tea masala recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ચોમાસાની ઋતુમાં ઝરમર વરસાદમાં ચાની ચુસ્કી લેવી બધાને ગમે છે. મોટાભાગના લોકો સવારે પથારીમાંથી ઉઠીને સૌથી પહેલા ચા ને યાદ કરે છે, ચાનો ગરમાગરમ એક કપ અને તેની એક ચુસ્કી આખો દિવસ બનાવે છે અને બધી આળસ દૂર કરે છે.

જો કે ચા દરેકના ઘરે સરખી જ બનતી હોય છે, પરંતુ ઘણા લોકો તુલસી, ફુદીનો વગેરે હર્બ્સ ઉમેરીને પણ ચા ને બનાવે છે, પરંતુ આજે અમે તમને મસાલા ચા કેવી રીતે બનાવવાની રીત જણાવીશું. બજારમાં 1 કપ ના 20 રૂપિયામાં મળતી મસાલા ચાને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

તેમાં ઉમેરવામાં આવતા મસાલા પણ તમને ઘરે સરળતાથી મળી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય મસાલામાંથી બનેલી ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય છે. મસાલા ચા સ્વાદમાં સારી હોય છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી હોય છે.

શિયાળાની ઋતુમાં મસાલા ચા પીવાથી શરીર પણ ગરમ રહે છે. જો તમે એકવાર ઘરે મસાલા ચા બનાવતા શીખો જશો તો તમારે તેને પીવા માટે વારંવાર કોઈ કાફે કે શેરીની કીટલી પર જવાની જરૂર નહીં પડે. તો આવો જાણીયે મસાલા ચા બનાવવાની રીત.

સામગ્રી : 6-7 આખા કાળા મરીના દાણા, 1 નાની ચમચી સૂંઠ, 4-5 તજની લાકડી, 3-4 ઈલાયચી અને 2-3 ચમચી લવિંગ, ચા માટે 2 ગ્લાસ દૂધ, 1/2 ગ્લાસ પાણી, 1/2 ચમચી ચા પત્તી પત્તી અને સ્વાદ મુજબ ખાંડ.

મસાલા ચા બનાવવાની રીત : સૌથી પહેલા બધા મસાલાને એક નોન સ્ટિક પેનમાં તેલ નાખ્યા વગર સારી રીતે શેકી લો. હવે શેકીને તેને મિક્સરમાં નાખીને પીસીને પાવડરની જેમ બનાવી લો. હવે એક ચા માટે તપેલીમાં પાણી ગરમ કરો, જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ચા પત્તી ઉમેરો.

ચાની પત્તી નાખ્યા પછી જ્યારે પાણી ઉકળે ત્યારે તેમાં દૂધ ઉમેરીને ઉકળવા દો. પછી છેલ્લે તેમાં સ્વાદ મુજબ અથવા ગળપણ મુજબ ખાંડ ઉમેરો. જયારે ચા ઉકળવા લાગે ત્યારે તેમાં મિક્સ કરેલ મસાલો ચામાં મિક્સ કરીને ફરીથી એકવાર ઉકાળો. પછી ચાને ગાળીને ગરમાગરમ સર્વ કરો.

તમે પણ ચોમાસામાં સાંજની ચા પીવાના શોખીન છો તો આ રીતે મસાલા ચા પીને આનંદ બમણો કરી શકો છો. જો તમને આ રેસિપી ગમી હોય તો આવી જ મસાલા રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા