ઘણા લોકો માટે વજન ઓછું કરવું એટલું પણ સરળ નથી હોતું. આપણને એવું લાગે છે કે આપણે બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ એક તો ભૂલ થઇ જ જાય છે. તમને એવું પણ લાગે કે તમે સ્વસ્થ જીવનશૈલી જીવી રહયા છો તો તેમ છતાં તમને સારું પરિણામ મળતું નથી.
વજન નથી ઓછું થઇ રહ્યું તો એવું પણ બની શકે કે તમે ખોટી સલાહને અનુસરી રહ્યા છો અથવા એવી સલાહ મુજબ કામ કરો છો જે તમારા માટે અનુકૂળ સાબિત નથી થઈ રહી. વજન ઘટાડતી વખતે આપણામાંથી ઘણા લોકો એવી ભૂલો કરે છે જે આપણે ન કરવી જોઈએ.
કારણ કે તમે અજાણતામાં એવી કેટલીક ભૂલો કરી બેસો છો જેના કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. યોગ્ય ઉંઘ ન લેવી, ડાઇટના નામે ના જમવું વગેરે જેવી કેલટીક ભૂલો છે જે તમે કરતા રહો છો.
એક ટાઈમનું જમવાનું છોડવું : વજન ઓછું કરતી વખતે લોકો સૌથી મોટી ભૂલ કરે છે કે જમવાનું છોડી દે છે. શરૂઆતમાં તે તાર્કિક લાગે પરંતુ ભોજન છોડવાથી તમારા ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે અને તમે બપોરનું અથવા રાત્રેનું ભોજન વધારે ખાવાની સંભાવના વધી જાય છે.
પ્રવાહી કેલરીનો વધુ લેવી : શું તમને પણ લાગે છે કે સોડા કે ફળોનો રસ વજન પર અસર કરી શકે છે? તમને જણાવી દઈએ કે આવું થઈ શકે છે. તેઓ સામાન્ય ખોરાક કરતાં વધુ કેલરી હોય છે અને તેનાથી તમારું પેટ ભરેલું નથી લાગતું. પ્રવાહીમાંથી કેલરી ઝડપથી પચી જાય છે, તેથી શરીર વધુ પ્રમાણમાં કેલરી શોષી લે છે, જેનાથી તમારું વજન ઘટવું મુશ્કેલ બને છે.
તમારું વજન વારંવાર તપાસવું : જ્યારે દરરોજ તમારું વજન ચેક કરશો તો તે વજન ઘટાડવામાં સીધો અવરોધ નહીં આવે, પરંતુ તે તમારા માટે ખૂબ જ નિરાશાજનક હોઈ શકે છે. વજનકાંટાના આંકડાઓ વિવિધ કારણોસર દરરોજ અલગ અલગ આવી શકે છે.
જ્યારે તમે વજનકાંટા પર તમારું ઓછું થયેલું વજન જોવા માંગો છો તો તે પરિણામો જોતા નથી તો તમે નિરાશ થઈ શકો છો અને તેથી જ આપણામાંના ઘણા લોકો વધારે ખાવાનું શરુ કરી દે છે. આ આપણી સૌથી મોટી ભૂલ હોય છે.
પૂરતી ઊંઘ ન લેવી : પૂરતી ઊંઘ ના લેવાથી લેપ્ટિનના સ્તરમાં ઘટાડો થાય છે જ્યારે ભૂખના હોર્મોન વધુ પડતું ઉત્પન્ન થાય છે. પરિણામે તમને હંમેશા ભૂખ લાગ્યા કરે છે. તેથી તમે જેટલી ઓછી ઊંઘ લેશો તેટલી વધુ શક્યતા છે કે તમને વધુ ચરબીવાળા અને ઉચ્ચ કાર્બ ખોરાક ખાવાની ઇચ્છા થશે. આ કારણે તમારું વજન ઘટવાને બદલે વધી શકે છે.
નિષ્ણાત મુજબ આ બાબતોને કારણે તમારી વજન ઓછું કરવાની મુસાફરી મુશ્કેલ બનાવવાની જગ્યાએ તમારે સંયમથી કામ લેવું જોઈએ. આ ભૂલો ન કરવા માટે, દરેક બાબતમાં સંતુલન જાળવવું જોઈએ.
જો તમે પણ વજન ઓછું કરી રહયા છો તો આ ભૂલો કરવાથી બચો. અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો આવા જ વધુ લેખજો માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.