how to clean white plastic cooler
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હાલમાં આખા ભારતમાં આકરી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી બચવા માટે મધ્યમ વર્ગના લોકો AC નો ઉપયોગ કરવાને બદલે, કુલરનો જ ઉપયોગ કરે છે, કારણ કે કુલર સસ્તું પણ પડે છે અને તેની ઠંડી હવા પણ ACની જેમ નુકસાન કરતી નથી. વીજળીનું બિલ પણ ઓછું આવે છે.

કુલરથી રાહત તો મળે છે, પરંતુ ઘણા લોકો કુલરની સફાઈ પર ધ્યાન આપતા નથી. ખાસ કરીને સફેદ પ્લાસ્ટિકના કુલરની સફાઈ ન કરવામાં આવે તો કૂલરની ટોચ પર ગંદકી જામી જાય છે. ઘણી વખત ડાઘના નિશાન પણ પડી જાય છે.

આ લેખમાં, અમે તમને એવી 1 વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે માત્ર 5 મિનિટમાં સફેદ પ્લાસ્ટિકના કૂલરને સરળતાથી સાફ કરી શકો છો. ચાલો જાણીએ.

પહેલું કામ આ કરો

સફેદ પ્લાસ્ટિકના કૂલર પરના ડાઘ કે ગંદકીને સાફ કરવી કોઈ મુશ્કેલ કામ નથી, પરંતુ તે પહેલા તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે. આ માટે સૌપ્રથમ મીઠું અને પાણીનું મિશ્રણ તૈયાર કરો અને તેને કૂલરના તમામ ભાગો પર છાંટો. આ કૂલર પરની ગંદકીને નરમ પાડે છે, જે પછીથી સાફ કરવું સરળ બની જાય છે.

ખાવાનો સોડા વાપરો

અમે જે 1 વસ્તુ સાથે સફેદ પ્લાસ્ટિક કૂલરને 5 મિનિટમાં ચમકાવવાની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા. તમે બેકિંગ સોડાનો ઉપયોગ એક વાર નહિ, પરંતુ ઘણી વાર રસોઈ બનાવવા અને ઘરની સાફ સફાઈ માટે કર્યો હશે. કૂલરને સાફ કરવા માટે નીચે જણાવેલ આ પગલાં અનુસરો-

  • સૌથી પહેલા એક મોટા વાસણમાં 4-5 ચમચી ખાવાનો સોડા લો.
  • હવે તેમાં 1 લીટર પાણી ઉમેરીને રીતે મિક્સ કરી લો.
  • આ મિશ્રણમાં 1-2 ચમચી લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો.
  • આ પછી, કૂલરના તમામ ભાગો પર સ્પ્રે કરો અને તેને લગભગ 5 મિનિટ માટે રહેવા દો.
  • 5 મિનિટ પછી, તેને ક્લિનિંગ બ્રશથી સ્ક્રબ કરો અને કૂલરને પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો : મોટાભાગની મહિલાઓ બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને એક જ સમજે છે, જાણો તે બંને વચ્ચેનો તફાવત

કૂલરના ડાઘ સાફ કરવાની ટિપ્સ

જો કુલર પર કોઈ પણ વસ્તુના ડાઘ કે નિશાન હોય તો તેને ખાવાના સોડાથી સરળતાથી સાફ કરી શકાય છે. આ માટે આ પગલાં અનુસરો-

  • સૌ પ્રથમ એક બાઉલમાં 2-3 ચમચી ખાવાનો સોડા નાખો.
  • હવે તેમાં પાણીના થોડા ટીપા ઉમેરીને જાડું મિશ્રણ તૈયાર કરો.
  • આ પછી, મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવો અને લગભગ 5 મિનિટ માટે રહેવા દો.
  • 5 મિનિટ પછી, તેને ક્લિનિંગ બ્રશથી ઘસીને સાફ કરો.

બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરો

બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરીને પણ તમે થોડીક મિનિટોમાં સૌથી ગંદા પ્લાસ્ટિક કૂલરને પણ ચકચકાટ બનાવી શકો છો. આ માટે નીચે આપેલા પગલાં અનુસરો-

સૌથી પહેલા એક સ્પ્રે બોટલમાં 4-5 ચમચી વિનેગર ભરીને કૂલર પર છાંટો.
હવે 2-3 ચમચી ખાવાનો સોડા પાવડર છાંટો અને લગભગ 5 મિનિટ માટે રહેવા દો.
5 મિનિટ પછી, કૂલર પર પાણીના થોડા ટીપાં નાખો અને તેને ક્લિનિંગ બ્રશથી ઘસો.

આ પણ વાંચો : પ્લાસ્ટિકના વાસણોમાંથી ડાઘ અને ગંધ દૂર કરવા માટે 5 ટિપ્સ, વધારે મહેનત કરવાની જરૂર નહિ પડે

આ ટિપ્સ પણ ફોલો કરો

બીજી ઘણી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે ગંદા સફેદ પ્લાસ્ટિકના કૂલરને સાફ કરવા માટે કરી શકો છો. આ માટે, તમે કૂલરને ચમકાવવા માટે એમોનિયા પાવડર, બ્લીચ પાવડર અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો.

નોંધ : કૂલરની ટાંકી સાફ કરવા માટે બેકિંગ સોડા અથવા વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે.

તમારો કિંમતી સમય બદલ આભાર. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તેને Facebook પર શેર કરો અને આવા વધુ લેખો વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા