Sunday, October 2, 2022
Homeહોમ ટિપ્સકાર અથવા બાઇકની હેડલાઇટ પરના સ્ક્રેચને દૂર કરવાની કેટલીક ટિપ્સ, તમે પણ...

કાર અથવા બાઇકની હેડલાઇટ પરના સ્ક્રેચને દૂર કરવાની કેટલીક ટિપ્સ, તમે પણ અજમાવો

થોડા સમય પછી કાર અથવા બાઇકની હેડલાઇટ પર સ્ક્રેચ સામાન્ય છે. હેડલાઇટ પર સ્ક્રેચના કારણે ઘણી વખત લાઇટ સીધી જમીન પર પડતી નથી અને આમ તેમ પડવા લાગે છે. ક્યારેક રાત્રે લાઇટ ચાલુ કર્યા પછી પણ આગળ અંધારું જ દેખાય છે.

આવી સ્થિતિમાં જો તમારી કાર અથવા બાઇકની હેડલાઇટમાં ઘણા બધા સ્ક્રેચ છે તો આ લેખમાં અમે તમને કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને તમે સરળતાથી સ્ક્રેચને દૂર કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

મીણનો ઉપયોગ કરો : કાર કે બાઈકની હેડલાઈટમાં રહેલા સ્ક્રેચને ઘણી હદ સુધી દૂર કરવા માટે ઘરમાં રહેલી મીણનો ઉપયોગ એક શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે છે. આ માટે સૌથી પહેલા મીણને સારી રીતે મેશ કરી લો.

હવે હેડલાઇટ પર છીણેલા મીણને લગાવો અને તેને કોટનથી ધીમે ધીમે ઘસો. લગભગ 2-3 મિનિટ સુધી સતત ઘસ્યા પછી મીણને સ્વચ્છ કપડાથી લૂછી લો. તમે જોશો કે સ્ક્રેચ ઘણી હદ સુધી દૂર થઈ ગયા હશે.

4

લેન્સ ક્લીનરનો ઉપયોગ કરો : જો તમે મીણનો ઉપયોગ કરવા નથી માંગતા તો તમે કારના અને બાઇકની હેડલાઇટમાંથી સ્ક્રેચ દૂર કરવાની સૌથી સરળ રીત છે લેન્સ ક્લીનરનો ઉપયોગ કરવો.

જો તમારી પાસે લેન્સ ક્લીનર નથી તો તમે તેને બજારમાંથી મળી જશે. લેન્સ ક્લીનરને હેડલાઇટ પર ઘસો. લગભગ 2-3 મિનિટ સુધી ઘસતા રહો. તેનાથી ઘણી હદ સુધી સ્ક્રેચ માર્કસ સરળતાથી દૂર કરી શકાય છે.

ભૂંસવા માટેનું રબર વાપરો : આ માટે રબરને લગભગ 3-4 મિનિટ સુધી નિશાન પર ઘસો. આ હેડલાઇટ પરના સ્ક્રેચ દૂર કરીને પહેલા કરતા ઘણી સારી બનાવે છે. આ માટે તમારે કડક રબરનો ઉપયોગ ના કરવો જોઈએ, નરમ ઇરેઝરનો ઉપયોગ કરવો.

આ વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો : મીણ, લેન્સ ક્લીનર અને ઇરેઝર સિવાય બીજી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને હેડલાઇટમાંથી સ્ક્રેચ માર્ક્સને દૂર કરી શકો છો. આ માટે તમે ટૂથપેસ્ટ, સ્ક્રેચ રિમૂવલ લિક્વિડ, કાર વેક્સ લિક્વિડ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

જો તમે પણ નવી હેડલાઇટ લગાવવા નથી માંગતા તો તમે પણ ઉપર જણાવેલ ઉપાયો કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -