આજે આપણે જોઈશું ગુલકંદ ના ફાયદા વિષે. ગુલકંદ માં ગુલાબ અને સાકર ઉપયોગ થાય છે. આ બંનેની તાસીર ઠંડી હોવાથી બનતું ગુલકંદ તાસીરમાં ઠંડુ છે. તેથી તે શરીરની આંતરિક ગરમી દૂર કરી પિત્તનું શમન કરે છે એટલે કે પિત્તને શાંત કરે છે. માટે ગુલકંદ ઉનાળામાં અને ભાદરવાની ગરમીમાં ખાવાથી તેનો વધુમાં વધુ ફાયદો મળે છે.
ગરમીની સિઝનમાં વધુ પડતી તરસ લાગતી હોય, વધારે પરસેવો વળે કે નસકોરી ફૂટે તો ગુલકંદનું સેવન કરવાથી આરામ મળે છે. આ ઉપરાંત ગરમીથી શરીર પર આવતી ખંજવાળ, ફોલ્લીઓ, અ ડાઈ વગેરે ગુંદરના સેવનથી દૂર થાય છે. શરીરની આંતરિક ગરમી થી આંખોમાં બળતરા થાય કે લાલ રહેતી હોય તો ગુલકંદ ખાવાથી શાંત થાય છે.
ગુલકંદ ખાવાથી ઉનાળામાં લૂ લાગતી નથી તેમજ પેશાબની બળતરા દૂર થાય છે. સ્ત્રીઓની સમસ્ય જેવી કે અનિયમિત કે વધુ પડતું માસિક ગુલકંદ ખાવાથી દૂર થાય છે અને બ્લડ સર્ક્યુલેશન ને વધારી હૃદયને મજબૂત બનાવે છે.
તેમજ મગજને ઠંડક આપી યાદશક્તિ વધારે છે. તેથી અભ્યાસ કરતા બાળકોને ઉનાળામાં ગુલકંદ આપી શકાય. ત્વચા માટે પણ ઘણુ ફાયદાકારક છે. તડકાથી કાળી પડી ગયેલી ત્વચા ગુલકંદ ખાવાથી નિખળે છે તેમ જ ત્વચા પરની કરચલીઓ દૂર થઈ ત્વચા ને યુવાન બનાવે છે. ગરમ મસાલાયુક્ત ભોજન કરવાથી એસિડિટી થાય છે આ એસીડીટી ગુલકંદ ખાવાથી દૂર થાય છે અને અલ્સર ને પણ મટાડે છે.
શરીરમાં પિત્ત વધવાથી આવતો તાવ ગુલકંદના સેવન કરવાથી ઉતરી જાય છે અને નબળાઈ દૂર થાય છે. ગુલકંદ શરીર ને પોષણ આપી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગો સામે રક્ષણ આપે છે. ગુલકંદ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી કબજીયાત દૂર કરી આંતરડાંને મજબૂત બનાવે છે.
હવે આપણે જાણીએ કે ગુલકંદને કેટલી માત્રામાં લેવું જોઈએ. ગુલકંદ બાળકો માટે એક ચમચી અને મોટાઓ માટે એકથી બે ચમચી નરણાં કોઠે દૂધ સાથે લેવું. કબજિયાતની તકલીફ માં રાત્રે બે ચમચી ગુલકંદ એક ગ્લાસ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.
હવે જાણીએ કે ગુલકંદ કોને ના ખાવું જોઈએ. જેને વારંવાર શરદીની તકલીફ રહેતી હોય, જેને વારંવાર ડાયાબીટીસની તકલીફ હોય, તેમ જ નાનાં બાળકોએ શિયાળાની ઋતુમાં ગુલકંદ ન ખાવું કારણકે તેનાથી કફ વધવાની શક્યતા રહે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.