healthy food for 60 year old woman
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મારા પડોશમાં રહેતી એક મહિલા બે નાના બાળકોની માતા છે, પરંતુ તેમને જોઈને કોઈ તેમની ચોક્કસ ઉંમરનું અનુમાન લગાવી શકતું નથી. તે તેના બાળકો સાથે સોસાયટીમાં જ્યાં પણ જાય છે ત્યારે દરેક વ્યક્તિ તેને બાળકોની મોટી બહેન માને છે અને જ્યારે તેની સાચી ઉંમર વિશે જાણે છે ત્યારે લોકો ખાસ કરીને મહિલાઓ તેની પાસેથી તેની ફિટનેસ સિક્રેટ જાણવા માંગે છે.

મને પણ રહેવાયું નહીં તો, મેં પણ એક દિવસ તેમને યુવાન રહેવાનું રહસ્ય પૂછ્યું, તો તેમને મને કહ્યું કે તે પોતાને ફિટ રાખવા માટે દરરોજ કસરતની સાથે સાથે આહારનું પણ ધ્યાન રાખે છે અને સૌથી અગત્યનું તેના આહારમાં 4 ખાસ વસ્તુઓનો પણ સમાવેશ છે.

જેના કારણે તે પોતાને સ્વસ્થ અને ફિટ માને છે. આજે હું તેમનું આ રહસ્ય તમારી સાથે શેર કરવા માંગુ છું જેથી કરીને તમે પણ તમારી જાતને લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ રાખી શકો.

દરેક સ્ત્રી લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ રહેવા માંગે છે. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલી, ખાવાની ખોટી આદતો, કસરતનો અભાવ અને પ્રદૂષણને કારણે મહિલાઓ તેમની ઉંમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. શું તમે નથી ઈચ્છતા કે વધતી ઉંમર સાથે તમે પણ યુવાન અને સ્વસ્થ દેખાશો?

જો હા, તો અમારો લેખ ચોક્કસ વાંચો કારણ કે આમાં અમે તમને એવી 4 ખાસ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દરરોજ ખાવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રહી શકો છો. તો આવો જાણો અમારી સાથે.

આમળા : આપણે બધા જાણીએ છીએ કે આમળા સ્વાસ્થ્ય માટે કેટલા સારા છે. બીજી બાબત એ છે કે આપણામાંથી ઘણી સ્ત્રીઓ ભાગ્યે જ તેનું રોજેરોજ સેવન કરે છે. આમળાનો રસ પીવાથી તમે તમારી જાતને લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રાખી શકો છો. વિટામિન સીથી ભરપૂર આમળા તમારા શરીરની સાથે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

આમળા તમારા પાચનતંત્રને સારું રાખે છે, જેનાથી તમારું પેટ સારું રહે છે. એવું કહેવાય છે કે જો પેટ સ્વસ્થ છે તો તમે પણ સારા છો, કારણ કે મોટાભાગની બીમારીઓ પેટમાંથી જ શરૂ થાય છે. તેમજ આમળાનો રસ પીવાથી તમારી ત્વચામાં ચમક આવે છે અને વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.

કુંવરપાઠુ : બીજી ખાસ વસ્તુ એલોવેરા છે. આમળાની સાથે, દરરોજ એલોવેરાનો ઉપયોગ તેના વાળ અને ત્વચા પર કરી શકાય છે. તેને પીવાથી પેટ આમળા જેવું ઠીક રહે છે, કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે અને હાડકાંને પણ તાકાત મળે છે.

એલોવેરાને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવ્યું છે. આનું રોજ સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. સાથે જ તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને મોઈશ્ચરાઈઝર ગુણ વાળ અને ત્વચા માટે ખૂબ ફાયદાકરાક છે. જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ રહેશો.

અશ્વગંધા : ત્રીજું રહસ્ય છે અશ્વગંધા. અશ્વગંધાને પૌષ્ટિક, શક્તિવર્ધક અને વાયુ અને કફ નાશક માનવામાં આવે છે. અશ્વગંધાનો ઉપયોગ સામાન્ય રીતે શરીરને યુવાન રાખવા માટે કરવામાં આવે છે. એટલા માટે જે લોકો દરરોજ અશ્વગંધા લે છે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રહે છે.

અશ્વગંધા વિશે સૌથી સારી વાત એ છે કે તેને ખાવાથી તમારું વજન વધારી અને ઘટાડી શકો છો. બસ તેનું સેવન કરવાની રીત અલગ અલગ છે. આ ઉપરાંત, તે એક શક્તિશાળી ઔષધિ છે જેનો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે. પરંતુ અશ્વગંધાનું સેવન કરતા પહેલા તમારે કોઈપણ આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂર લેવી જ જોઈએ.

દૂધ અને દહીં : ચોથું રહસ્ય દૂધ છે. આથી દરેક મહિલાએ પોતાના આહારમાં કેલ્શિયમયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે એક ઉંમર પછી મહિલાઓના શરીરમાં કેલ્શિયમ ઓછું થવા લાગે છે. કારણ કે આજે પણ મોટાભાગની મહિલાઓ પોતાના કરતા પોતાના પરિવારનું ખાણીપીણીનું વધુ ધ્યાન રાખે છે.

પરંતુ મહિલાઓએ દરરોજ 2 ગ્લાસ દૂધ અને 1 વાટકી દહીં ખાવું જોઈએ. દૂધ અને દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન બી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. આ બંને વસ્તુઓ હાડકાં અને દાંતને મજબૂત રાખે છે અને સ્વસ્થ રહેવામાં ઘણો ફાળો આપે છે.

તો વિલંબ શું કરો છો, જો તમારે વૃદ્ધાવસ્થામાં પણ યુવાન અને સ્વસ્થ રહેવું હોય તો આજથી આ 4 વસ્તુઓનું સેવન શરુ કરો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા