hand weight loss tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજકાલ વજન વધવાની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે હાથની ચરબી. આ એક એવી જીદ્દી ચરબી છે જેને સરળતાથી ઘટાડી શકાતી નથી. આ વજન ઘટાડવા અને લટકતા હાથની ચામડીમાંથી છુટકારો મેળવવા માટે મહિલાઓ વિવિધ કસરતો પણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા હાથની લટકતી ચામડીનું એક મોટું કારણ તમારી ખાવાની આદતો પણ હોઈ શકે છે.

હા આ સાચી વાત છે, ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેની આડ અસર આપણા શરીરના કોઈ અંગ પર થઈ શકે છે. વાસ્તવમાં એવી ઘણી ખાવાની વસ્તુઓ છે જે તમારા હાથનું વજન વધારી શકે છે અને જો તમે પણ તેમાંથી કોઈ પણ ખાદ્યપદાર્થોનું નિયમિત સેવન કરો છો તો તમારી આ આદતને જલ્દીથી બદલવાની જરૂર છે.

તો આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહયા છીએ એવા ફૂડ્સ વિશે કે જેનાથી આપણા હાથનું વજન વધી શકે છે અને આ સમસ્યાથી બચવા માટે તમે કઈ ખાદ્ય વસ્તુઓનો આહારમાં સમાવેશ કરી શકાય છે.

ખાંડનું સેવન ઓછું કરો : જો તમે પણ તમારા હાથના વધતા વજનથી પરેશાન થઇ રહયા છો તો તમારે તરત જ ખાંડનું સેવન બંધ કરી દેવું જોઈએ. ખાંડ બ્લડ સુગરનું સ્તર વધારે છે અને શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોનને અસંતુલિત કરે છે.

શરીરમાં ઇન્સ્યુલિનનું અસંતુલન ડાયાબિટીસનું મુખ્ય કારણ છે અને જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે. ખાસ કરીને વધતા વજનની અસર તમારા હાથ અને પેટ પર થાય છે અને શરીરનું વજન અનિયંત્રિત થઈ જાય છે.

રીફાઇન્ડ અનાજનું સેવન ઓછું કરો : ઘણીવાર લોકો ખોરાકમાં રીફાઇન્ડ અનાજનો ઉપયોગ કરે છે જેમાં મુખ્યત્વે મેદાનો લોટનો સમાવેશ થાય છે. મૈંદા લોટમાંથી બનાવેલ ખાદ્યપદાર્થોનો વધુ પડતું સેવન મુખ્યત્વે મોટાપા નું કારણ બને છે.

તમારે કોઈપણ પ્રકારના રીફાઇન્ડ અનાજ અને તેમાંથી બનાવેલ કોઈપણ વસ્તુ અને જંક ફૂડનું ખાવાનું તરત જ બંધ કરી દેવું જોઈએ. વાસ્તવમાં રીફાઇન્ડ અનાજ તમારા શરીરના કેટલાક ભાગોમાં વધતી ચરબીનું સીધું કારણ છે અને એમાં તમારા હાથનું વજન પણ શામેલ છે.

આવા મૈંદાના લોટની બનેલી વસ્તુઓ ખાવાને બદલે તમારે તમારા આહારમાં જુવાર, બાજરી, જવ, મકાઈ વગેરે લોટનો સમાવેશ કરવો જોઈએ. હવે વાત કરીશું કે તમારે શું ખાવું જોઈએ તો, તમે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. ખોરાકમાં લીલા શાકભાજીનું સેવન કરવાથી તમારા શરીરના દરેક અંગની સ્થૂળતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

જ્યારે તમે આ શાકભાજીનું વધારે માત્રામાં સેવન કરો છો તો પછી તમે ઘણી એવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો છો જે તમારા શરીરનું વજન વધારવાનું મુખ્ય કારણ છે. હાથના વધતા વજનને રોકવા માટે તમારા આહારમાં લીલા શાકભાજીની સાથે ફળોનો પણ સમાવેશ કરો.

ખોરાકમાં રસોડાના મસાલાનો સમાવેશ કરો : રસોડામાં કેટલાક એવા માંસલ છે જેમ કે હળદર તમારા વધતા વજનને ઘટાડવામાં મદદ કરે છે. તમે સવારે અડધી ચમચી હળદર ખાલી પેટ સેવન કરો, તમને ખૂબ જ ટૂંક સમયમાં તમારા હાથના વધતા વજનથી છુટકારો મેળવશો. આ સિવાય તમારા ભોજનમાં આદુનો ઉપયોગ વધારે માત્રામાં કરો.

તમે નિયમિતપણે કોઈને કોઈ સ્વરૂપે આદુનું સેવન કરો. જો તમે રાત્રિભોજન પછી છીણેલા આદુનું સેવન કરો છો તો તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. રસોડાના મસાલામાં રાઈના દાણા પણ તમારા શરીરના કેટલાક ભાગોનું વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તેથી તમારા ખોરાકમાં પુષ્કળ મસાલાઓનો સમાવેશ કરો.

હાથની માલિશ કરો : હાથની માલિશ કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે. આ માટે 6 ચમચી સરસોનું તેલ, 6 ચમચી તલનું તેલ, 1/2 ચમચી કોફી પાવડર, 1/2 ચમચી ખાંડ, 1/2 ચમચી હળદર લો. આ બધી સામગ્રીને મિક્સ કરીને ગેસ પર ગરમ કરો. જ્યારે આ સામગ્રી ઘટીને 4 ચમચી થઈ જાય અને હલકી ગરમ થઈ જાય ત્યારે તમારા હાથને હળવા હાથે મસાજ કરો.

જ્યારે તમે નિયમિતપણે માલિશ કરો છો તો આ મિશ્રણ હાથની ચરબી ઓગળવામાં મદદ કરશે. અહીં ઉપર જણાવેલ તમામ ખાદ્યપદાર્થોનું સેવન કરીને અને હાનિકારક છે એવા ખોરાકને દૂર કરીને તમે તમારા લટકતા હાથને ઝડપી સામાન્ય આકારમાં લાવી શકો છો અને શરીરના વજનને પણ નિયંત્રિત કરી શકો છો.

જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો, આવી જ ખોરાક, રસોઈ, બ્યુટી સબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા