healthy food for mind body
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમને પૂછવામાં આવે કે તમારા શરીરને સ્વસ્થ અને મગજને તેજ રાખવા માટે તમારે કાયા પૌષ્ટિક ખોરાક લેવા જોઈએ. તો આ સવાલના જવાબમાં, તમારા મનમાં એક નહિ પણ ઘણા બધા ખોરાકના નામ આવી જશે. પરંતુ, જો આયુર્વેદ પ્રમાણે જણાવેલ કેટલાક એવા ખોરાક છે જે તમારા શરીર અને મગજ માટે વર્ષોથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જો તમે આયુર્વેદ પ્રમાણે જણાવેલ પૌષ્ટિક ખોરાક વિશે નથી જાણતા, તો અહીંયા આ માહિતીમાં તમને કેટલાક ખોરાક વિષે જણાવીશું. તો ચાલો જાણીલો આ ખોરાક વિશેની માહિતી.

1) અંજીર અને ખજૂર: જો ડ્રાય ફ્રુટ્સની વાત કરવામાં આવે તો એવા ઘણા બધા ડ્રાય ફ્રુટ્સ બજારમાં મળતા હોય છે અને ઘણા લોકો તેનું નિયમિત રીતે તેનું સેવન કરતા હોય છે.

પરંતુ એવા ઘણા ડ્રાય ફ્રુટ્સ છે કે જેનો સમાવેશ પૌષ્ટિક આહાર તરીકે કરવામાં આવે છે. આવામાં ખજૂરને પણ શરીર અને મગજને તેજ બનાવામાં એક શ્રેષ્ઠ ડ્રાય ફ્રુટ્સ તરીકે સમાવેશ કરવામાં આવે છે.

ખજૂરને દૂધ સાથે પણ લઇ શકાય છે. ખજૂરની સાથે સાથે અંજીરનો પણ ખુબજ પૌષ્ટિક ડ્રાય ફ્રુટ્સ  તરીકે સમાવેશ કરવામાં વાયુઓ છે. તમે ખજૂર સાથે સાથે અંજીરનું પણ સેવન કરો તો શરીર અને મગજ માટે ખુબજ સારું માનવામાં આવે છે.

2) ફળો : ઉપર આપણે ડ્રાય ફ્રુટ્સની વાત કરી હવે કેટલાક ફળ પણ એવા છે જે શરીર અને મગજ ને તેજ બનાવવામાં ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર દ્રાક્ષ, જેકફ્રૂટ અને કેળા શરીર અને મગજને તેજ બનાવવા માટે પૌષ્ટિક ખોરાકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણ ફળોને આયુર્વેદ અનુસાર હંમેશા શરીર માટે શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે.

3) પૌષ્ટિક ખોરાક: આયુર્વેદ અનુસાર ઘી, ખજૂર, અંજીર, દ્રાક્ષ, જેકફ્રૂટ સિવાય પણ ઘણા ખોરાક છે જેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર શરીરને સ્વસ્થ્ય અને મગજને તેજ બનાવવા માટે સૂપ, કાળા ચણા, ગોળ અને આંબળા વગેરે જેવી વસ્તુઓને ભોજનમાં સામેલ કરવો જોઈએ. આ સિવાય દરરોજ  કસરત, વ્યાયામ, યોગા અને મધુર સંગીત સાંભળવાની પણ ભલામણ કરવામાં આવી છે.

4) ઘીનું સેવન કરો : પ્રાચીન કાળથી ઘીને આયુર્વેદિક આહાર તરીકે માનવામાં આવ્યું છે. ઘીને આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ અને પૌષ્ટિક ખોરાક તરીકે માનવામાં આવે. આવી પરિસ્થિતિમાં ઘણા ડોક્ટર શરીર અને મગજને તેજ બનાવવા માટે ઘીનું સેવન કરવાની સલાહ આપે છે. આમ તો ઘી દરેક લોકો માટે પૂરતા પ્રમાણમાં લેવું વધુ યોગ્ય માનવામાં આવ્યું છે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈ ની દુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા