Health Tips Gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને જણાવાનાં છીએ  કે ૪૦ વર્ષની વટાવ્યા પછી, લાંબુ નિરોગી જીવન જીવવું હોય તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે ગમે તેટલા પૈસા પાત્ર હોય, ગમે તેટલી સગવડતા વાળા હોઈએ, કે ગમે તેટલા ભણેલા-ગણેલા હોય પણ, આ શરીર સથવારો આપે ત્યાં સુધી જ શરીર સારું છે પણ શરીર જ્યારે સથવારો ન આપે ત્યારે આપણને શરીર બદતળ લાગે છે.

તો નીચે આપેલી આ આદતોમાં આપણે ધ્યાન રાખીશું તો હંમેશા નીરોગી જીવન જીવી શકીશું

1. સમયાંતરે બીપી તથા બ્લડ સુગર ચેક કરાવતા રહેવું. આ ખુબ જ જરૂરી છે.

2. મીઠું, ખાંડ, ડેરીપ્રોડક્ટ, ફાસ્ટ ફુડ આ બધી વસ્તુઓનું સેવન કરવાનું ઓછું કરવું જોઈએ અથવા બંધ કરી દેવું જોઈએ. તમે તેના બદલામાં ફણગાવેલા મગ, શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, લીંબુપાણી, આદુ, હળદર વગેરેનું સેવન ૪૦ વર્ષની વય પછી કરવું જોઈએ.

3. લીલોતરી શાકભાજી, જેમાં સલાડનું પ્રમાણ વધારવું એટલે કે શરીરને જરૂરી પોષક તત્વો એનાથી મળી રહેતા હોય છે.

4. દિવસમાં કોઈપણ ૧ ફળ ખાવાનું રાખવું જોઈએ. આનાથી એનર્જી અર્થાત્ શક્તિ સારી રહેશે અને જરૂરી વિટામિન અને પોષક તત્વો પણ એનાથી મળી રહેશે. પરંતુ આ ફળ કુદરતી રીતે પાકેલા હોવા જોઈએ.

5. ગુસ્સો સદંતર બંધ કરવો જોઈએ. ગુસ્સાથી અનેક ગેરફાયદાઓ થાય છે, જેમાં શરીર નાં બધા કોષો નબળા પડે છે અને આપણું મન પણ નબળું પડે છે . જેથી ગુસ્સાને કાબૂમાં રાખશો તો આપણે નિરંતર યુવાન રહીશું અને નિરંતર યુવાની એટલે નિરંતર નિરોગી રહીશું.

6. બદામ અને સિંગદાણા ખાવાનું રાખવું પણ માપમાં ખાવું. બદામ હંમેશા સાંજે પાણીમાં પલાળીને, સવારે આ પલાળેલી ચાર પાંચ બદામ ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે

7. ભૂતકાળ ભૂલીને આગળ વધવું. ભૂતકાળને ક્યારેય યાદ કરવાની જરૂર નથી. આપણા દ્વારા ઘણી બધી ભૂલો થતી હોય છે. આપણા પરિવારમાં પણ થતી હોય પણ, આપણે આદર્શ જીવન જીવવું અને વફાદાર રહેવું. ૪૦ વર્ષની વય પછી તમે પણ આવું કરશો તો ખુબ મજા રહેશે .

8. હંમેશા સકારાત્મક વિચારો જ વિચારવા. સકારાત્મક વિચારસરણી રાખવાથી આપણે હંમેશા ખુશ રહીશું અને આપણું આરોગ્ય પણ સારું રહેશે. આપણી ચયાપચયની ક્રિયા પણ સારી રહેશે.

9. સવારે ઊઠીને નરણા કોઠે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું. આ નિયમિત પીવું. દોઢ ગ્લાસ પણ પી શકાય.

10. થોડીવાર ચાલવાનું રાખવું. સવારે ચાલીએ કે સાંજે ચાલીએ પણ, 10 થી 20 મિનિટ આપણે ચાલવાનું રાખીએ તો આપણું શરીર એકંદરે સારું રહે છે.

11. જો વજન વધી ગયું હોય તો ઓછું કરવું. સાંજે ઓછો ખોરાક લેવો જોઈએ અને હળવો ખોરાક લેવો જોઈએ. ખીચડી ખાવી જોઈએ, હળદર વાળું દૂધ લેવું જોઈએ. આવા સાદા ખોરાકનું સેવન કરવું જોઈએ. પાન, માવા, તમાકુ, સિગરેટ દારૂ, જુગાર, માસાહાર, નબળા વિચારો વગેરેને ૪૦ વર્ષની વય પછી ત્યાગ કરવો જોઈએ.

12. રોજ સવારે દસ મિનિટ હળવો વ્યાયામ કરવો. કસરત કરવી જોઈએ, યોગાસન કરવા જોઈએ અથવા તો પ્રાણાયામ કરવા જોઈએ અને ધ્યાન મનન ચિંતન વાંચન એ પણ હોવું જોઈએ.

13. હંમેશા રાત્રે વહેલા સૂઈ જાઓ અને વહેલા ઉઠો. જેથી આપણને સારી ઊંઘ આવે અને વહેલા સવારે આપણે તાજી હવાવાળું ઓક્સિજન પણ મેળવી શકીએ.

14. હંમેશા રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી પીને સૂવાનું રાખો. હુંફાળું પાણી પણ પી શકાય છે. આ સાથે હંમેશા સારા મિત્રો રાખો, જેને કોઈપણ પ્રકારના વ્યસન ન હોય.

મિત્રો, આવી ઘણી બધી સુંદર ટિપ્સ છે જે આપણને ૪૦ વર્ષ પછી નિરોગી રાખી શકે છે. ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં પેજ રસોઈનીદુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા