how to care my hair in summer at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુમાં સખત સૂર્યપ્રકાશ અને ગરમ પવનો ઘણીવાર ત્વચા અને વાળને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ ત્વચાની સંભાળ રાખવા માટે ઘણું કરે છે પરંતુ વાળને અવગણના કરે છે, જેના પરિણામે વાળ શુષ્ક અને નિર્જીવ થઇ જાય છે. આ જ કારણ છે કે ઉનાળામાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.

આમાંના મોટાભાગના લોકોની સમસ્યા સખત ગરમી અને વાળના હીટ સ્ટ્રોકને કારણે થાય છે. તેથી જ અમે આ લેખમાં વાળને તડકાથી થતા નુકસાનથી બચાવવા માટે શું કરી શકાય અને વાળની ​​કાળજી કેવી રીતે લેવી તે વિશે જણાવીશું.

આપણને તરત જ ખબર નથી પડતી કે સૂર્યપ્રકાશ અને ગરમ પવનને કારણે વાળને કેટલું નુકસાન થયું છે, પરંતુ જ્યારે વાળ ખૂબ જ સૂકા થવા લાગે છે અને તૂટવા લાગે છે ત્યારે આપણને લાગે છે કે ઉનાળાની ઋતુમાં ત્વચાને શું નુકસાન થયું છે. આ સાથે વાળની ​​યોગ્ય કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. તો ચાલો વાળને તડકાથી થતા નુકસાનથી બચાવવાના કેટલાક સરળ ઉપાયો વિષે જાણીયે.

વાળને યુવી કિરણોથી બચાવો : ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશના યુવી કિરણો વાળને નુકસાન કરે છે. જો કે શિયાળામાં પણ વાળને તેનાથી બચાવવા જરૂરી છે પરંતુ ઉનાળામાં સખત સૂર્યપ્રકાશને કારણે માથાની ચામડીમાં વધારે પરસેવો થાય છે, જેના કારણે માથાની ચામડીમાં માટી જમા થવા લાગે છે અને તેનાથી ડેન્ડ્રફનો જન્મ થાય છે.

વાળ પ્રોટીનથી બને છે, UV કિરણો વાળના ફોલિકલ્સમાં પ્રવેશ કરે છે અને વાળના પ્રોટીન અને એમિનો એસિડને ઘટાડે છે, જેના કારણે વાળ રફ થઇ જાય છે અને ખરવા લાગે છે. એટલા માટે તમે જયારે તડકામાં બહાર જાઓ ત્યારે તમારા વાળને કોટનના કપડાથી ઢાંકીને નીકળો. તમે છત્રીનો ઉપયોગ પણ કરી શકો.

સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો : આ સિઝનમાં વાળના ક્યુટિકલ્સ ખુલ્લા થઈ જાય છે, જેના કારણે ગરમ પવન વાળને નુકસાન પહોંચાડે છે. એટલા માટે વાળના ક્યુટિકલ્સને સ્મૂથ કરવા જરૂરી છે. આ માટે તમારે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ અને કન્ડિશનરનો પણ ઉપયોગ કરવો જોઈએ. તમે ઘરે પણ કન્ડિશનર બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

સામગ્રી : 1 કેળું, 1/2 કપ દૂધ, 1 મોટી ચમચી મધ અને 1 નાની ચમચી નાળિયેર તેલ. વિધિ : બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે બ્લેન્ડ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને પહેલા વાળના મૂળમાં અને પછી વાળની ​​લંબાઈ પર લગાવો.

તમારે ફક્ત 5 મિનિટ સુધી આ હોમમેઇડ હેર કન્ડીશનરને તમારા વાળમાં લગાવીને રાખવાનું છે, પછી તમારા વાળને પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે તમારે વાળને સારી રીતે ધોવાના છે નહીંતર જો કેળું વાળમાં ફસાઈ જશે તો વાળ ચોંટી જશે અને તૂટવા લાગશે.

વાળની મસાજ કરો : આ સિઝનમાં વાળ ડ્રાય થઈ જાય છે તેથી વાળને હળવી મસાજ કરવી જરૂરી છે. નારિયેળના તેલમાં 5 ટીપાં ટી ટ્રી ઓઈલના મિક્સ કરો. તમે જે પણ તેલનો ઉપયોગ કરતા હોય તેમાં ટી ટ્રી ઓઈલ મિક્સ કરીને માથામાં માલિશ કરો. આમ કરવાથી માથાની ચામડી પર રક્ત પરિભ્રમણ સુધારે છે અને વાળના ક્યુટિકલ્સ પણ મુલાયમ બને છે.

હીટિંગ અને કેમિકલવાળી પ્રોડક્ટથી દૂર રહો : આજકાલ મહિલાઓ વાળને કર્લી અને સ્ટ્રેટ કરાવે છે અને આ માટે તેઓ હિટિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓ પણ હેર સ્ટાઇલ માટે હીટિંગ અને કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઘણો ઉપયોગ કરે છે, પરંતુ આ ઉનાળામાં વાળને વારંવાર ગરમ કરવા અને કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ તમારા વાળને વધારે નુકસાન પહોંચાડે છે.

દરરોજ વાળને સ્ટ્રેટ કરવા કરતાં એક જ વારમાં કાયમી માટે વાળને સ્ટ્રેટનિંગ કરાવવું વધારે સારું છે. આમ કરવાથી વાળમાં કેમિકલ અને હીટિંગ પ્રોડક્ટ્સનો ઓછો ઉપયોગ થશે અને વારંવાર વાળને થતા નુકસાનથી પણ બચી શકાય છે.

બીજી હેર ટ્રીટમેન્ટ : જો વાળમાં સન-ડેમેજની સમસ્યા હોય તો તેને ઠીક કરવા માટે તમારે એલોવેરા જેલ, દહીં અને મધ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ ત્રણેય નેચરલ મોઈશ્ચરાઈઝર હોય છે. જો તમે અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં આમાંથી કોઈ પણ વસ્તુ લગાવશો તો તમારા વાળ ચમકદર બનશે અને શુષ્કતા પણ ઓછી થશે.

આ બાબતોનું પણ ધ્યાન રાખો : ઉનાળાની ઋતુમાં દર 3 મહિને વાળને ટ્રિમ જરૂરથી કરવો. તડકાના કારણે વાળ બેમુખવાળા વાળની સમસ્યા વધી જાય છે, તેથી જો તમે વાળને ટ્રિમ નથી કરાવતા તો વાળનો વિકાસ પણ અટકી શકે છે.

જો તમે નિયમિત સ્વિમિંગ કરો છો તો સ્વિમિંગ પછી તમારા વાળ જરૂર ધોઈ લો. જો કલોરિન માથાની ચામડીમાં રહી જાય છે તો તે વાળના ક્યુટિકલ્સને નુકસાન પહોંચાડે છે. તેથી સારું રહેશે કે તમે સ્વિમિંગ કેપ પહેરીને જ સ્વિમ કરો.

વાળને શેમ્પૂથી ધોયા પછી કાળી ચાના પત્તાના પાણીથી વાળ ધોઈ લો. આમ કરવાથી વાળને અનોખી ચમક મળે છે. આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ઉનાળામાં વાળ ગરમ પવન, પરસેવા અને તડકાના કારણે વાળની ચમક ઉડી ગઈ છે તો, કરી લો આ ઘરેલુ ઉપાય”

Comments are closed.