વટાણા અને બટેકા નો ઉપયોગ કરી બનતો નવો નાસ્તો

1
469
gujarati nasto

આજે તમારી સાથે લઈને આવ્યાં છીએ એકદમ નવો નાસ્તો જે લીલાં વટાણા અને બટેકા માંથી બની જાય છે. આ નાસ્તો જો બાળકોને આપશો તો બાળકો હસતા હસતા ખાઇ જશે. તો રેસિપી એકવાર જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર કરજો.

વટાણા નું પૂરણ બનાવવા માટે

 • ૨ ચમચી તેલ
 • ૧ ચમચી વળીયાળી
 • ૧ ચમચી સુકા ધાણા
 • ૧ ચમચી તલ
 • હિંગ
 • ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
 • ૧૨૫ ગ્રામ કાચા દરદરા ક્રશ કરેલા વટાણા
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • ૧ ચમચી પાણી
 • ૨ ચમચી બાફેલા બટાકાનો માવો
 • ૧ લીંબુનો રસ
 • ૧ ચમચી ખાંડ
 • ૧/૪ ચમચી ગરમ મસાલો
 • ૧ ચમચી ક્રશ કરેલા કાચા મગફળી બી નો ભુક્કો
 • ૧ ચમચી દાડમ ના દાણા

બટેટાનું બહાર નું પડ બનાવવાં માટે

 • ૧૫૦ ગ્રામ બાફીને છીણેલા બટેટા
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • ૩ ચમચી કોર્ન ફ્લોર

એક પેન મા તેલ એડ કરી તેલ ને ગરમ થવા દો. તેલ ગરમ થાય પછી તેમાં સુકા ધાણા, વળીયાળી, તલ, હિંગ એડ કરો. આટલું ઉમેર્યા પછી બધુ બરાબર હલાવી દો. હવે તેમા આદુ પરચાની પેસ્ટ એડ કરી બરાબર તેને સાંતળી લો.

gujarati nasto

હવે તેમા ક્રશ કરેલા લીલાં વટાણા એડ કરો. અહીં વટાણા કાચા લીધેલા છે. બરાબર મિક્સ કરી તેમા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. વટાણા સારી રીતે કુક થઇ જાય એટલા માટે થોડું પાણી એડ કરી . હવે ઢાંકણ ઢાંકી તેને થોડી વાર કુક કરી લો.

બધુ સારી રીતે કુક થઇ જાય પછી તેમાં બાફેલા બટાકા નો માવો, લીંબૂ નો રસ, ખાંડ, ગરમ મસાલો અને મગફળી નો ભુક્કો એડ કરી બધુ સારી રીતે મિક્સ કરી લો. અહીંયા આપડું બટાકા અને વટાણા માટેના નાસ્તાનું પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે ગેસ ને બંધ કરી પૂરણ ઠંડુ થવા દો.

gujarati nasto

બટાકાનું બહારનું પડ બનાવા માટે એક બાઉલ લો. તેમાં છીણેલા બાફેલા બટેટા એડ કરો. હવે તેમા કોર્ન ફ્લોર એડ કરો. હવે બંનેને હાથ વડે મિક કરી રોટલી જેવો લોટ બાંધી લો. લોટ પર થોડું તેલ એડ કરી કણક સ્મૂથ બાંધી લો.

હવે જે પૂરણ ઠંડુ થવા મૂક્યું હતું લઈશું. તેમાં દાડમ ના દાણા એડ કરી મિક્સ પૂરણ સાથે મિકકરી લો. હવે તેમાંથી નાના નાના બોલ્સ બનાવો. તમારે બધાં બાકી ના આ રીતે બોલ્સ તૈયાર કરી દેવાના છે. બધા બોલ્સ તૈયાર થઈ ગયા પછી બોલ્સ ને એક પ્લેટ મા લઇ લો.

gujarati nasto

હવે જે કણક બનાવેલી છે તેમાંથી થોડો લોટ લઈ તેને નાના ગુલ્લા માં ફેરવી દો. હવે આ નાના ગુલ્લાં માં તૈયાર કરેલા એક બોલ ને એડ કરી તેની પર બટાકાનું પડ ચઢાવી લો. તો અહી તમારી પેટીસ બની ગઈ છે.

gujarati nasto

આમ બધી પેટીસ આ રીતે બનાવી લો.બધી પેટીસ બનાવી લીધા પછી તેને કોર્ન ફ્લોર વડે દરેક પેટીસ ને કોટ કરી લો. એક આપામ પાત્ર લો. તેના દરેક ખાના માં ૧ ચમચી તેલ એડ કરો. દરેક ખાના માં પેટીસ એડ કરો.

gujarati nasto

થોડી વાર પેટીસ ને કુક કરી લો. એકબાજુ પેટીસ સારી રીતે ગોલ્ડન બ્રાઉન કુક થઇ જાય પછી તેને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન કુક કરી લો.

બધી પેટીસ કુક થઇ જાય પછી તેને એક પ્લેટ માં લઈ લો. અહીં તૈયાર થઈ ગયો છે. અહીં પેટીસ લઈ તેને બે ભાગમાં કરી લો. તમે જોઈ શકસો કે આપડો નાસ્તો એકદમ સારી રીતે બની ગયો છે.

gujarati nasto

Comments are closed.