home remedies for mosquitoes
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં દરરોજ સાફ સફાઈ કરવામાં આવે છે તેમ છતાં ઘરમાં જીવ જંતુઓ હોય છે અને આ માટે ગૃહિણીઓ ઘરને જંતુનાશક મુક્ત બનાવવા ઘણા ઉપાયો કરે છે. મહિલાઓ ઘરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે એક થી ચડિયાતી એક વસ્તુઓ શોધીને લાવે છે.

ઘણી વાર તો બજારમાંથી ખરીદીને લાવેલા જંતુનાશક સ્પ્રેથી પણ જીવજંતુઓ ભાગતા નથી અને સ્પ્રે ખરીદવામાં માટે પણ વધારે પૈસા ખર્ચવા પડે છે. તો આવી સ્થિતિમાં જો તમે ઘરે જંતુનાશક સ્પ્રે બનાવવા માંગતા હોય તો આ લેખમાં અમે 3 રીત વિષે જણાવીશું.

આ લેખમાં અમે તમને ઘરે જ જંતુનાશક સ્પ્રે બનાવવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ સ્પ્રે બનાવવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે.

1. લીંબુ સ્પ્રે સામગ્રી : લીંબુનો રસ 1/2 કપ, ખાવાનો સોડા 2 ચમચી, સ્પ્રે બોટલ 1, પાણી 1/2 લિટર અને લૈવેડર ઓઇલ 2 ટીપાં (વૈકલ્પિક).

સ્પ્રે બનાવવાની રીત : પાણીમાં લીંબુનો રસ ઉમરીને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી થોડી વાર સેટ થવા રાખો. 5 મિનિટ સેટ કર્યા પછી સ્પ્રે બોટલમાં ભરો. તમે સુંગંધ માટે લવંડર તેલ પણ ઉમેરી શકો છો. જંતુનાશક સ્પ્રે તૈયાર છે.

2. લીમડાના તેલનો સ્પ્રે માટે સામગ્રી : લીમડાનું તેલ 2 ચમચી, પાણી 1/2 લિટર, સ્પ્રે બોટલ 1 અને વિનેગર 1/2 ચમચી.

બનાવવાની રીત : પહેલા પાણી ગરમ કરો અને તેમાં વિનેગર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરી લો. પછી તેમાં લીમડાનું તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર સેટ થવા માટે રાખો. લગભગ 20 મિનિટ સુધી સેટ થયા પછી તમે સ્પ્રેનો ઉપયોગ કરો.

3. લસણનો સ્પ્રે માટે સામગ્રી : લસણની 8-10 કળી, પાણી 1/2 લિટર, સ્પ્રે બોટલ 1 અને ખાવાનો સોડા 1 ચમચી.

બનાવવાની રીત : સૌથી પહેલા લસણની પેસ્ટ બનાવો. હવે એક વાસણમાં પાણી નાખી તેને ગરમ કરો અને તેમાં લસણની પેસ્ટ નાખીને ઉકાળો. હવે લગભગ 3-4 કલાક માટે આમાં રહેવા દો. 4 કલાક પછી પાણીને ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો.

પછી તેમાં ખાવાનો સોડા ઉમેરીને મિક્ષ કરી લો. જો તમને આ કીટનાશક સ્પ્રે બનાવવાની 3 રીત રીત પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા