deshi pan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા આપણે વાત કરીશું અલગ અલગ દેશી પાનના દશ થી બાર ઈલાજ વિષે. ભગવાને બનાવેલ દરેક વૃક્ષ, ઔષધિ, વનસ્પતિ કે કોઈ છોડ હોય એ દરેક ના દરેક ભાગ જેવા કે ફળ, પાન, રસ વગેરે ક્યાંયને ને ક્યાંક મનુષ્ય માટે ઉપયોગી હોય છે. તો અહીંયા આપણે એવા કેટલાક પાન વિષે જોઈશું જે આપણને ઘણા ઉપયોગી છે.

1) તુલસીના પાન: તુલસી તો ઘર માતા કહેવાય છે. જે લોકોને ઉધરસ વારંવાર થતી હોય તે લોકોએ તુલસીનાં આંઠ થી દસ પાનને એક કપ પાણીમાં ઉકાળી અને તેમાં 1 ચમચી મધ ભેળવી અને તેને પી જવું. જો કોઈને ગળાની તકલીફ હોય તો તુલસીના પાનની સાથે કાળા મરીના 2 દાણા ચાવીને ખાઈ જવા. ગળાની તકલીફને દૂર થઇ જશે.

2) આંકડાના પાન: આંકડાનાં પાનને સરસિયાના તેલમાં નાખી અને ગરમ કરી અને તેને ગાળી અને તેમાં દસ ગ્રામ જેટલા કપૂર સાથે ભેળવીને તેનાથી સાંધા પર માલિશ કરવામાં આવે અને જો સોજાવાળા ભાગે લગાવવામાં આવે તો તેનાથી સાંધાની તકલીફ અને સોજાની સમસ્યાને દૂર કરી શકાય છે. તેમ જ દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે.

3) સરસવનાં પાન: સરસવનાં પાનનું શાક વિટામિન એથી ભરપૂર રહેલું હોય છે. તે આંખોની જોવાની ક્ષમતા વધારે છે. તેમજ જે લોકોને એનીમિયા એટલે કે લોહીની ઉણપ હોય તે લોકો માટે સરસવનું શાક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

4) જામફળ ના પાન: જામફળ ના પાન મોંમાં ચાંદા મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. આ માટે જામફળ ના છ થી સાત પાનને પાણીમાં ઉકાળી અને તે પાણીને ઠંડુ કરી અને દિવસમાં બે થી ચાર વખત તેનાથી કોગળા કરવામાં આવે તો દાંતના દુખાવામાં રાહત મેળવી શકાય છે.

5) બીલી ના પાણ: બીલીના પાનને બીલીપત્ર કહેવામાં આવે છે. આ પાનમાં અનેક ગુણો રહેલા હોય છે. બીલીપત્રને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી અને અડધી ચમચી ત્રિફળાચૂર્ણ સાથે તેને રોજ હુંફાળા પાણી સાથે લેવામાં આવે તો કિડની પરના સોજાને સમસ્યામાંથી આરામ મેળવી શકાય છે.

6) લીમડાના પાન: લીમડાના પણ ચામડીના રોગમાં લીમડાના પાન એ રામબાણ સાબિત થાય છે. લીમડાના પાનને રસ કાઢીને પીવાથી પેટનાં કીટાણુઓનો નાશ થાય છે. લીમડાના પાનને તેલમાં ઉકાળી અને માથામાં લગાડવાથી માથાના ખરતા વાળ અટકે છે તેમ જ ખોટો મટાડી શકાય છે .

જો લીમડાના પાનને વાટી અને ત્વચા પર લગાવવામાં આવે તો ખસ, ખુજલી માં આરામ મેળવી શકાય છે. આ ઉપરાંત લીમડાના પાનનો ઉકાળો પીવાથી તાવ શરીરમાં આવતો નથી.

7) જાંબુના પાન: જાંબુના ઠળિયા ની જેમ જાંબુના પાન પણ ડાયાબિટીસમાં ખૂબ જ લાભકારક સાબિત થતા હોય છે. જાંબુના પાનને પાનને વાટી અને તેને પાણીમાં મસળી અને તે સવારે પીવાથી ડાયાબિટિસના રોગીઓને તેનાથી ખુબજ લાભ થાય છે. .

8) દાડમનાં પાન: લોહીની હરસની સમસ્યામાં દસથી બાર કાળા મરી તેમજ બે મુઠ્ઠી દાડમના પાનને વાટી અને દરરોજ એક વખત પીવાથી લાભ મેળવી શકાય છે. 9) કરમદાના પાન: ઉધરસમાં આ પાન મધમાં ભેળવી ખાવાથી લાભ થાય છે.

10) ફુદીનાના પાન: ફૂદીનાના પાનનાં રસમાં મધ ભેળવી અને તેને પીવાથી ઉલટી ને બંધ કરી શકાય છે. તેમ જ ફુદીનાના પાનને ઉકાળી અને તેનો અર્ક કોલેરાના દર્દી માટે ખૂબ જ લાભકારક સાબિત થાય છે.

11) મૂળાના પાન: મૂળાનાં પાનને બારીક વાટી અને તેને દુખાવાની જગ્યાએ મલમની જેમ લેપ લગાડી અને તેના પર પાટો બાંધી દેવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા