chasma saf kevi rite karava
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આપણે આવું જ કરીએ છીએ કે બાજુમાં પડેલું કપડું લીધું અને ચશ્માનો કાચ સાફ કર્યો. અરે પણ આવું ના હોય. આમ કરવાથી ચશ્માંના કાચને નુકસાન અને સ્ક્રેચ થવાનો ડર રહે છે. કદાચ તમે ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો કોઈ પણ કપડાથી ચશ્મા સાફ કરવા લાગે છે અને પછી ફરિયાદ કરે છે કે ચશ્મા પર સ્ક્રેચ પડી ગયા છે.

જો તમે પણ આ જ રીતે તમારા આંખના ચશ્મા સાફ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે આંખના ચશ્માના કાચને પણ સાફ કરવાની એક રીત છે. જો તેને યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો તે વર્ષો સુધી ચશ્મા બગડતા નથી.

આજે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે ચશ્માના ગ્લાસને સારી રીતે સાફ કરી શકો છો અને તેને ખરાબ થતા બચાવી શકો છો. તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ વિશે.

ટૂથપેસ્ટનો કરો ઉપયોગ : ભલે તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ આ ટિપ્સની મદદથી તમે આંખના ચશ્માને સારી રીતે સાફ કરી શકો છો. તેના ઉપયોગથી ચશ્મા પરના લાગેલા નાના સ્ક્રેચ પણ સરળતાથી દૂર થઈ જાય છે.

આ માટે ચશ્માના કાચ પર હળવી ટૂથપેસ્ટ રાખો અને કોટન કે મુલાયમ કપડાની મદદથી તેને હળવા હાથે ઘસીને સાફ કરો. લગભગ ત્રીસ સેકન્ડ સુધી તેને આ રીતે સાફ કર્યા પછી તમે જોશો કે કાચ પરના સ્ક્રેચ્સ દૂર થઈ ગયા છે.

શેવિંગ ફોમ નો ઉપયોગ : તમે કાચને વધુ સારી રીતે સાફ કરવા માટે શેવિંગ ફોમનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કાચ પર શેવિંગ ફોમ લગાવીને થોડીવાર માટે છોડી દો.

થોડા સમય માટે ફીણ છોડી દેવાનો અર્થ એ છે કે કાચ પરની ધૂળ અને માટી શોષી લે છે, જેના કારણે ચશ્મા સાફ દેખાય છે. થોડા સમય પછી કોટન અથવા મુલાયમ કપડાથી ફીણને સાફ કરો. તમે ભીના કપડાથી પણ કાચ સાફ કરી શકો છો.

લીકવીડ ગ્લાસ ક્લીનર : કોઈપણ ચશ્માને સાફ કરવા માટે સૌથી સરળ વસ્તુ લિક્વિડ ગ્લાસ ક્લીનર છે. જો તમે ચશ્મા પહેરો છો તો હંમેશા તમારી સાથે રાખો. ખાસ કરીને આ રોગચાળા (વાઇરસ) દરમિયાન. કારણ કે, ઘણા લિક્વિડ ગ્લાસ ક્લીનર્સમાં આલ્કોહોલ હોય છે જે કાચ સાફ કરવાની સાથે હેન્ડ સેનિટાઈઝરનું પણ કામ કરે છે. આનાથી તમે સરળતાથી ચશ્મા સાફ કરી શકો છો અને હાથમાં પણ લગાવી શકો છો.

આ ભૂલો કરવાનું ટાળો : જો તમે સાબુ અથવા કોઈ ડિટર્જન્ટથી ચશ્મા સાફ કરી રહ્યા છો તો આ રીત ચશ્માને બગાડી શકે છે. કારણ કે ઘણા ડિટર્જન્ટ હાર્ડ હોય છે, જે કાચની ચમકને બગાડે છે. જો તમારે કપડાથી ચશ્મા સાફ કરવા હોય તો હંમેશા કોટનના કપડાનો જ ઉપયોગ કરો.

જો બીજા કપડાથી સાફ કરવામાં આવે તો સ્ક્રેચ આવી શકે છે. ખાવાનો સોડાનો ઉપયોગ ના કરો, ઘણા લોકો ચશ્મા સાફ કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરે છે, જે આંખો માટે નુકસાનકારક હોઈ શકે છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા