Health Benefits of Wearing Silver Jewelry
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચાંદીને પવિત્ર ધાતુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચાંદીના ઘરેણાં પહેરવાથી મનને શાંતિ મળે છે અને આપણું શરીર સ્વસ્થ રહે છે. લાગણીઓને કાબૂમાં રાખવાની સાથે તે ધીરજ લાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તે આપણા શરીર માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે? આવો જાણીયે.

નિષ્ણાત કહે છે કે, “ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે તેઓએ ચાંદીના ઘરેણાં શા માટે પહેરવા જોઈએ. તો તમને જણાવી દઈએ કે ચાંદી ચંદ્ર એનર્જી સાથે જોડાયેલી છે, જે સ્ત્રીની એનર્જી સાથે પણ જોડાયેલી છે. તે શરીરની ‘ચંદ્ર’ નાડીને સક્રિય કરે છે.

ત્વચા સુંદર બને છે : ચાંદીમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે અને ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડે છે. ઉપરાંત, ચાંદીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણધર્મો હોય છે, જે ત્વચાની સપાટી પર હાનિકારક બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરે છે. આ સિવાય, તે ત્વચાને શાંત કરીને બળતરા અને લાલાશ ઘટાડે છે.

અવશ્ય વાંચો : નાના બાળકોને હાથ ચાંદીના કડા અને પગમાં પાયલ પહેરવા પાછળનું કારણ ખબર નથી તો જાણો

શરદી અને ફલૂથી બચાવે છે : ચાંદીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-માઇક્રોબિયલ ગુણ હોય છે, જે બેક્ટેરિયા અને વાયરસથી છૂટકારો અપાવે છે. તેથી સ્ત્રીઓ શરદી, ફ્લૂ અથવા હાનિકારક વાયરસ અને બેક્ટેરિયા જેવા ચેપથી પોતાને બચાવવા માટે ચાંદીને પહેરી શકે છે.

હીલિંગને પ્રોત્સાહન આપે છે : ચાંદીનો ઉપયોગ સદીઓથી ઘાના ઉપચાર માટે કુદરતી ઉપચાર તરીકે કરવામાં આવે છે. ચાંદીના દાગીના પહેરવાથી ઘા ઝડપથી રૂઝાય જાય છે અને ડાઘ ઓછા થાય છે.

દર્દ માં રાહત : પરંપરાગત દવાઓમાં ચાંદીનો ઉપયોગ પીડાને દૂર કરવા માટે થતો આવ્યો છે. આ ધાતુમાં શક્તિશાળી એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે. ચાંદીના દાગીના પહેરવાથી સાંધાનો દુખાવો અને જડતા ઓછી થાય છે.

શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે : ચાંદી એ ગરમી અને વીજળીનું વાહક છે. તેથી ચાંદીના દાગીના પહેરવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. ઉપરાંત, તે તેના ઠંડકના ગુણોને કારણે ગરમ હવામાનમાં તમને ઠંડકનો અનુભવ કરાવે છે.

ઊંઘ સારી આવે છે : ચાંદીના ઘરેણા પહેરવાથી મન શાંત રહે છે અને તણાવ, ચિંતા અને ગુસ્સો તમારાથી દૂર રહે છે. આ સિવાય તે એનર્જી લેવલને પણ વધારે છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

શરીરમાં સોડિયમનું ઉચ્ચ સ્તર : જ્યારે તે કોઈ ઝેરી તત્વોના સંપર્કમાં આવે છે ત્યારે ચાંદીનો કુદરતી રંગ બદલાઈ જાય છે. જ્યારે તમારા ચાંદીના દાગીના વાદળી અથવા ઘાટા રંગમાં ફેરવાય જાય છે, ત્યારે સમજવું કે તમારા શરીરમાં ઉચ્ચ સોડિયમ સ્તર હોઈ શકે છે. આ કિસ્સામાં, તમારે ખાણીપીણી પર ધ્યાન આપવું જોઈએ.

આ અવશ્ય વાંચો : કેમિકલ વગર ઘરે સોનાના અને ચાંદીના દાગીનાની કાળાશ દૂર કરીને ચમકાવવા હોય તો આ ટિપ્સ જરૂર અપનાવો

ચાંદીને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. તે એક પ્રતિક્રિયાશીલ ધાતુ પણ છે, જે શરીરમાંથી મુક્ત થયેલી એનર્જીને શરીરમાં પાછી પહોંચાડે છે. ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને વધારે છે, શરીરનું તાપમાન સંતુલિત કરે છે અને એકંદર આરોગ્ય સુધારે છે.

તદુપરાંત, ચાંદી અન્ય ધાતુઓ કરતાં સરળતાથી મળે છે અને સસ્તી પણ છે. તમે પણ ચાંદીના દાગીના પહેરો અને થોડા દિવસોમાં લાભ અનુભવો. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરજો. આવી વધુ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા