં પણ નાંખી શકાય.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “રોજીંદા જીવનમા ઉપયોગમા આવતા 10 મસાલા, જાણો કેવી રીતે બનાવી શકો”