how to clean kitchen with dahi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દહીંનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં શાક અને અન્ય વાનગીઓ બનાવવા માટે થાય છે. કઢી, રાયતા, દહીં ભાત વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે દહીંનો ઉપયોગ થાય છે. આ સિવાય દહીંનો ઉપયોગ ત્વચાની સફાઈ કરવા અને અન્ય ઘરેલું ઉપચાર માટે થાય છે. ભોજન અને ત્વચાની સુંદરતાની સાથે તમે રસોડાની સફાઈ માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. હા, તમે સાચું સાંભળ્યું છે, કારણ કે દહીંમાં ખાટો સ્વાદ હોય છે, તેથી તેનો ઉપયોગ સફાઈ માટે કરી શકાય છે. ચાલો જાણીએ આપણે કઈ કઈ વસ્તુઓ માટે દહીંનો ઉપયોગ કરી શકીએ છીએ.

ફ્લોરની સફાઈ

dahi use for floor cleaning

આજે પણ ઘણા ઘરોમાં તળિયે ટાઇલ્સને બદલે સિમેન્ટનો ફ્લોર છે, મોટા ભાગના ગામડાઓ અને નાના શહેરોમાં તમને સિમેન્ટના ફર્શ જોવા મળશે. ધૂળ, માટી અને પાણીના કારણે ફ્લોર ગંદો થઈ જાય છે, આ સ્થિતિમાં તમે તેને દહીં અથવા છાશથી સાફ કરી શકો છો. તમારે ફક્ત દહીં અથવા છાશને ફ્લોર પર છાંટીને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. પછી પાણીથી ધોઈ લો અથવા ભીના કપડાથી લૂછી લો.

પિત્તળના વાસણ

dahi for cleaning

દહીંથી તમે પિત્તળના જૂના વાસણ અથવા ભગવાનની પિત્તળની મૂર્તિ અને પ્રસાદ માટે ઉપયોગમાં લેવાતા વાસણોને ચમકાવી શકો છો. આના માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, બસ વાસણો સાફ કરતી વખતે તમારે એક બાઉલમાં દહીં લઈને હાથમાં લઈને વાસણને ઘસવું પડશે. જ્યારે વાસણ ચોખ્ખું અને ચમકદાર બની જાય રે તમે તેને ડિટર્જન્ટથી સાફ કરો અને પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો : ઉનાળામાં તાંબાના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ, જાણો તેનું કારણ

તાંબાના વાસણો

dahi use for cleaning

તમે સાંભળ્યું જ હશે કે તમે તાંબાના વાસણને સાફ કરવા માટે આમલી, લીંબુ, વિનેગર જેવી ખાટી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ બધી વસ્તુઓ સિવાય તમે દહીંથી પણ પિત્તળના વાસણને સાફ કરી શકો છો. દહીંથી વાસણો સાફ કરવા માટે તમારે તાંબાના વાસણોને દહીંથી ઘસવા પડશે. થોડી જ વારમાં વાસણો ચમકવા લાગશે.

ગંદા અને ચીકાશવાળી જગ્યાઓની સફાઈ

દરરોજ સફાઈ કર્યા પછી પણ તેલ, મસાલા અને વરાળને કારણે રસોડું ગંદુ અને ચીકણું થાય છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ સફાઈ કરતી વખતે દહીંમાં ડિટર્જન્ટ ઉમેરીને ગંદી અને ચીકાશવાળી જગ્યાઓને સાફ કરી શકો છો .

તો આ હતી દહીં સંબંધિત કેટલીક સરળ ટિપ્સ, જેનો ઉપયોગ કરીને તમે પિત્તળ, તાંબુ અને ફર્શ સાફ કરવા માટે કરી શકો છો. અમને આશા છે કે તમને આ સફાઈ ટિપ્સ પસંદ આવી હશે. આવી વધુ કિચન ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો : 

Image credit – Freepik

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા