hair fall reasons in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માનસીના વાળ એટલા પાતળા થઈ ગયા છે કે તેને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે કારણ કે તેણે મોંઘા શેમ્પૂ અને કન્ડિશનરથી લઈને હેર ટ્રીટમેન્ટ સુધી બધું જ કર્યું હતું પરંતુ તેમ છતાં તેના વાળ ખરતા જ રહે છે અને પાતળા થતા જાય છે.

જયારે પણ તે કાંસકો અથવા બ્રશ લગાવે અથવા શેમ્પૂ કર્યા પછી ટુવાલ અને ઉંઘમાથી ઉઠ્યા પછી વાળ ઓશીકું પર દેખાતા હતા. આ સમસ્યા ફક્ત માનસીની જ નથી પણ તેના જેવી ઘણી મહિલાઓની છે.

શું તમારી પણ આ સમસ્યા છે? જો હા તો ચિંતા કરશો નહીં પછી ચોક્કસપણે તમારા આહાર પર એકવાર ધ્યાન આપો. શું આહારમાં આયર્નની ઉણપને કારણે તો આવું નથી થઈ રહ્યું છે? વાળ આપણી પર્સનાલિટીમાં વધારો કરે છે.

વાળ જેટલા મજબૂત, જાડા, લાંબા અને ચમકદાર હશે તેટલું જ તે વ્યક્તિત્વમાં વધારો કરશે. પણ આજકાલ વાળ ખરવા એ એક સૌ કોઈની સમસ્યા બની ગઈ છે. જેના કારણે લગભગ દરેક વ્યક્તિ ચિંતામાં રહે છે. જો કે આપણે વાળ ખરવાને બ્યુટી પ્રોબ્લમ માનીએ છીએ. તેથી વાળ માટે સૌથી મોંઘી સારવાર લે છે.

પરંતુ તેમ છતાં વાળ ખરતા અટકતા નથી. આનું કારણ છે કે આપણા આહારની વાળ પર મોટી અસર પડે છે. હેલ્દી, લાંબા અને મજબૂત વાળ જાળવવા માટે તમારા આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ખોરાકમાં આયર્ન લેવું ખૂબ આપણા માટે જરૂરી છે.

આયર્નની ઉણપને કારણે વાળ ખરે છે : વાળ ખરવા અને તમારા આહાર વચ્ચે ઊંડો સંબંધ છે. ઘણા સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય ત્યારે વધારે વાળ ખરતા હોય છે. આયર્નની ઉણપને કારણે વાળનો વિકાસ અટકી જાય છે અને તેઓ કમજોર પડીને તૂટવા લાગે છે.

હકીકતમાં આયર્નની ઉણપના કારણે શરીરમાં લોહીની ઉણપ તરફ દોરી જાય છે, જેના કારણે માથાની ચામડીને પૂરતો ઓક્સિજન અને બ્લડ સર્કુલેશન મળતું નથી અને વાળ ખરવા લાગે છે. આ સિવાય શરીરમાં આયર્નની ઉણપને કારણે એનિમિયા થાય છે જેના કારણે લાલ રક્તકણોની (રેડ બ્લડ સેલ્સ) અછત રહે છે અને વાળ ખરવાની સમસ્યા શરુ થાય છે. ઉપરાંત, આયર્ન વાળને મુલાયમ અને મજબૂત બનાવે છે .

યુરોપિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી અનુસાર આયર્નની ઉણપને કારણે મહિલાઓને વાળ ખરવાનો વધારે અનુભવ થાય છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આયર્નની ઉણપથી વાળ ખરવાની સમસ્યા વધે છે. આયર્ન વાળના મૂળ અને ખોપરી ઉપરની ચામડીમાં ઓક્સિજન અને પોષણનો પ્રવાહ વધારીને વાળને સુધારવામાં મદદ કરે છે.

વાળ જયારે અસામાન્ય રીતે ખરવા લાગે, ત્યારે સમજી લેવું કે શરીરમાં આયર્નની ઉણપ છે. આ સ્થિતિ વધારે ગંભીર બની જાય અને તમારા દેખાવને અસર કરવાનું શરૂ કરે તે પહેલાં તમારા આહારમાં આયર્ન ભરપૂર ખોરાક લેવાનું ચાલુ કરો.

આયર્નનો સ્ત્રોત : આયર્નની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં બ્રોકોલી, કઠોળ, દાળ, બીજ, ઘેરા લીલા શાકભાજી, કિવિ, દાડમ, ગોળ વગેરેનો સમાવેશ કરો. કારણ કે તેમાં આયર્નનું પ્રમાણ ભરપૂર હોય છે. જો તમે ઈચ્છો તો ડોક્ટરની સલાહ લઈને આયર્ન સપ્લિમેન્ટ લઈ શકો છો.

જો તમે પણ સુંદર, રેશમી અને જાડા વાળ ઈચ્છો છો તો ખર્ચાળ શેમ્પૂ, કન્ડિશનર અને હર ટ્રીટમેન્ટની સાથે આયર્નથી ભરપૂર ખોરાક ખાઓ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા