How to clean car with cold drinks at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે તમારી ગાડીની સફાઈ માટે કેટલા પૈસા ખર્ચો છો? મોટા શહેરમાં, કાર સાફ કરવા માટે ઓછામાં ઓછા 1000-2000 રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ કેટલાક સરળ DIY હેક્સની મદદથી આપણે આ કામ ખૂબ સરળતાથી જાતે જ કરી શકીએ છીએ. જો તમે પણ કાર સાફ કરવા માટે પૈસા ખર્ચાતા હોય તો પૈસા વેડફશો નહીં. આજે અમે તમને કેટલાક એવા હેક્સ જણાવીશું જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કોલ્ડ ડ્રિંકથી હેડલાઇટ સાફ કરો

જો તમે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો, તો કારની હેડલાઈટ ગંદી થઈ જવી સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં રાત્રીના સમયે રસ્તા પર બરાબર લાઈટ પડતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે, તમે ફક્ત હેડલાઇટ પર કોલ્ડ ડ્રિંક રેડો અને પછી તેને કાગળના ટુવાલથી સાફ કરો. જો વધારે ગંદકી અને માટી જામી ગઈ હોય તો કોલ્ડ ડ્રિન્કની સાથે થોડી બિયર પણ રેડી શકો છો. આનાથી જે કેમિકલ્સ રિયેક્શન થશે તેનાથી બધી જ ગંદકી સાફ થઈ જશે.

કાર વ્હીલ સફાઈ

કોલ્ડ ડ્રિન્કની મદદથી પણ કારના વ્હીલને સાફ કરી શકાય છે. કારના વ્હીલમાં કોલ્ડ ડ્રિંક્સ અને બીયર રેડો જે રીતે તમે હેડલાઇટ સાફ કરી છે. ત્યાર બાદ તેને સાદા કપડાથી સાફ કરી લો. તમે તેને ટોયલેટ ક્લીનર ઉમેરીને પણ સાફ કરી શકો છો. કારના વ્હીલમાં ટોયલેટ ક્લીનર રેડો અને પ્રેશરથી તેમાં પાણી રેડો. થીજી ગયેલી માટી સાફ થઇ જશે. તમે તેને બ્રશથી પણ માટી સાફ કરી શકો છો.

કાપેલા બટાકાથી પાછળના વ્યુ મિરરને સાફ કરો

કારના મોટા ભાગના રિયર વ્યુ મિરરને વરસાદી અથવા ઝાકળવાળા અને ધુમ્મસવાળા હવામાનમાં સાફ કરવા પડે છે. ક્યારેક તેમાં પાણીના ટીપા જામી જાય છે. આ સ્થિતિમાં, કાપેલા બટેટાને પાછળના વ્યુ મિરર પર ઘસો. આના કારણે તેમાં પાણી રહેશે નહીં અને હવામાન ખરાબ હોવા પર પણ તમે સરળતાથી કાર ચલાવી શકશો.

 

View this post on Instagram

 

A post shared by 懂车小师妹 (@dongchexiaoshimei_)

વિન્ડશિલ્ડ માટે ડીશવોશનો ઉપયોગ કરો

જો તમારી વિન્ડશિલ્ડ ખૂબ ગંદી થઇ ગઈ હોય, તો તેના પર ડીશ ધોવાનું લીકવીડ રેડો. આ પછી પાણી ઉમેરો અને વાઇપર ચલાવો. તમારી વિન્ડશિલ્ડ સારી રીતે સાફ થઈ જશે અને તમને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં લાગે.

આ જરૂર વાંચો : કારની સફાઈ માટે કાર ક્લિનિંગવાળાને પૈસા નહીં ખર્ચવા પડે, ઘરે આ રીતે અંદરથી અને બહારથી ધોવાની પુરી માહિતી

સોપ બાર (સાબુની ટીકડી) ઘણી વસ્તુઓ કરી શકે છે

  • જો દરવાજામાંથી અવાજ આવતો હોય તો, તેના દરવાજાના હિન્જમાં સાબુની ટીકડી ઘસો. આમ કરવાથી અવાજ બંધ થઈ જશે.
  • જો કારની અંદરની દુર્ગંધથી પરેશાન છો, તો તમે કારના ડેશબોર્ડમાં સાબુના બોક્સને કાણું પાડીને મૂકી દો. આ સ્થિતિમાં તમારી સમસ્યા દૂર થઈ જશે.
  • વિન્ડશિલ્ડ ગ્લાસ પર સાબુની ટીકડી પણ ઘસી શકાય છે. તેનાથી પાણી જમા થવાની સમસ્યા દૂર થશે.
  • તમે રિયર વ્યૂ મિરરમાં પાણીને જામતું અટકાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
  • તમે કારના દરવાજા પર રબર પર સાબુની ટીકડી પણ ઘસી શકો છો. આમ કરવાથી દરવાજો બંધ કરતી વખતે અવાજ નહીં આવે.

જો તમને અમારી જાણકારી સંબંધિત કોઈ પ્રશ્ન હોય, તો તમે અમને લેખની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. અમે તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા