butter milk for hair
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પહેલાના જમાનાની વાત કરીએ તો માથાના વાળ ખરવાની સમસ્યા કોઈને રહેતી ન હતી. અત્યારે શું થયું છે કે નાની ઉંમરમાં લોકોને હેર ફોલ થઈ જતા હોય છે. આ ઉપરાંત નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવા, નાની ઉંમરમાં એટલે કે યુવાનીના સમયે ૨૫ થી ૩૦ વર્ષની અંદર જ લોકોને માથામાં ટાલ પડી જવાની સમસ્યા થઈ જતી હોય છે.

આ ઉપરાંત વાળ બે મોઢાવાળા થઈ જાય છે અને વાળ પાતળા થવાની ઘણી બધી સમસ્યાઓ અત્યારે વધી ગઈ છે. પહેલા ના જમાના વાત કરીએ તો બધી નેચરલ પ્રોડક્ટ વાપરતા અને બધી વસ્તુઓ નેચરલ આવતી હતી.

પરંતુ જો અત્યારે માર્કેટની પણ વાત કરીએ તો દરેક વસ્તુમાં કેમિકલ્સનું પ્રમાણ વધી ગયું છે જેના કારણે તમારા માથાના વાળની સમસ્યા ઉદ્ભવે છે. અહીંયા તમને વાળ ની બધી સમસ્યા માટે એક નેચરલ ઘરેલુ ઉપાય બતાવીશું જે એકદમ સરળ છે.

આ ઉપાય માટે માર્કેટમાંથી તમારે છાશ લાવવાની છે. જો માર્કેટમાંથી છાશ ન લાવવી હોય તો ઘરેજ દહીં બનાવી દેવાનું અને તેમાં થોડું પાણી એડ કરવાનું જેથી તે નેચરણ ઘરેલુ છાશ બનીને તૈયાર થઈ જશે.

હવે જાણીએ કે આ છાશ નો ઉપયોગ કઈ રીતે કરવો: સવારે નાહવાનો સમય હોય તેના એક કલાક પહેલાં હાથના ટેરવાની મદદથી છાશને વાળના મૂળિયામાં લગાવી દેવાની છે અને પાંચ મિનિટ માટે તેને મસાજ કરવાની છે.

મસાજ કરી એક કલાક સુધી રહેવાનું દેવાનું છે અને જયારે તમે નાહવા જાઓ ત્યારે પાણીની મદદથી માથાને ધોઈ નાખવાનું છે. આ ઉપાય એકદમ સરસ અને સરળ છે. કોઈ પણ આ ઉપાય આસાની થી કરી શકે છે.

આયુર્વેદની અંદર પણ પહેલા ના જમાના નો ઉલ્લેખ થતો આવ્યો છે એટલે ગામડાની આપણે વાત કરીએ તો ગામડાની મહિલાઓ પહેલાંના જમાનાથી છાશનો ઉપયોગ કરતા અને હજી પણ ઘણા લોકો આ ઉપાય કરે જ છે અને આ ઉપાય થી સારા રિઝલ્ટ પણ મળે છે.

આપણા વાળ પ્રોટીનના બનેલા હોય છે અને આયુર્વેદની અંદર એટલે કે ચરક સંહિતા મા વાળ માટે આ છાશનો ઉલ્લેખ થયેલો છે અને આ ઉપાય કરવાથી વાળ માટે ખુબજ સારું પરિણામ જોવા મળે છે.

ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે રસોઈની દુનિયા સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા