how to make gujarati mukhwas
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જમ્યા પછી મુખવાસ ખાતા જોઈએ છીએ, મુખવાસ મોં ને ફ્રેશ કરે છે. તે ધાણાદાળ, તલ, વરિયાળી, અલસી, અજમો વગેરે જેવા બીજને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે મોં ના શ્વાસને તાજગી આપે છે.

આ રેસીપી અમે તમને મુખવાસને કેવી રિએટ ઘરે બનાવવો તેની રેસિપી શેર કરવા જઈ રહયા છીએ. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તે કબજિયાત અને ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે. આવો જોઈએ બનાવવાની રીત.

સામગ્રી

  • 100 ગ્રામ સફેદ તલ
  • 50 ગ્રામ કાળા તલ
  • 50 ગ્રામ વરિયાળી
  • 25 ગ્રામ અળસીના બીજ
  • 10 ગ્રામ અજમો
  • 10 ગ્રામ સુવા દાણા
  • 70 ગ્રામ દાણાદાળ
  • અડધો કપ છીણેલા સૂકા આમળાં
  • હળદર પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરૂર મુજબ પાણી

મુખવાસ બનાવવાની રીત

સૌથી પહેલા બધી વસ્તુને હળદળ અને મીઠાથી કોટ કરવાની છે. આ માટે એક બાઉલમાં સફેદ તલ, 1 ચમચી હળદર, થોડું મીઠું અને 1-2 ચમચી પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

એ જ રીતે, એક બાઉલમાં કાળા તલ, મીઠું અને થોડું પાણી ઉમેરીને સારી રીતે ભેળવી દો. હવે વરિયાળીને 1/4 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને થોડું પાણી ઉમેરીને સારી રીતે ભેળવી દો. આ પછી અળસીના દાણામાં અડધી ચમચી મીઠું અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને ભેળવી દો.

હવે એક બાઉલમાં અજમો અને સુવાનાં બીજ ઉમેરો. પછી તેમાં અડધી ચમચી મીઠું, એક ચોથાઈ હળદર અને થોડું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ પછી બધી સામગ્રીને 30 મિનિટથી 1 કલાક સુધી પંખા નીચે સુકવવા માટે બાજુમાં રાખો.

હવે પેનમાં સફેદ તલને મધ્યમ આંચ પર 3 થી 4 મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને પ્લેટમાં કાઢી લો. હવે એ જ રીતે કાળા તલને માધ્યમ આંચ પર શેકી લો અને પ્લેટમાં કાઢી લો. આ જ રીતે વરિયાળી, અળસી, સુવાના દાણા અને અજમાને પણ આ રીતે સતત હલાવતા રહીને શેકી લો.

બધી જ સામગ્રી ક્રિસ્પી થઈને સારી રીતે શેકી લીધા પછી, બધી જ શેકેલી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરો. હવે આ મિશ્રણને ચારણીથી ચાળી લો, જેથી વધારાનું હળદર અને મીઠું નીકળી જાય.

પછી તેમાં ધાણાની દાળ અને છીણેલું સૂકા આમળાનું છીણ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે પાચનશક્તિને મજબૂત બનાવતો મુખવાસ. હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને એક વર્ષ સુધી ખાઈ શકો છો.

ફાયદા 

સફેદ તલ પાચનશક્તિમાં વધારો કરે છે. બ્લડ પ્રેશર અને હાડકાના દુખાવામાં રાહત આપવાની સાથે શરીરને શક્તિ આપે છે. કાળા તલ પોષક તત્વો અને ફાઇબરથી ભરપૂર હોય છે. તે પાચનશક્તિમાં વધારો કરવાની સાથે વાળ અને ત્વચા માટે પણ ફાયદાકરાક છે.

આ સાથે કાળા તલ ઇમ્યુનીટીને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. વરિયાળી મોઢામાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. તે પાચનશક્તિને મજબૂત કરવાની સાથે લોહીને પણ શુદ્ધ કરવામાં મદદ કરે છે.

અળસીના બીજમાં ઓમેગા 3 અને ફેટી એસિડનું પ્રમાણ પણ વધુ હોય છે. તે ફાઇબરથી ભરપૂર હોવાથી પાચનશક્તિમાં પણ વધારો કરે છે. આમળા વિટામિન સી થી ભરપૂર છે જે રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.

હવે દરરોજ જમ્યા પછી એક ચમચી ખાઈ લો. તે તમારી પાચનશક્તિને મજબૂત બનાવવાની સાથે શરીર માટે ખુબ લાભદાયી છે. આવી જ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલ રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા