પેટની ચરબીના થળ બરફની જેમ ઓગળવા લાગશે, દરરોજ પીવો આ ખાસ પીણું


જો તમે વજન ઘટાડવા માટેના યૂટ્યૂબ ડાયટ વીડિયો જોવો છો અથવા પેટની ચરબી ઘટાડવાની ટિપ્સ વિશે વાંચો છો તો તમને એક વસ્તુ હંમેશા જોવા મળશે અને તે છે ‘ગ્રીન ટી’. તમારામાંથી મોટાભાગની મહિલાઓએ ગ્રીન ટી પીધી પણ હશે અને તમારામાંથી ઘણા લોકોને ઘણા ફાયદા પણ થયા હશે.

પરંતુ શું તે ખરેખર વજન ઓછું કરવા માટે અસરકારક છે? જો તમે હજી પણ આ પ્રશ્નોના જવાબ વિશે મૂંઝવણમાં છો તો આ લેખમાં તમને ગ્રીન ટી કેવી રીતે તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે તે વિશેની દરેક માહિતી જણાવવામાં આવેલી છે..

ગ્રીન ટી શું છે? તે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે કે ગ્રીન ટી અને બ્લેક ટી એક જ છોડની પ્રજાતિથી ઉત્પન્ન થાય છે જેને કેમેલિયા સિનેન્સિસ કહેવામાં આવે છે. પ્રક્રિયાના આધારે તેનો રંગ ગ્રીન અને બ્લેક હશે.

જ્યારે તે તમામ પ્રકારની ગ્રીન ટી એક જ છોડમાંથી આવે છે, ત્યારે વિશ્વભરમાં બીજી ઘણી બધી ગ્રીન ટી ઉત્પન્ન થાય છે. ગ્રીન ટી ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે આવે છે અને તેને વજન ઘટાડવાના આહારમાં સામેલ કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

4

નિષ્ણાત અભિપ્રાય : ગ્રીન ટીના પાંદડામાં ઘણા ફાયદાકારક સંયોજનો હોય છે જેમ કે કેફીન. કેફીન એક જાણીતું ઉત્તેજક છે જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે અને અમુક અંશે કસરતની કામગીરીમાં પણ સુધારો કરે છે. ગ્રીન ટી તેના એન્ટીઑકિસડન્ટ તત્વથી ભરપૂર હોય છે.

ગ્રીન ટીના પાંદડાના સેવનથી તમારા લોહીના પ્રવાહમાં કૈટેચીન જેવા એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધી જાય છે. આમાંથી સૌથી મહત્વપૂર્ણ એપીગૈલોકૈટેચીન ગેલેટ (EGCG) છે. તે એક પદાર્થ છે જે મેટાબોલિજ્મને વેગ આપી શકે છે. ગ્રીન ટી એક ડિટોક્સ પીણું છે જે ચયાપચયને વેગ આપીને વજન ઘટાડી શકે છે.

આ સિવાય તેનું સેવન કરવાથી સ્વસ્થ અને ચમકદાર ત્વચા મળે છે. ગ્રીન ટીના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરી શકાય છે. ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટો, પોલિફેનોલ અને ફ્લેવોનોઈડ્સથી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને ઉધરસ અને ફ્લૂ સાધિત બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

મેટાબોલિજ્મ ને બુસ્ટ કરે છે : ગ્રીન ટી વજન ઘટાડવા અને પેટની ચરબી ઓગળવા માટે પણ જાણીતુ પીણું છે. ગ્રીન ટીમાં રહેલા પોલિફીનોલ તમારા ચયાપચયને વધારવામાં મદદ કરે છે, જે તમારા શરીરને કેલરી બર્ન કરવાના દરને ઝડપી બનાવવામાં મદદ કરે છે. અભ્યાસ દર્શાવે છે કે ગ્રીન ટીના સેવનથી મેટાબોલિઝમને 4 ગણું તેજ થાય છે.

એન્ટીઑકિસડન્ટો સમૃદ્ધ : ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટ્સનો ખજાનો કહેવાય છે. તેમાં શૂન્ય કેલરી હોય છે. તે તમારું પેટ પણ ભરે છે અને તમને ભરેલું લાગે છે, જેથી તમે ચરબીયુક્ત ખોરાક ખાવાથી બચી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને કૈટેચીનથી પણ ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે .

લો કેલરી પીણું : શું તમે વિશ્વાસ નહીં કરો કે ગ્રીન ટીમાં શૂન્ય કેલરી હોય છે. પણ તે સાચું છે. પીણાની કેલરી તમે તમારા ભાગ પર જે ફેરફારો કરો છો તેના પર આધાર રાખે છે. તેથી જો તમે તમારી ગ્રીન ટીને મીઠી બનાવવાનું પસંદ કરો છો તો ખાંડને નાખવાનું ટાળો અને તેના બદલે મધ ઉમેરો. રીફાઇન્ડ ખાંડ કરતા મધ સારો વિકલ્પ છે.

નિષ્ણાત મુજબ, ‘ગ્રીન ટી કોઈ જાદુઈ પીણું નથી કે જેને પીવાથી પેટની ચરબી ઓગળી જાય. પરંતુ જ્યારે તમે આને તમારી સ્વસ્થ આહાર અને નિયમિત ફિટનેસ રૂટિનમાં સમાવેશ કરશો તો આ પીણું તેનો જાદુનું કામ કરવાનું શરૂ કરે છે. જ્યારે તમે તમારી સવારની કોફી, પેકેજ્ડ જ્યુસ, સોડા અથવા રાત્રિભોજન કર્યા પછી જે પીણા પીવો છો તેના બદલે ગ્રીન ટી નું સેવન શરુ કરશો ત્યારે તે મદદ કરી શકે છે.

ગ્રીન ટી પાચનમાં મદદ કરતા ઉત્સેચકોની અસરને અટકાવે છે અને ખોરાકના કેલરી લોડને ઘટાડે છે. આ રીતે ગ્રીન ટીનો દરેક કપ તમારા એન્ટીઑકિસડન્ટ સ્તરને વધારશે, તમારા ચયાપચયને વેગ આપશે અને પેટની ચરબીને અમુક અંશે બર્ન કરવામાં મદદ કરી શકે છે.

જો કે પેટની ચરબીમાં ઘટાડો બીજા ઘણા પરિબળો થાય છે જેમ કે નિયમિત કસરત કરવી અને ઓછી કેલરીવાળો ખોરાક ખાવો વગેરે વગેરે. જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હોય તો તમારા આહારમાં ગ્રીન ટી ને જરૂર સામેલ કરો. આવી જ વધુ માહિતી મેળવવા માટે રરસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.


રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા