how to clean refrigerator gasket
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફ્રિજના સૌથી મહત્વપૂર્ણ ભાગ ગાસ્કેટ છે. ગાસ્કેટ એટલે ફ્રિજના દરવાજા પરનું રબર. ઘણીવાર લોકો ફ્રીજની સફાઈ કરતી વખતે ઘણા ભાગોને સાફ કરવાનું ભૂલી જાય છે અને તેના કારણે ફ્રિજમાં બેક્ટેરિયા અને ફંગસ વધે છે. જો તમે ફ્રિજના દરવાજા પરના રબરને સાફ કરવા માંગતા હોય તો અમે તમને કેટલાક હેક્સ જણાવીશું જેથી કરીને તમે ફ્રીજના દરવાજા પરના રબરને સરળતાથી સાફ કરી શકો છો.

1) વિનેગરનો ઉપયોગ કરો : એક બાઉલ પાણીમાં વિનેગરના ચારથી પાંચ ટીપાં નાખો. પછી, તમે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરો. પછી ફ્રિજના દરવાજાના રબર પર સ્પ્રે કરો અને રબરને કપડાથી સાફ કરો. આ રીતે ફ્રિજના દરવાજાના રબર પર જમા થયેલી ગંદકી ફટાફટ સાફ થઈ જશે.

આ પણ વાંચો : તમને બધી વસ્તુઓ ફ્રિજમાં સ્ટોર કરવાની ટેવ છે તો આ 6 ખાવાની વસ્તુઓને ક્યારેય ફ્રીજમાં ન રાખવી જોઈએ

2) ગરમ પાણીથી સાફ કરો : જો ફ્રિજના દરવાજાના રબર પર ઓછી ગંદકી હોય, તો તમે તેને ગરમ પાણીથી સાફ કરી શકો છો. આ માટે તમારે નવશેકું પાણી લેવું પડશે અને પછી એક કપડું ભીંજવીને રબર સાફ કરવું પડશે. રબર પર કાપડને વધુ ભાર દબાવીને ન ઘસવું તેનું ધ્યાન રાખો.

આ પણ વાંચો : આ 4 ભૂલોને કારણે જ તમારું ફ્રિજ જલ્દીથી બગડી જાય છે, જાણો કઈ છે આ ભૂલો

3) ટૂથપેસ્ટથી સાફ કરો : જો તમારી પાસે ઘરમાં જૂનું ટૂથબ્રશ હોય, તો તમે તેનો ઉપયોગ ફ્રિજના રબરને સાફ કરવા માટે કરી શકો છો. આ માટે તમારે ટૂથબ્રશ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને પછી તેને રબર પર ઘસો. આ પછી, રબર પરની વધારાની ટૂથપેસ્ટને કપડાથી સાફ કરી લો.

4) સ્પોન્જથી આ રીતે સાફ કરો : તમે સ્પોન્જથી ફ્રીજના દરવાજાના રબરને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે તમારે 1 કપ પાણીમાં થોડું ડિટર્જન્ટ મિક્સ કરો અને પછી ફ્રિજના દરવાજા પર રબર સાફ કરવા સિવાય તમે ફ્રિજની અંદરનો ભાગ પણ સાફ કરી શકો છો. જો ફ્રિજના દરવાજાનું રબર એક જ વારમાં સારી રીતે સાફ ન થાય તો ડીટરજન્ટમાં લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે.

તો તમે આ બધી ટિપ્સની મદદથી ફ્રિજના દરવાજાના રબરને સાફ કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો અને બીજી આવી અવનવી ટિપ્સ વાંચવા માટે તમારી પોતાની વેબસાઇટ રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા