house painting tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

એક મહિના પછી દિવાળી આવી રહી છે અને દરેકના ઘરે સફાઈનું કામ ચાલુ થઇ ગયું હશે અથવા ચાલુ થવાનું હશે. આ દિવસોમાં ઘણા લોકો ઘરને પેઇન્ટ કરાવે છે. જો તમે પણ પેઇન્ટ કરવાનું વિચારી રહયા છો તો પેઇન્ટને લાંબા સમય સુધી નવા જેવું રાખવા માટે પેઇન્ટિંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

તમારા ઘરનો રંગ કેવો હોવો જોઈએ

જયારે પણ ઘરને નવો પેઇન્ટ થાય છે ત્યારે ઘર એકદમ ચમકી ઉઠે છે પરંતુ અમુક મહિનાઓ પછી તેની ચમક ધીમે ધીમે બધી ગાયબ થઈ જાય છે. તેનું કારણ છે યોગ્ય પેઇન્ટ ના પસંદ કરવો.

આજે બજારમાં ઘણા પ્રકારના પેઇન્ટ મળે છે. આવી સ્થિતિમાં ઘર માટે શ્રેષ્ઠ વોશેબલ પેઇન્ટ રહે છે. આ પેઇન્ટને જરૂર પડે ત્યારે તમે પાણી અને ભીના કપડાની મદદથી સાફ કરી શકાય છે. સમય સમય સફાઈ કરવાથી સાથે, આ પેઇન્ટ નવા જેવું બને છે.

દીવાલમાં ભેજ છે તો ધ્યાન રાખો

દીવાલમાં ભેજ આવવાને કારણે પણ કલર બગડી જાય છે. તેથી તે દીવાલ પર ડમ્પ પેન્ટ કરાવો. ભેજને દૂર કરવા માટે પેઈન્ટ કરતા પહેલા પુટ્ટી અથવા લાપી કરવી જોઈએ.

આ સિવાય ભેજને દૂર કરવા માટે પેઇન્ટમાં મિક્સ કરવા માટે બજારમાં બીજી ઘણી વસ્તુઓ મળી જશે. આ માટે તમે કોઈપણ પેઇન્ટ શોપમાંથી વધુ માહિતી મેળવી શકો છો.

રંગ કેવી રીતે પસંદ કરવો 

ઘરને કલર કરતી વખતે રંગનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જો ઘરમાં નાના બાળકો હોય તો લાઈટ રંગ પસંદ ના કરવા જોઈએ, કારણ કે બાળકોના હાથ લાઈટ રંગ પર ખૂબ જ ઝડપથી લાગી જાય છે જેના કારણે પેઇન્ટ જૂનો લાગે છે.

આ સિવાય પેઇન્ટનો રંગ પણ ઘરની સાઈઝ ફર્નિચર પ્રમાણે પસંદ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે લાઇટ કલરથી ઘર મોટું દેખાય છે અને ડાર્ક કલરથી ઘર નાનું લાગે છે. તેથી કલર કરતા પહેલા આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો: 5 વર્ષ જુના અને ગંદામાં ગંદા સ્વીચ બોર્ડને માત્ર 10 મિનિટમાં આ રીતે સાફ કરો, એકદમ નવું થઇ જશે

લાકડાના ફર્નિચર પર ના લાગે કલર

ઘરને કલર કરતા પહેલા ઘરમાં રહેલું લાકડાના ફર્નિચરને કાપડથી ઢાંકવું જોઈએ. જો નથી ઢાંકતા તો પેઇન્ટ લાકડા પર પડે છે, જેને પછી દૂર કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

તો તમે પણ ઘરને પેઇન્ટ કરાવો ત્યારે આ નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ પેઇન્ટ લાંબા સમય સુધી ચમક જાળવી રાખે છે અને ઘર નવા જેવું લાગે છે. જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ હોમ ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “પાછળથી પસ્તાવું ના હોય તો ઘરમાં કલર કરાવતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો”

Comments are closed.