healthy drink instead of tea or coffee
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અરે ખૂબ થાકી ગયો છું…ચાલો ચા કોફી પીએ… આટલું કહીને આપણે દિવસમાં ઘણી વખત ચા-કોફી પીવા માટે બ્રેક લઈએ છીએ. ઓફિસ હોય કે ઘર, આપણે ચા-કોફી પીવાના બહાના શોધી જ કાઢીએ છીએ. ક્યારેક આળશ દૂર કરવા, ક્યારેક થાક દૂર કરવા અને ક્યારેક એનર્જી લેવલ વધારવા માટે ચા-કોફી આપણી દિનચર્યાનો એક ભાગ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે આના ઘણા ગેરફાયદા પણ છે. ચા અને કોફીના કારણે આપણું હોર્મોનલ બેલેન્સ પણ બગડે છે. જ્યારે પણ આપણે ચા કે કોફી પીએ છીએ ત્યારે તેમાં રહેલા કેફીનને કારણે આપણા શરીરમાંથી કોર્ટીસોલ નામનો હોર્મોન નીકળે છે, જેનાથી એસિડિટી વધે છે.

પ્રોજેસ્ટેરોન હોર્મોન ઘટે છે અને એસ્ટ્રોજન હોર્મોન વધે છે. જેના કારણે હિપ્સ અને કમરના નીચેના ભાગની આસપાસ ચરબી જમા થાય છે અને એકંદરે વજન વધવા લાગે છે. તેની સાથે પીરિયડ્સ, મૂડ સ્વિંગ વગેરેને લગતી સમસ્યાઓ પણ થાય છે.

આ હોર્મોન PCODની સમસ્યા માટે પણ જવાબદાર છે. એટલે કે ચા-કોફી ખરેખર આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તો હવે એનર્જી લેવલ વધારવા માટે ચા અને કોફીને બદલે આ હેલ્ધી ડ્રિંક પીઓ.

બીટરૂટ આમળાનો જ્યુસ : બીટરૂટ આમળાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. બીટરૂટમાં નાઈટ્રેટ નામનું કુદરતી કેમિકલ્સ હોય છે. આ નાઈટ્રેટ્સ, નાઈટ્રિક એસિડમાં ચયાપચય થઈને, રક્ત પરિભ્રમણને વધારે છે અને નબળાઈ દૂર કરે છે. બીજી તરફ આમળામાં ફાયટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ડિટોક્સિફાય કરે છે, લીવરની કામગીરીમાં સુધારો કરે છે અને શરીરને શક્તિ આપે છે.

આમળા અને બીટરૂટનો રસ કેવી રીતે બનાવવો :

  • 1 બીટ
  • 1 આમળા
  • ½ આદુનો ટુકડો
  • મુઠ્ઠીભર ફુદીનાના પાન
  • આખી રાત પલાળેલા ચિયા બીજ
  • સ્વાદ મુજબ સેંધા મીઠું

કેવી રીતે બનાવવું : બધી શાકભાજીને ચોખ્ખા પાણીથી ધોઈ લો. પછી શાકભાજીને નાના ટુકડાઓમાં કાપો. ઝીણા સમારેલા બીટરૂટ, આમળા અને આદુને ગ્રાઇન્ડરમાં થોડું પાણી ઉમેરીને પીસી લો. તમે પાણી ઉમેરીને તમારી મુજબ તેને પાતળું અથવા જાડું બનાવી શકો છો. પછી તેને ગાળી લો.

ચાળણીમાંથી જે પલ્પ નીકળ્યો હોય તેમાંથી થોડો માવો પાછો રસમાં નાખો. કારણ કે તેમાં ફાઈબર હોય છે. હવે તેમાં લીંબુના રસના થોડા ટીપાં, સેંધા મીઠું અને પછી ચિયા સીડ્સ ઉમેરો. લો તમારું હેલ્ધી પીણું તૈયાર છે.

તો તમે પણ ચા અને કોફીને પીવાનું ઓછું કરીને આ હેલ્ધી પીણું પી શકો છો. જો તમને આ લેખ ગમી હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા