How much gold kept at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા બધાના ઘરમાં પૈસા અને ઘરેણાં હોય જ છે કારણ કે આપણે કોઈપણ પ્રસંગમાં ઘરેણાં પહેરીએ છીએ અને પૈસા ઘરમાં રાખવાનું કારણ છે પૈસા આપણી રોજિંદા જીવનના વ્યવહારોમાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં પૈસા અને કેટલું સોનું રાખવાની એક લિમિટ હોય છે.

આ લિમિટ કરતા કરતા વધારે રોકડ અને સોનું રાખવાથી આપણી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તમે આને દરોડા તરીકે પણ ઓળખી શકો છો. તાજેતરમાં જ શિવસેનાના નેતા સંજય રાઉત અને અર્પિતા મુખર્જીના ઘરેથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે, જે બાદ તેમના પર આરોપો લાગ્યા છે.

આ પછી અર્પિતા મુખર્જીનો ફ્લેટ એજન્સીએ જપ્ત કરી લીધો છે તો આવી સ્થિતિમાં સામાન્ય લોકોના મનમાં પણ ઘરમાં કેટલી રોકડ અને સોનું રાખવાની મર્યાદાને લગતા પ્રશ્ન થઇ રહયા હોય છે. તો ચાલો આ વિશે જાણીએ.

તમે કેટલી રોકડ અને સોનું રાખી શકો છો : ઘરમાં જે પણ રોકડ હોય છે તેનો તમારી પાસે આવકનો સ્ત્રોત હોવો જરૂરી છે. જેથી જો કોઈ અધિકારી તમને પૂછે કે તમારી આવક ક્યાંથી આવી રહી છે તો તમે જવાબ આપી શકો.

આવી સ્થિતિમાં જો તમારા ઘરમાંથી 4 કરોડ રૂપિયા મળી આવે છે તો તમારે આ બધા પૈસાના સ્ત્રોત વિશે જણાવવું પડશે. સ્ત્રોત એટલે કે આ પૈસા તમે કમાયા ક્યાંથી તેનું પ્રુફ હોવું જોઈએ. જો તમે આવકના સ્ત્રોતને નથી જણાવી શકતા તો તમને તે રકમ મુજબ દંડ ભરવાનો થઇ શકે છે.

આ સિવાય આવકવેરા વિભાગે ઘરમાં કેટલું સોનું રાખવું તેની પણ એક મર્યાદા નક્કી કરી છે. તો આ મર્યાદા પરિણીત મહિલાઓ, અપરિણીત મહિલાઓ અને પુરૂષો દરેક માટે અલગ અલગ છે.

તમે કેટલું સોનું ઘરે રાખી શકો છો : પરિણીત મહિલાઓ છે તેઓ 500 ગ્રામ અને જે અવિવાહિત મહિલાઓ છે તેઓ 250 ગ્રામ સોનું ઘરમાં રાખી શકે છે. તે જ સમયે પુરુષો 100 ગ્રામથી વધુ સોનાના ઘરેણાં પોતાની સાથે નથી રાખી શકતા. આ લિમિટ કરતા વધુ સોનું મળે તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.

આ સિવાય જો તમને 50 હજાર સુધીનું સોનું ગિફ્ટમાં મળ્યું હોય તો તેના પર આ નિયમ નથી લાગુ પડતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટિવ્સ અનુસાર તમામ માહિતી આપવા પર સોનાના દાગીના રાખવા પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 132 હેઠળ આઇટી અધિકારી નિર્ધારિત મર્યાદાથી વધુ ઘરેણાં મળી આવે તો તેને જપ્ત કરી શકે છે.

તમે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરમાં વધુ પડતું સોનું અને રોકડ તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે. જો કે તમે તમારી આવકનો સ્ત્રોત બતાવીને આઇટી અધિકારીને તમામ માહિતી આપી શકો છો. જો તમને આ જામકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા