gun masala powder banavvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મસાલા ઢોસા ખાવા કોને ના ગમે, લગભગ દરેક વ્યક્તિને ગમે છે. ઉત્તર પટ્ટીના લોકો સાંભર ખાવાનું ખુબ પસંદ કરે છે અને તેઓ તેને ભાત સાથે પણ ખાય છે. પરંતુ તમે પણ જોયું હશે કે તમારા દ્વારા બનાવવામાં આવતા મસાલા ઢોસા અને ગન પાઉડરમાં એવો સ્વાદ નથી હોતો જે સ્વાદ દક્ષિણ ભારતીય એટલે કે સાઉથ ઇન્ડિયન લોકોના ભોજનમાં આવે છે.

આવું ગન પાવડરના કારણે થાય છે. હકીકતમાં આપણે ઘરે જે ઢોસા અને સાંભાર બનાવીએ છીએ તેમાં આપણે બજારમાંથી ડોસા મસાલો ખરીદીને તેમાં વાપરીએ છીએ. જ્યારે દક્ષિણ ભારતના લોકો હંમેશા ઘરે બનાવેલા ગન પાવડરનો જ ઉપયોગ કરે છે. તેથી જો તમે પણ તમારા હાથથી બનાવેલા ઢોસા અને સાંભારમાં દક્ષિણ ભારતીય ટેસ્ટ લાવવા માંગતા હોય તો હોમમેઇડ ગન પાવડર ઘરે બનાવીને તેનો ઉપયોગ કરો.

અહીંયા આપણે ભારતીય વાનગી મસાલા ઢોસા માટે પાવડર બનાવવું જય રહયા છીએ, જેને બનાવવામાં લગભગ 15 થી 30 મિનિટ જેવો સમય લાગે છે, અને આ વાનગીનો પ્રકાર વેજિટેરિયન રહેશે. તો જાણો ગાન પાવડર બનાવવાની રીત.

ગન પાવડર બનાવવા માટે સામગ્રી : 1 નાની વાટકી ચણા દાળ, 1/2 નાની વાટકી ધાણા, 1/2 નાની વાટકી આખું જીરું, 1/2 નાની વાટકી મેથીના દાણા, 1/2 નાની વાટકી અડદની દાળ, 1/4 નાની વાટકી રાઈ દાણા, 4-5 મોટા ટુકડા આમલી, 8-10 લસણની કળી, 8-10 મીઠો લીમડાના પાન, 1/2 નાની ચમચી હિંગ, 1/2 કપ વાટેલું લાલ મરચું, 1 મોટી ચમચી મીઠું

ગન પાવડર બનાવવાની રીત : ગેસ પર ધીમી આંચ પર એક પેન મૂકો અને તેમાં ચણાની દાળ, આખા ધાણા, જીરું, મેથી, અડદ અને રાઈ દાણા ઉમેરીને શેકો. થોડી વાર પછી તેમાં આમલી, લસણ, મીઠો લીમડાના પાન, વાટેલી હિંગ, વાટેલુ લાલ મરચું અને મીઠું નાખીને 7 થી 8 મિનિટ માટે ડ્રાયરોસ્ટ કરો.

જ્યારે મસાલો સારી રીતે શેકાઈ જાય અને તેમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરીને બધા મસાલાને એક પ્લેટમાં કાઢી લો.
હવે આ બધા મસાલાને ગ્રાઇન્ડર મિક્સર અથવા સિલબટ્ટામાં પીસી લો.

તો ડોસા મસાલા બનાવવા માટે ગન પાવડર તૈયાર છે. આ મસાલાને તમે ડબ્બામાં રાખો અને જ્યારે પણ તમે મસાલા ઢોસા કે સાંભાર બનાવો ત્યારે એક ચમચી આ મસાલાનો પાવડરને ઉમેરવાથી ઢોસા અને સાંભાર સ્વાદિષ્ટ બનશે.

જો તમે મસાલા અને સરળતાથી બનાવી શકાય એવો નાસ્તો અને સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જાણવામાં રસ ધરાવતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીં તમને તમારા મનપસંદ વાનગીઓની રેસિપી વિશે સારી માહિતી મળે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા