how to cut vegetables for beginners
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાવાનું બનાવવાનું સૌથી પહેલું સ્ટેપ હોય છે તેને કાપવું. આપણે બધા શાકભાજીને કાપવામાં ઘણો સમય પસાર કરીએ છીએ. સામાન્ય રીતે, જ્યારે આપણે આપણી રસોઈનું આયોજન કરીએ છીએ, ત્યારે આપણે આગલી રાતે શાકભાજીને સમારીને રાખીએ છીએ.

જેથી તમે બીજા દિવસે કિંમતી સમય બચાવી શકો. જો કે, ઘણા લોકોને કાપવું ખૂબ કંટાળાજનક લાગે છે. તેઓ આવી કેટલીક સરળ ટિપ્સ અપનાવવા માંગે છે, જેથી તેઓ ઓછા સમયમાં અને સારી રીતે તેમનું કામ કરી શકે.

કદાચ તમે પણ આવી જ ટ્રિક્સ વિશે જાણવા માગો છો. તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવી જ કેટલીક કટીંગ ટ્રિક્સ વિશે જણાવી રહ્યા છીએ, જે ચોક્કસથી તમારા રસોડામાં કામને વધુ સરળ બનાવશે.

ભીના કાગળના ટુવાલનો ઉપયોગ કરો

તમે જોયું હશે કે શાકભાજી કાપતી વખતે ઘયની વાર ચૉપિંગ બોર્ડ ઉછળે છે. આવી સ્થિતિમાં છરી વાગવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. ડુંગળી વગેરે કાપતી વખતે આપણે બધાએ આ વારંવાર નોંધ્યું હોય છે. આ કિસ્સામાં, સહેજ ભીના કાગળનો ટુવાલ તમારા કામમાં આવશે. આ માટે, તમારા કટીંગ બોર્ડની નીચે ભીના કાગળનો ટુવાલ અથવા કપડું મુકવાનું છે. આ તમારા ચોપિંગ બોર્ડને કાઉન્ટર પર ચોંટીને રહેવામાં મદદ કરશે. આવી સ્થિતિમાં, જ્યારે તમે ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરો છો, ત્યારે તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ રહેશે.

આ પણ વાંચો: કાચા કે બાફેલા શાકભાજી, બંનેમાંથી સ્વાસ્થ્ય માટે કયું સૌથી વધુ ફાયદાકારક છે

શાકભાજીને સારી રીતે સુકાવો

આપણે બધા જાણીએ છીએ કે શાકભાજી કાપતા પહેલા તેને ધોવી જરૂરી હોય છે. પણ આપણે એ શાકભાજીને સૂકવવાનું ક્યારેય વિચારતા નથી. આ એક વધારાનો સમય લેતું પગલું જેવું લાગે છે. જો કે, તે જરૂરી છે.

શાકભાજીમાં પાણી વધુ લપસણુ બનાવે છે. આનાથી કટિંગ બોર્ડ પર શાકભાજી લપસી જવાની શક્યતા વધી જાય છે. કેટલીક શાકભાજીને સૂકવ્યા વગર બનાવવાથી તે સારી નથી બની શકતી. ઉદાહરણ તરીકે, ભીંડા વગેરે શાકભાજી બનાવતી વખતે, તેને ધોયા પછી તેને સારી રીતે ધોઈને સૂકવી લેવી ખૂબ જરૂરી છે.

સાઈજને વ્યવસ્થિત બનાવો

કેટલાક ફળો અને શાકભાજી કદમાં મોટા હોય છે. આવી સ્થિતિમાં, તેમને કાપતી વખતે, પહેલા કદને વ્યવસ્થિત બનાવવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, પ્રથમ તમે ગાજરને ત્રણ ભાગોમાં કાપી નાખો. પછી, જ્યારે તમે તેને કાપશો, ત્યારે શાકભાજીને કાપવામાં સરળતા રહેશે અને તેનું કદ અને આકાર સારો રહેશે. તમે આ ટિપ્સનો ઉપયોગ કોઈપણ મોટા ફળ અથવા શાકભાજી સાથે કરી શકો છો, જેમ કે રીંગણા, કોબી અથવા બટાકા.

આ પણ વાંચો: ફળોની સાથે ભૂલથી પણ ન રાખો આ 4 શાકભાજી, નહીંતર વહેલા બગડી જશે

છરીની ધાર પર ધ્યાન આપો

જો તમે તમારું કામ ઓછા સમયમાં અને પરફેક્ટ રીતે કરવા માંગતા હોવ તો સૌથી જરૂરી છે કે છરીની ધાર તીક્ષ્ણ હોવી જોઈએ. જ્યારે છરીની બ્લેડ તીક્ષ્ણ હોય છે, ત્યારે તે એક વારમાં સારી રીતે ચોપિંગ થઇ જાય છે. આ સાથે, તે ફળો અને શાકભાજીના આકારને સા શેપમાં કાપવામાં પણ મદદ કરે છે.

ખાતરી કરો કે તમારે તમારા ફળો અને શાકભાજી કાપવા માટે જોર લગાવવાની જરૂર નથી. જો તમે વધારે જોર લગાવીને કટિંગ કરો છો તો તે ખતરનાક બની શકે છે અને છરી લપસી શકે છે અને તમને ગંભીર ઈજા પણ થઈ શકે છે.

તો હવે તમે પણ શાકભાજી કાપતી વખતે આ સરળ યુક્તિઓ અપનાવો અને તમારા કામને વધુ આરામદાયક બનાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા