homemade face wash
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આધુનિક સમયમાં યુવાન અને યુવતીઓ પોતાના ચહેરાને ચમકાવવા માટે અવનવા પ્રયોગો કરતા હોય છે, જાતજાતનાં ક્રીમ અને ફેસવોશ બજારમાંઉપલબ્ધ છે અને એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ દરેક વસ્તુમાં ક્યાંકને ક્યાંય કેમિકલનો ઉપયોગ થાય છે.

માટે આ વસ્તુઓ તમારા શહેરા અને સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. અહીંયા તમને ઉપાય જણાવીશું જેમાં માત્ર બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે.આ બે વસ્તુ તમને તમારા ઘરમાં મફતના ભાવે અને એકદમ આસાનીથી મળી જાય છે.

આ ઉપાય સવારે તમારે કરવાનો છે. આ ઉપાય કરવાથી તમારો ચહેરો જે ફેસવોસ કે મોઘામાં મોંઘી સ્કીમ નો ઉપયોગ કરવાથી પણ જે રીસલ્ટ નથી મળતું તે તેના કરતા પણ સારું રીસલ્ટ તમને જોવા મળશે. તમારો ચહેરાનો કલર અને ચહેરા પર જામી ગયેલો મેલ એકદમ સાફ થઇને તમારો ચહેરો મુલાયમ, ચમકદાર થઇ જશે.

આ ઉપાય જે પ્રાચીન સમયમાં લોકો ઉપયોગ કરતા હતા, પરંતુ આજના સમયમાં છોકરા અને છોકરીઓને બજારમાં મળતી મોંઘી વસ્તુનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. આ એકદમ દેશી અને જૂનો જાણીતો પ્રયોગ છે.

આ પ્રયોગ માટે તમારે તમારા રસોડામાં રહેલી બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે. સૌથી પ્રથમ છે ચણાનો લોટ અને બીજી વસ્તુ છે દહીં.
હવે જાણીલો કે ઉપયોગ કઈ રીતે કરવાનો છે. સૌ પ્રથમ વાટકીની અંદર એક ચમચી ચણાનો લોટ અને તેની અંદર એક ચમચી દહીં નાખવાનું છે.

ભેંસ ના દૂધમાંથી બનાવેલ દહીં કરતા ઘાયના દૂધમાંથી દહીં બનાવેલ હશે તો વધુ સારું. હવે દહીં અને ચણાના લોટને બરાબર 5 મિનિટ માટે હલાવો. ચણાના લોટની કણિઓ જોવા મળશે જેથી દહીં સાથે લોટને સારી રીતે મિક્સ કરો અને પેસ્ટ બનાવો. હવે બનેલી પેસ્ટને તમારા ચહેરા પર 5 મિનિટ માટે મસાજ કરવાની છે અને ગરમ હૂંફાળા પાણીથી મોઢું ધોઈ નાખવાનું છે.

તો આ રીતે ચણાનો લોટ અને દહીંને મિક્સ કરી, પેસ્ટ બનાવી સવારે ચહેરા પાર ફક્ત 5 મિનિટ માટે માલિશ કરવાની છે. એકવાર આ ઉપાય જો ન કર્યો હોય તો એકવાત આ ઉપાય કરી જોવો અને તેનો અનુભવ કરી જોવો. તમને ફેસવોસ અને સ્કીમમાંથી જે રીસલ્ટ નહિ જોવા મળ્યું હોય એ આ ઉપાયથી જોવા મળશે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા